________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની આપાડાલડાઈમાં બિચારા ઝાડની (લીટરલી)ખો નીકળી જાય છે.
એવરેજ અમેરિકન બધું મળીને વર્ષે પ૮૦ પાઉન્ડ કાગળ વાપરતો હોય છે. આખા અમેરિકાનો સરવાળો પાંચ કરોડ ટન થાય. આટલા કાગળ માટે ૮૫ કરોડ ઝાડ કાપવા પડે. ચંડીપ્રસાદ ભટ્ટની ચિપકો સ્ટાઈલથી આટલા ઝાડ બચાવવા હોય તો એટલા ઝાડને બાઝી પડવા માટે આખા હિન્દુસ્તાનને ત્યાં લઈ જવો પડે.તેમ યુગો સુધી મહેનત કરીને હિન્દુસ્તાનની પ્રત્યેક વ્યક્તિને દર વર્ષે એક નવું ઝાડ રોપવા (અને ઉછેરવા) તૈયાર કરો તો જેટલા ઝાડ પેદા થાય એટલા ઝાડ તો અમેરિકન બંધુઓ દર વર્ષે તેમની કાગળભૂખ સંતોષવા જ કાપી નાખે છે. તેમને એમ લાગે છે કે આ કાગળખાઊ કાગળખાઊની રાક્ષસી સંસ્કૃતિને હડસેલી દીધા વગર માત્ર વનીકરણની ઝુંબેશો ચલાવતા રહી તમે દુનિયાને લીલીછમ બનાવી શકો?
ચક્રમ જેવા છાપા અને મેગેઝિનોનો ઢગલો ટિપોય ઉપર કરીને સવારનો સોનેરી સમય તેની પાછળ વેડફી દેવાને બદલે ચિરંજીવ મૂલ્ય ધરાવનારા કો'ક સુંદર પુસ્તકમાં ડૂબકી મારવાથી એકાદું સાચકલુંમોતી પ્રાપ્ત થાય તેવું ન બને? કોન્વેન્ટવાળાને તો વટ પાડવાનો હોય છે પણ બાકીનાં બાળમંદિરો અને પ્રાથમિક શાળાઓ નોટબુકોની સાથે સાથે સ્લેટ-પેનનો ઉપયોગ શરૂ કરાવે તો દર વર્ષે બચતી નોટબુકોનો ઢગલોપર્વત જેટલો ઊંચો થઈ જાય. રેલવેના બુકસ્ટોલ તથા રસ્તાની ફૂટપાથ ઉપર વંચાતી ફાલતું ચોપડીઓને અડીશ પણ નહીં તથા બજારમાં જઈશ ત્યારે મારી ખરીદીને પ્લાસ્ટિકની તો નહીં જ પણ કાગળની કોથળી કે રેપરમાં મઢાવવાને બદલે ઘેરથી લઈ ગયેલી કપડાની થેલીનો જ ઉપયોગ કરીશ જેવીનાનકડી શરૂઆતો કરવામાં આવે તો પણ પેપર મિલના પ્રદુષિત પાણીથી સડી ગયેલી કિડનીથી મરી ગયેલ જુવાનિયાની વિધવા માનાહાયકારામાંથી આપણે તો જરૂર બચી જઈશુ.
// 938 ||