________________
૧૯૧
ત્રિભુવનદીપક પ્રબંધ
કેઈક વખતે માયા નામની રમણી પરમહંસ રાજાને મળે છે. પરમહંસ રાજા તેનું રૂપ જોઈ તેના તરફ આકર્ષાય છે. તે વાત ચેતના રાણી જાણું જાય છે અને પરમહંસ રાજાને માયાના મોહમાં પડવાની ના પાડે છે અને કહે છે કે જે માયાના મોહમાં પડશે તે
જ્યને ત્યાગ કરવો પડશે અને સંસારમાં ભ્રમણ કરવું પડશે. આ પ્રમાણે ચેતના શિખામણ આપે છે પરંતુ તે શિખામણ ભરેલા ઘડા પરથી પણ જેમ વહી જાય તેમ પરમહંસ રાજાને અસર કરતી નથી તે દર્શાવતાં કવિ લખે છે :
જે સીખામણ તીણઈ કહી, ભરિયા ઘડા ઉપરિ તે વહી. ૨૫
પરમહંસ રાજા ચેતના રાણુને પણ ત્યાગ કરી દે છે તેથી ત્રણે ભુવનનું રાજ્ય નાશ પામે છે અને રાજા કાયાનગરી વસાવી તેમાં સતેષ માને છે.
પરમહંસ રાજ આ કાયાનગરીની ધુરા પિતાના મન નામના પ્રધાનને આપે છે. મલિન વૃત્તિવાળા મન-પ્રધાન રાજાને બંધનમાં નાંખી રાજ્યને ધૂળધાણું કરે છે. પાપરૂપી પાશથી પરમહંસ રાજાને આપી દે છે. ત્યારે દુઃખી થયેલ પરમહંસ રાજા ચેતનાની શિખામણને યાદ કરી પશ્ચાત્તાપ કરે છે પરંતુ પરમહંસ રાજાને કઈ છોડાવનાર નથી.
મન-પ્રધાનને બે પત્નીઓ છે: પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિને મેહ નામને પુત્ર જન્મે છે અને નિવૃત્તિને વિવેક નામનો પુત્ર જમે છે. પ્રવૃત્તિ સ્વભાવથી જ ઉછાંછળી છે. પિતાની ઈચછા પ્રમાણે રાજકાર્ય કરાવે છે અને મનને પ્રેમથી પિતાને વશ કરી લે છે. તે મનને ત્રણ ભુવનમાં ભમાવે છે તેથી મનને ક્ષણવાર ૫ણ સમાધિ કે વિશ્રામ મળતું નથી,
હવે કઈ વખત એકાંત જોઈને મન-પ્રધાનને પ્રવૃત્તિ કહે છે. કે “નિવૃત્તિ નામની આપની પત્ની અને મારવાના ઉપાયો કરી