SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો કરતા કરતા અનિવાર્યપણે જે વસ્તુનો ઉપભોગ કરવો જ પડે તેટલા પૂરતી જ છૂટ રહેતી અને માટે જ દેહાતીત થઈ ગયા હોવાને કારણે સુખપ્રાપ્તિ માટે જેમને કોઈ ભૌતિક પદાર્થના ઉપયોગની આવશ્યકતા રહેતી નથી તેવા તત્ત્વને (તેવા પદાર્થને) શુદ્ધ આત્મતત્ત્વ તરીકે કમ્યું છે. આપણા મોડર્નમિત્રો માને છે તેમ ભગવાન, સાધુ, ધર્મી, પાપી જેવી કેટેગરીઓ એ કોઈ સાંપ્રદાયિક જડતાની સૂચકનથી. વસ્તુતત્ત્વના તારતમ્ય સુધી પહોંચીએ તો ભગવાન એનું નામ જેમનુંરિસોર્સયુટિલાઈઝેશન શૂન્ય હોય. સાધુએનું નામ કે જેઓ ઝીરો કન્ઝક્શનના આદર્શને આંબવાના લક્ષ્ય સાથે ઓછામાં ઓછી વસ્તુઓના ઉપભોગ દ્વારા જીવનયાપન કરતા હોય. સૌ કોઈનું એ ગજું નથી હોતું કે સ્વૈચ્છિક ગરીબીને સ્વીકારી લઈ લઘુત્તમ પાયાની જરૂરિયાતોથી ચલાવી શકે પણ કમ-સે-કમ આવું લક્ષ્ય પણ જેનું બંધાયેલું હોય અને બિનજરૂરી પાણીનો પ્યાલો પણ વેડફાય ત્યારે તેનો સાચકલો ડંખ જેના હૈયામાં જીવતો હોય તેનું નામ ધર્મી અને પાપી શબ્દ આપણે એવી વ્યક્તિને માટે પ્રયોજી શકીએ કે જેને માટે વર અને કન્યાને પણ મારીને પોતાનું તરભાણું ભરનાર ગોરની જેમ ખાઓ, પીઓ ને મજા કરોની સંસ્કૃતિ જ જેના જીવનનો મુદ્રાલેખ હોય. પાપીમાંથી ધર્મી, ધર્મીમાંથી સાધુ અને સાધુમાંથી ઈશ્વર ભણીની ઉત્ક્રાંતિની દિશા ચીંધતા જીવનદર્શનમાં અલ્પતમ ઉપભોગનો જ ખ્યાલ હતો તેને આપણે પછાતપણાનું લક્ષણ માની બેઠા અને આ દેશને બીજું અમેરિકા બનાવવાના અરમાન સાથેનું સોશિયો-ઈકોનોમિક ડેવલપમેન્ટનું(સામાજિકઆર્થિક પ્રગતિ)ભૂલભરેલું મોડલ આ ઘેલછાના પરિપાકરૂપે અપનાવી દેશને દુર્દશાની ગર્તામાં ધકેલી બેઠા. વર્ષે માંડ વપરાતા શેર-બશેર કાગળને પણ નકામા ન જવા દેતી અણવિકસિત અને અવિકસિત દેશોની જીવનશૈલીની સાથે વિકસિત કહેવાતા પેલા બીજા વિશ્વના દેશોના પ્રતીક-અમેરિકાની જીવનશૈલીને સરખાવવાની વગર ટિપ્પણીએ આ વાત સ્પષ્ટ થઈ જશે. દુનિયાભરની ફાલતુ વસ્તુઓ વેચીને પોતાની તિજોરી તરબતર કરવા મથતી અમેરિકન કંપનીઓ ગ્રાહકોના દિલદિમાગમાં એનું અછતું મહત્ત્વ ઘુસાડી દેવા | ૧૨૬ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy