SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો પ્રચાર કરવા જ છાપું ચલાવતા ન હોય! એને કોણ સમજાવે કે ભલા ભાઈ, તુલસીના જમાનામાં નહોતું છાપું, નહોતા પ્રિન્ટિંગ પ્રેસ કે નહોતી કાગળની મિલો અને છતાંય તુલસીનું રામચરિત માનસ અને વ્યાસનું મહાભારત હિન્દુસ્તાનના ગામડે ગામડે અને ઘરે ઘરે વંચાતું અને સદીઓ સુધી કરોડો લોકોએ તેમાંથી સજ્જનતાના ગુણો ઝીલી પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવ્યું છે. વૃક્ષારોપણની અને વનમહોત્સવની ઝુંબેશ ચલાવનારાઓએ લોકોને જાણ કરવી જોઈએ કે તેઓ રોજ બાર પાનાનું જે પતલું છાપું વાંચે છે તેનું વજન જો માત્ર ૭૫ ગ્રામ જેટલું હોય અને સવાર-સાંજ મળીને આવા માત્ર બે છાપા વાંચવાની તેમને ટેવ હોય તો દર વર્ષે, તેમના વતી એક લીલા ઝાડનું અસ્તિત્વ નાબૂદ કરી દેવામાં આવે છે. સમાજવાદના નારા લગાવનારો આ દેશ વાંસના ટોપલા બનાવી ગુજરાન ચલાવનારી વાદી કોમની ભટકતી જાતિના ભાઈઓને જે ભાવે વાંસ વેચે છે તેના કરતાં સેંકડો (રિપીટ, સેંકડો) ગણા ઓછા ભાવો ન્યુઝપ્રિન્ટ બનાવનારી પેપરમિલો એ જ વાંસ પડાવી જાય છે અને કાચો માલ આટલા સબસીડાઈઝ્ડ (બજાર કરતા ઓછા ભાવે, સરકારના માથે નુકશાન) ભાવે મળ્યા પછી પણ ન્યુઝપ્રિન્ટસના ઉત્પાદન ખર્ચ જેટલા ભાવ માગવામાં આવે તોય કાગારોળ મચાવી દેવામાં આવે છે. દેશભરમાં સૌથી વધુ પ્રદુષણ ફેલાવનાર ઉદ્યોગમાં પેપર મિલોનું સ્થાન અવ્વલ નંબરનું છે. તેમના દ્વારા ફેલાવાતા પ્રદુષણની સોશિકાલ કોસ્ટ કરદાતાની તિજોરીને બદલે કાગળની કિંમત પર ચડાવવામાં આવે તો કાગળ કદાચ એટલો મોંઘો થઈ જાય કે તમારે સરખા વજનની રૂપિયાની નોટો આપીને કાગળ ખરીદવો પડે. છાપા વધુને વધુ વેચીને પાવર્ડ પાવડે રૂપિયા ઘસડી જવાની રેટ–રેસમાં દુનિયાભરમાં છાપા પાનાંની સંખ્યા અને પ્રિન્ટની નકલોનું પ્રમાણ વધારતા જાય છે. ન્યૂયૉર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ કે ઈન્ડિયન એક્સપ્રેસ અને || ૧૨૨ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy