________________
૨૦.
મહાકવિ શ્રી જ્યખારિ- ભાગ ૨ હાથ લંબાવ્યા, પરંતુ વરે જેમ વૃક્ષની ડાળી પર ચેટી જાય તેમ કંસના કાળ એવા કૃષ્ણ નેમિપ્રભુના હાથ પર ચેટી ગયા.
હર્ષિત થઈને કુમારે કેલાહલ કરે છે, એથી ગિરનાર પર્વતની ગુફાઓ ગાજે છે; સુરે અને અસુરે જયજયકાર કરે છે અને મસ્તક ઉપર ઘણા પુષ્પવૃષ્ટિ કરે છે.
ત્યારે કૃષ્ણ વિચારવા લાગ્યા કે આ મારા બધુ મારાથી અધિક બલવંત છે. દુર્લભ એવું રાજ્ય મેં ઘણું પરિશ્રમથી મેળવ્યું છે તે આ કુમાર લીલામાત્રથી જ મેળવી લેશે.
શ્રી નેમિનાથ પ્રભુ ક્ષમાવત અને વિશેષ જ્ઞાની છે. વળી આ ભુજ વહે ત્રિભુવનને પણ જીતી લેશે. વળી તે ગંભીર અને અ૫ભાષી, છે. એ વીર પુરુષ અવસરે પોતાના પ્રભાવને પ્રગટ કરશે.
એક જ ચિનગારી રૂના ઢગલાને બાળી નાખે છે, માટે ગોત્રીએને કે વિશ્વાસ? વળી નેમિકુમારના પિતાનું જ આ સામ્રાજ્ય છે. એમણે જ મને સૌથી ગુણવાન અને બળવાન સમજીને આપ્યું છે.
જે કદાચ નેમિનાથ ભગવાન પૃથ્વીમાં આસક્ત થાય છે ? આ વાત મને બહુ બાળે છે. શ્રીકૃષ્ણ એમ કહે છે ત્યારે આકાશવાણી દ્વારા દેવી મધુર વચનથી કહે છે કે “હે સારંગપાણિ કૃષ્ણ! તમે અરતિને ધારણ ન કરે.
“એ બાલકુમાર નેમિપ્રભુ તે પહેલાં જ સંયમના ભારને ધારણ કરશે અને શિવપુરનું રાજ્ય ભગવશે. તેમને તમારા રાજ્યનું કે પ્રયેાજન નથી.
એમના ચિત્તમાં તરુણી તૃણું સમાન છે, ઘન-કણ-કચન અને ૨માં એમને કેઈ પણ જાતની પ્રીતિ નથી. તે ઘડાથી નહાવા છતાં તેમને એક બિંદુ પાણી પણ લાગતું નથી”
આ વચને સાંભળીને મુરારિ આનંદિત થયા. નેમિનાથ બંધુ. સાથે નગરમાં ગયા. સર્વ યાદવ રાજાઓ આનંદિત થયા અને નિત્ય.