________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૮-૩૯
૨૩૦
--
સૂત્ર :
ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः ॥२-३८॥
સૂત્રાર્થ :
બ્રહ્મચર્યપ્રતિષ્ઠા પામે છતે-બ્રહ્મચર્યની સિદ્ધિ યમરૂપ પ્રાપ્ત થયે છd, વીર્યનો લાભ થાય છે. ર-૩૮II ટીકા :
'ब्रह्मचर्येति'-यः किल ब्रह्मचर्यमभ्यस्यति तस्य तत्प्रकर्षान्निरतिशयं वीर्यं सामर्थ्यमाविर्भवति, वीर्यनिरोधो हि ब्रह्मचर्यं तस्य प्रकर्षाच्छरीरेन्द्रियमनःसु वीर्यं प्रकर्षमागच्छति //ર-૩૮. ટીકાર્ય :
: વિન .... છત છે (૪) જે યોગી બ્રહ્મચર્યનો અભ્યાસ કરે છે તેમને તે યોગીને, તેના પ્રકર્ષથી=બ્રહ્મચર્ય યમના પ્રકર્ષથી, નિરતિશય સામર્થ્યરૂપ વીર્ય આવિર્ભાવ પામે છે પ્રાપ્ત થાય છે. જે કારણથી વીર્યનો નિરોધ બ્રહ્મચર્ય છે. તેના પ્રકર્ષથીત્રવીર્યના નિરોધરૂપ બ્રહ્મચર્યના પ્રકર્ષથી, શરીર, ઇન્દ્રિય અને મનમાં વીર્ય પ્રકર્ષને પામે છે. ર-૩૮ અવતરણિકા :
अपरिग्रहाभ्यासस्य फलमाह - અવતરણિકાર્ય :
અપરિગ્રહ યમના અભ્યાસવાળા યોગીના ફળને કહે છે – અપરિગ્રહના અભ્યાસથી પ્રાપ્ત થતા અપરિગ્રહ યમની સિદ્ધિને કહે છે – સૂત્ર:
अपरिग्रहस्थैर्ये जन्मकथन्तासम्बोधः ॥२-३९॥ સૂત્રાર્થ :
અપરિગ્રહયમના ચેર્યમાં જન્મના કથંતાનો સંબોધ છેકપૂર્વ પર જન્મનો નિર્ણય છે. |ર-૩૯II
ટીકા :
'अपरिग्रहेति'-कथमित्यस्य भावः कथन्ता जन्मकथन्ता तस्या सम्बोधः सम्यग्ज्ञानं