SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો જાય. ઘરમાં જે કોઈ નિમિત્તે કાગળદેવીનું આગમન થાય તેની પ્રતિષ્ઠા કાગળમાં નાનકડું કાણું પાડીને એ સળિયામાં કરી દેવામાં આવે.ખરી ખૂબીની વાત તો હવે આવે છે. બે-ચાર વર્ષે જ્યારે એ સળિયો કાગળથી ભરાઈ જાય ત્યારે તમારા હાથમાં રહેલા એક દિવસના છાપાના કાગળ કરતાં પણ ઓછા કાગળના એ જથ્થાને ફેંકી નહીં દેવાનો. મારી માનાં મા મણિબહેન નામના ૬૦ વર્ષના અભણ વૃદ્ધા કાગળના એ બધા ટુકડાને પલાળી ગોળ, ગૂગળ, મેથી જેવાં ચીકાશ (બોન્ડેજ) લાવનારાં જાતભાતનાં દ્રવ્યો તેમાં ઉમેરી એ કાગળના માવામાંથી શેરબશેર વજન સમાય તેવીટોપલીઓથી લઈને મણ બે મણ અનાજ સંઘરવાની ક્ષમતા ધરાવતા મોટા સૂંડલા બનાવતાં. બગલાની પાંખ જેવા ઉજળા એટોપલા વજનમાં એટલા હલકા બનતા કે મણ-બે-મણ ધાન સમાય એવો ટોપલો ખાલી હોય ત્યારે નાનું છોકરું પણ પોતાની તર્જની અને અંગૂઠાથી એને સાવ આસાનીથી ઊંચકી શકે. કાગળના બેહદ વધેલા વેડફાટને કારણે જંગલોના નીકળતા સત્યાનાશ ઉપર જ્યારે સેમિનાર યોજાય ત્યારે મંચ ઉપર બેનરની જગ્યાએ આ ટોપલો ટીંગાડવો જોઈએ. પેપરમેશના ફેશનેબલ નામ નીચે કાગળના માવાની બનેલી કારમીરી આઈટમો ખરીદવા ખાદી ભંડારોમાં ઉમટતાં દેશી-પરદેશી ટોળાંઓને જોયાં ત્યારે મને મારાં એ નિરક્ષર માતામહીની યાદ સહજ જ આવી ગયેલી. કન્ઝર્વેશન શબ્દનો અર્થ કહી બતાવવા જેટલું ભણતર એમની પાસે નહોતું પણ શબ્દ દ્વારા ધ્વનિત અર્થને જીવનમાં જીવી જાણવાનું ગણતર એમને વંશપરંપરાગત મળેલું.વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખવનારા કોચિંગ ક્લાસીસનું તો તેમણે નામ પણ નહોતું સાંભળ્યું પણ પેઢી દર પેઢી તેમને ગળથુથીમાં જ એવા સંસ્કાર પાવામાં આવેલા કે પ્રકૃતિદત્ત કોઈ પણ ચીજવસ્તુનો વેડફાડ તેમના જીવનકોશમાં શોધ્યો નહોતો જડતો. અધ્યાત્મના પાયા ઉપર ચણાયેલાં ભારતીયદર્શનો સ્પષ્ટપણે માનતાં કે દુનિયાની તમામ ચીજવસ્તુઓનોમનફાવે તેમ ઉપયોગ-ઉપભોગ કરવાનો મનુષ્યને અધિકાર છે જ નહિ. જીવનયાત્રાના ઊથ્વકરણના માર્ગે મુસાફરી | ૧૨r |
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy