SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો આઈસ્ક્રીમ ખાનારાઓએ આ યાદ રાખવા જેવું છે કે રંગ એ ધીમું ઝેર છે. ચોકલેટ બનાવવા કોકો પાવડર, દૂધનું મિશ્રણ અને કોકો બટર વપરાતું હોય છે. કોકો બટર મોધું હોઈને તેના બદલે સાલ ફેટ નામની ચરબી ઉમેરી દેવામાં આવે છે. બજારમાં મળતાં બટરમાં પીળા રંગનું મિશ્રણ હોય છે. આવરદા વધારવા પ્રિઝર્વેટિવ મીઠું ઉમેરવામાં આવે છે. ટોમેટો કેચઅપમાં લાલ રંગ જામ હોય છે. રંગવાળી તમામ વસ્તુ આરોગ્ય માટે હાનિકારક છે. ચીઝ બનાવવા રેનિન વાછરડાના જઠરમાંથી મેળવાય છે. જેલીના મિશ્રણમાં જિલેટિન વપરાય છે, જે પ્રાણીઓના હાડકામાંથી બને છે. જુદાજુદા શરબતની બનાવટ કૃત્રિમ હોય છે. જે રાસાયણિક પ્રક્રિયાથી બને છે. જેને સિન્ટેટિક કહેવાય છે. જેમાં રંગ-ગંધ-સ્વાદ બધું એડિટિવ્સને આભારી છે.ચોકલેટમાં આવતું નિકલ હાનિકારક છે.ચોકલેટને પીગળતી અટકાવવા માટે કોકો બટરમાં વનસ્પતિ ઘી ઉમેરવામાં આવે છે. વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયામાં નિકલ હોય છે. સાદા તેલ પર નિકલની મદદથી રાસાયણિક પ્રક્રિયા કરીને તેમાંથી વનસ્પતિ ઘી કે તેલ બનાવાય છે. આ નિકલ ચોકલેટમાં આવે છે. વધુ પડતું નિકલ નુકસાન કરે છે. ચોકલેટ ખાવાથી દાંત જરૂર બગડે છે. ચાના છોડ ઉપર જે જંતુનાશક દવા છાંટવામાં આવે છે તેમાં નિકલનું પ્રમાણ ઘણું હોય છે. આથી ચાથી ચેતવું જોઈએ. ખોરાકમાં કન્ટેમિનેશન એટલે કે બગાડ/ચેપ લાગવાનો વધુ ડર શિંગના દાણામાં છે. ભેજને કારણે શિંગમાં ફૂગ આવે છે. આ ફૂગમાં આક્લાટોસિન નામનો પદાર્થ છે.આદાણા તેલ બનાવતાં પીલી નખાય છે. આવા તેલથી યકૃતનું કેન્સર થવાનો ભય છે. નદી-નાળાં કે જમીનમાં રહેલા પાણીમાં કારખાનાઓ દ્વારા રસાયણના ઝેરી અંશો ભળી જાય છે. જે ખોરાકમાં પ્રવેશી જાય છે, જે નુકસાનકારી છે. વાપી આજકાલ મોટું રાસાયણિક કેન્દ્ર બની રહ્યું છે. લાલ-લીલા-પીળા રંગના પાણીના પ્રવાહ જોવા | ૧૩૭ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy