________________
વિનતી-સંગ્રહ
૩૩૮ જોઈને હરિ હરખે છે. આમંત્રણ વગર જ કરડે કુમારે પહોંચી આવ્યા છે અને આ રમત જોવા માટે વિદ્યારે પણ ઉત્સુક બન્યા છે.
દેવતાઓ પરસ્પર વાર્તાલાપ કરે છે તેથી ઘણા વિમાસણમાં પડ્યા છે કે શ્રી નેમિકુમાર પોતાના ભુજબળને પ્રકાશિત કરી શકશે કે કેમ? તે સમયે આકાશવાણી થઈ, “હે કૃષ્ણ! તમે આવી રીતે સદમાં આવીને કેમ વાત કરે છે ?”
તેઓ નેમિકમાર) તે એક આંગળીથી મેરુપર્વતને ચલાયમાન કરી શકે એમ છે, વિના પ્રયત્ન તે આખી પૃથ્વીને હાથમાં ધારણ કરી શકે છે, સૂર્ય અને ચંદ્રને ફૂંકથી જ ઉડાડી દેવાની તેમનામાં -શક્તિ છે, પગના તળિયાથી ગંગાના પૂરને સમાવી શકે છે.
બધા જ જિનેશ્વર અતુલ બળવાળા હોય છે. એમનાથી બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ બધા જ બળમાં ઊતરતા હોય છે.
રૂકમણિના કંથ! તમારા બાહુને સ્થિર રાખજે. તમારા બાહુ બળશે તે તમારું બળ જોઈશું. બીજું શું પ્રમાણ ઇચ્છે છે? કારણ કે તમારા જેવા અબૂઝ બીજે કેઈ નથી.”
કાલિય રાક્ષસ, કેશી અને કંસના કાળ એવા ગોપાલકૃષ્ણ આવા પ્રકારનાં વચને સાંભળીને ચમકયા. પછી બાંધવ સાથે મેદાનમાં પ્રવેશ્યા. ત્યાં શ્રી નેમિકુમારે પિતાના અજેય ભુજાબળને પ્રકાશિત કર્યું.
કેટિ શિલાને જેમણે લીલાપૂર્વક ધારણ કરી છે, વળી અસર રાજાની સર્વ લક્ષમીને જેમણે પ્રાપ્ત કરી છે એવા શ્રી નેમિનાથ ભગવાન કૃષ્ણની ભુજાને વાળવામાં, કમળ વેલડીને વાળવાની જેમ. જરા પણ વિલંબ કરતા નથી.
ત્યારપછી ત્રિભુવન જેમની છાયામાં રહે છે એવા શ્રી નેમિનાથ પ્રભુએ પિતાની બાહુને પ્રસારી પરંતુ બળદેવના બધુ શ્રીકૃષ્ણના બળનું કાંઈ પણ પરિણામ આવતું નથી. નેમિનાથ ભગવાનની ભુજા વજદંડની જેમ વળતી નથી.
સુજ્ઞાની એવા નેમિપ્રભુની ભુજાને વાળવા કૃષ્ણ પોતાના બન્ને