SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો ઝે૨નાં જમણ દ્વારા વેળાનાં મ૨ણ આજના કેમિકલ યુગમાં આપણે અખાદ્ય કહેવાય તેવાં રસાયણો ખાઈએ છીએ. બહારનું ખાવાનું વધ્યું છે અને ખાવામાં ફેશન વધી છે. ભારતમાં ખવાતાં કેમિકલ્સ અમેરિકા કરતાં ખૂબ વધુ જોખમી છે. કારણ કે ચકાસણીનું ધોરણ જોઈએ તેવું નથી. ભ્રષ્ટાચાર વ્યાપક બની ગયો છે. સવારે ઊઠીએ ત્યારે નાસ્તામાં ચા કે દૂધ, મુખ્યત્વે બ્રેડ સાથે ચીઝ, બટર કે જામ અથવા બિસ્કિટ અને ટોસ્ટ, બાળકો માટે ઝટપટ બની જતાં નૂડલ્સ, બપોરના જમણ સાથે બજારૂ અથાણાં-પાપડ વગેરે વસ્તુઓ હોય છે. આજકાલના બાળકોને એકલું દૂધ તો ભાવે નહીં, તેથી જાત-જાતના મિલ્ક પાવડર ઉમેરીને અપાય છે. ઠંડા પીણા, શરબત પેકેટ માંથી બનાવાય છે. મીઠાઈઓ ફરસાણ બહારથી મંગાવવાના. ઈડલી-ઢોંસા, ગુલાબજાંબુ બનાવવાના તૈયાર પેકેટ મળે. આ બધી ખાદ્ય સામગ્રીમાં એડિટિવ્સનો (કૃત્રિમ રસાયણો) ઉમેરો કરવામાં આવે છે. કૃત્રિમ રંગમાં ગંધ, સ્વાદ, આકાર જાળવી રાખવા જુદાં-જુદાં રસાયણો બધાં એડિટિવ્સ છે. જે આરોગ્ય માટે હાનિકારક પૂરવાર થયેલા છે. દા.ત. ઠંડા પીણામાં ઊભરાને લાંબો સમય ટકાવી રાખવા બી.વી.ઓ. બ્રોમિનેટેડ વેજીટેબલ ઓઈલનો ઉપયોગ થાય છે. વધુ પ્રમાણમાં બી.વી.ઓ. શરીરમાં જાય તો કેન્સર થઈ શકે છે. આ વાતની વર્તમાનપત્ર દ્વારા લોકોમાં ખબર પડતાં જ ઊહાપોહ જાગ્યો. ભારત સરકારે કાયદો બનાવી બી.વી.ઓ. બંધ કરાવ્યો. હવે તેની જગ્યાએ ‘એસ્ટર-ગમ’નો ઉપયોગ શરૂ થયો. જે એક પ્રકારનો ગુંદર છે. તેનો બબલગમ, ચ્યુઇંગમમાં ઉપયોગ થાય છે. આ એસ્ટરગમ રંગરોગાન કરવાના પેઈન્ટ્સ-વાર્નિશમાં વપરાય છે. જે શરીરને નુકશાનકારી છે.(જેનાથી કેન્સર જેવો રોગ થાય છે.) રસાયણશાસ્ત્રી એન. જી. વાગલે કહે છે કે એસન્સનો ખાદ્ય પદાર્થમાં વિશિષ્ટ સુગંધ માટે ઉપયોગ કરાય છે. એસન્સમાં વિવિધ રંગ ઉમેરવામાં આવે છે. એમાં કેટલાક ઉત્પાદકો કપડાં રંગવાના રંગો પણ વાપરે છે. જુદા-જુદા રંગના || ૧૨૬ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy