________________
ભારતદિવાકર, શાસનસમ્રાટ, યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ પ. પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નાં
શુભ આશીર્વચન અચલગચ્છશ પૂ. દાદા શ્રી મહેન્દ્રપ્રભસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વાન શિષ્યરત્ન અચલગચ્છ–શણગાર, કવિચક્રચક્રવતી વિદ્વય પૂ. આ. ભગવંત શ્રી જયશેખરસૂરિ ઉપર સુ. સા. શ્રી મોક્ષગુણાશ્રીજી અભ્યાસ કરવા સાથે શેધગ્રંથરૂપ મહાનિબંધ લખી રહ્યાં છે જેથી તેઓને અંતરના શુભાશીર્વાદ સહ હાર્દિક અભિનંદન આપું છું.
આ ગ્રંથ જેવા બીજા પણ અનેક પ્રાચીન અને અપ્રગટ ગ્રથનું શીધ્ર સંશોધન અને પ્રકાશન થાય એ ખૂબ જ જરૂરી છે. અચલગચ્છના વિદ્વાન પૂર્વાચાર્યોએ પણ વિશાળ સાહિત્યની રચના કરી છે. આ પૈકીનું કેટલુંક સાહિત્ય પ્રકાશિત થઈ ગયું છે,
જ્યારે કેટલુંક બાકી છે તે પ્રાચીન જ્ઞાનભંડારોમાંથી મેળવી સંશોધિત કરી પ્રકાશિત કરવું ઘટે. પ્રાચીન ગ્રંથોદ્ધારની શુભ પ્રવૃત્તિમાં દરેક રીતે સફળતા મળે એ જ ભાવના. શિખરજી તીર્થશ્રી સિદ્ધાચલ તીર્થ સંધ પ્રવેશ દિન આરક્ષિત નગરી (તડબૂ), કચ્છી ભવન, તળેટી રોડ,
આચાર્ય ગુણસાગરસૂરિ પાલિતાણા (સૌરાષ્ટ્ર) સં. ૨૦૪૧, વૈશાખ સુદ-૨ તા. ૨૧-૪–૧૯૮૫