________________
૩૨૨
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨ ઉપર કૃપા કરે.
હે જગતનાથ! અબાધ વિનીતા નગરીના શ્રેષ્ઠ અલંકાર! આપની પાસે એ કારણથી હું વિનંતી કરું છું.
પાપના ફળસ્વરૂપે હું નરકનાં ઘણાં દુખેને પામ્યું. પંચમજ્ઞાનને ધારણ કરનારા આપ તે સર્વ જાણે છો.
હે સ્વામી! મેં તિય"ચગતિમાં ભૂખ અને તરસને સહન કરીને છેદનશેદનને પણ સહન કર્યા.
વિવિધ પ્રકારે ભમી ભમીને અને મનુષ્યજન્મને પામ્યા. તેમાં પણ અત્યંત ઉગ્ર પાપ કરીને ફરી ફરી નરકાવાસમાં પહોંચી ગયા હતા.
ક્યારેક ધર્મના પ્રભાવે દેવની રિદ્ધિસિદ્ધિ પણ ભેગવી હશે. આમ અનત દુખને સહન કરીને ફરીથી મનુષ્યભવને પામ્યા છીએ. ચોર્યાસી લાખ જીવાનિમાં આમ અનેક વાર ભમી ભમીને સર્વ જન્મને હુ પામ્યા.
વારંવાર ચતુર્ગતિમાં ગમન કરીને હમણાં ગોપલ (ગંગામાં પથ્થર) ના દ્રષ્ટાંતથી હે સ્વામી એવા ઋષભજિન! આપને આ ભવમાં પ્રાપ્ત કર્યો છે. તેથી હવે હે ધમધુરંધર, ધવલ ધુને ધારણ કરનારા સુવર્ણવર્ણ કેહવાળા! આપનાં ચરણકમળને ભાવથી વજન કરીશું અને પૂછશું.
હે મદમથન શ્રી ઋષભજિન! આપનો દેહ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હતે. આપનું લંછન વૃષભ હતું અને આચુખ્ય ચોર્યાસી લાખ પૂર્વનું હતું.
મદનને બાળનારા અને બ્રહ્મચર્યવ્રત સહિત ઉસભાદિ પ્રમુખ ૮૪ હજાર સુનિઓ અને ત્રણ લાખ સારવી આપના સંઘમાં હતાં. આપના સંઘમાં શ્રેયાંસકુમાર આદિ ત્રણ લાખ પાંચસો શ્રાવકે અને સુભદ્રા સહિત પાંચ લાખ ચાપન હજાર શ્રાવિકાઓ હતાં.
હે દેવાધિદેવ! કુગુરુ અને કુદેવ કહે હું ભવસાગરમાં રખડ્યો.