________________
૩૩૮
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ ફળવાળા મને હર ક્ષે હતા.
ત્યાં ઘણું વટવૃક્ષ હતાં, નારંગી અને રાયણનાં વૃક્ષે હતાં કે જેમાં રમણએ રંગથી રમતી હતી. વળી અશોકવૃક્ષ તથા વેહલ, બકુલનાં વૃક્ષો પણ તે વનમાં હતાં.
રાત્રિના સમયે પલાશનાં સુંદર લે શ્રેષ્ઠ તરુણના વિલાસને માટે ફીડાઘર બને છે. પીપળાના પાન સ્વાભાવિક રીતે ચચળ હોય છે. પાટલ અને બકુલને ઘણે પરિમલ દશે દિશામાં પ્રસરે છે.
કઠણ એવા કેઠીનાં ફળ ઘણાં હતાં. ચતુર માણસે કરવામાં વૃક્ષને વાળે છે. (કરવેરાના વૃક્ષમાં કોટા ઘણા હેય જેથી હુંશિયાર હોય તે જ તેના ફળને તેડી શકે છે) દેવમંડપ સમાન દ્રાક્ષની હતા દેખાય છે. ચંપાનાં ફૂલેને જોઈને જાણે તેને આસ્વાદ લેવાનું મન થતું હતું.
ત્યાં જાઈ, જુઈ, સેવંત્રીનાં ઘણું જ સુગંધિત પુષ્પનાં વૃક્ષે છે. ત્યાં કામીએ કેડથી કીડા કરે છે. કેતકી, કરણી, કંદ, કdબનાં પુષ્પોના પરિમલમાં ભમરાઓ રમે છે.
વિષમ કાળમાં ઉઠુંમરનાં ફૂલ ખીલે છે, બીજારોમાં ભારે ફળે જાણે વૃક્ષોને તોડે છે, તાડ અને ખજૂરીનાં વૃક્ષો ગગનને જાણે ચુંબત હોય એટલા ઊંચાં છે. બંને જોઈને જીમ સ્થાનમાં રહેતી નથી. આસ્વાદ કરવાનું મન થાય છે.
બીરનાં વૃક્ષે બધાને ગમે છે, કરીરનાં વૃક્ષો હંમેશાં પ્રશંસાપાત્ર બને છે. બિહા, બહેડા, ખદિર, અખરોટ, ધવ, ધામણ અને બ્રિીફળના વૃક્ષની જેડ શોભે છે.
ત્યાં નાળિયેરીની સુંદર નિજ છે. કંચનમય કાંતિવાળા કપારિ અને કરંજ વૃક્ષો લે છે. સરલ શ્રીપણું, સરયુ, સાગ વગેરે અનેક વૃક્ષ છે અને ચંદનના વૃક્ષને નાગ મૂકતા નથી.
આવા પ્રકારની વિશાળ પર્વતમાળામાં ફળેલા આંબળાનાં વૃક્ષોને