SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો જાહેરાતના અને કેટલોગ વગેરેના ફરફરિયાનો મારો, પોસ્ટ દ્વારા અમેરિકાના ઘરે ઘરે કરતી રહે છે. કચરા જેવા બજારું ખોરાકને માટે વપરાતા જંક ફૂડ’ શબ્દની જેમ આવી કચરા જેવી ટપાલને પણ તેઓ “જંક મેઈલ તરીકે ઓળખે છે. “ફિફ્ટી સિમ્પલ થિંગ્સયુ કેન ટૂ સેવ ધ અર્થ' (પૃથ્વીને બચાવવાના પ સરલ ઉપાયો)ના લેખકોએ મૂકેલા એક અંદાજ મુજબ માત્ર આ જંકમેઈલ માટે એટલા બધા કાગળ બગાડવામાં આવે છે કે એ કાગળોને જો અસ–કલ્પનાથી બાળવામાં આવે તો તેમાંથી અઢી લાખ ઘરોમાં એર હિટર્સ ચાલી શકે તેટલી ગરમી પેદા થાય. દરેક અમેરિકનના ઘરે નાખવામાં આવતી “જંક મેઈલ' એક વર્ષ સુધી ભેગી કરવામાં આવે તો તેનો સરવાળો ઘરદીઠ દોઢ ઝાડ જેટલો થાય. આખા અમેરિકામાં માત્ર આ કચરા-પત્રો માટે દસ કરોડ વૃક્ષોને કુહાડાના હાથાનો ભોગ બનવું પડે છે. આ દેશમાં પણ ધીમે ધીમે આ અંકમેઈલનોચેપ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. લગભગ રોજ છાપું ખોલવામાં આવે ત્યારે છાપાની ગડી વચ્ચેથી સરી પડતું જાહેરાતનું ફરફરિયુંઆનો જ એક પ્રકાર છે. અમેરિકનો દર વર્ષે કુલ મળીને વીસ લાખ ટન જેટલી જંકમેઈલ ટપાલમાં મેળવે છે. જેમાંની ૪૪ ટકા ટપાલો તો ખોલવાની પણ તસ્દી લીધા વગર તેઓ સીધી કચરાટોપલી ભેગી કરે છે. આ તો ખોલ્યા વગર ફેંકી દેવાતી જંક મેઈલની વાત થઈ પણ જે ટપાલો ખોલવામાં આવે છે તે સમયના ટુકડાઓનો સરવાળો કરવામાં આવે તો તેના જીવનના કુલ મળીને આઠ મહિના જેટલો સમય તો આ કચરાને ખોલવામાં જ જાય છે. માત્ર એકલાખ અમેરિકનોને આ જંકમેઈલના ત્રાસમાંથી મુક્તિ આપવામાં આવે તો દર વર્ષે દોઢ લાખ ઝાડ બચે.દસ લાખ અમેરિકનો આ મફતની હજામતમાંથી ઊગરે તો પંદર લાખ ઝાડની ફાંસીની સજા ટળે. આધુનિક જીવનશૈલી આમેય માણસના મગજને ઈનોવેટિવ'(નવા વિચારવાલો આધુનિકતાવાદી)બનાવે છે. રોજ કાંઈકને કાંઈક નવું શોધવાની પ્રેરણાના પાનને માનવજાતને સતત કરાવ્યા કરે છે. કાગળ વેડફવાનો આ તો | ૧૩૦ /
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy