________________
પ્રકાશકીય
“મહાકવિ શ્રી યશેખરસૂરિ નામને આ વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ અમારા શ્રી આર્ય-જય-કલ્યાણ-કેન્દ્ર તરફથી પ્રકાશિત થાય છે એ અમારા માટે અત્યંત હર્ષની વાત છે.
મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ ડે. શ્રી. રમણલાલ ચી. શાહના માર્ગદર્શન હેઠળ પ. પૂ. સા. શ્રી પુણ્યદયશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ.સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજી મ. એ મહાકવિ શ્રી યશેખરસૂરિ વિશે ખૂબ જ પરિશ્રમ લઈ તૈયાર કરેલા આ શેધનિબંધને મુંબઈ યુનિવર્સિટીએ પીએચ.ડી.ની ડિગ્રી માટે માન્ય કર્યો છે એ અમારા માટે બહુ જ આનંદ અને ગૌરવને વિષય છે.
ચારસો વર્ષ પૂર્વે થયેલા, અચલગચ્છના જૈનાચાર્ય શ્રી જ્યશેખરસૂરિનાં જીવન અને કવન વિશે સળગ, વ્યવસ્થિત અને પદ્ધતિસરને આ પ્રથમ સુદીર્ઘ શોધનિબંધ છે, અને તેમાં કેટલીક અપ્રકાશિત કૃતિઓને પ્રથમ વાર અભ્યાસ થયો છે તેમજ કેટલીક માહિતી પ્રથમ વાર પ્રકાશમાં આવી છે, એ પણ અમારા માટે બહુ આનંદની વાત છે.
પાંચેક વર્ષ પહેલાં સમેતશિખરમાં અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં ૫. પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. એ ભગવાન શ્રી મહાવીર દેવની જન્મભૂમિ વિશે વિચારણા કરવા ઇતિહાસના વિદ્વાનોના સંમેલનનું આજન કર્યું હતું ત્યારે તેમાં ભાગ લેવા માટે મુંબઈથી ડે. રમણલાલ ચી. શાહ પણ પધાર્યા હતા. તે સમયે પ. પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરિ મ. સા.ની પ્રેરણાથી એ નિર્ણય થયે હતું કે પૂ. સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજી બી.એ.ની ડિગ્રી