________________
ત્રિભુવનદીપક પ્રબંધનું કથાવસ્તુ
કવિ શ્રી જયશેખરસૂરિએ ૪૩૨ જેટલી કડીમાં આ રૂપકકાવ્યની રચના કરી છે. કવિ ગૌતમ વામને નમસ્કાર કરીને પછી પિતાના કાવ્યને આરંભ કરે છે. રાગ ધન્યાસીમાં લખેલી દુહાની પ્રથમ ત્રણ કડીમાં પહેલા પરમેશ્વરને, અરિહંત પ્રભુને પ્રણામ કરે છે અને ત્યાર પછી માનસ-સાવરમાં હંસ પર બિરાજતી સરસ્વતી માતાનું નતમસ્તકે ધ્યાન ધરે છે. અને તેની સહાય લઈ પિતે આ સોહામણું કાવ્યની રચના કરે છે, એમ જણાવે છે. ત્યાર પછીની કડીઓમાં કવિ આત્મશુદ્ધિની આવશ્યકતા, નવમા શાંતરસને વિશિષ્ટ મહિમા અને અનુપમ આત્મજ્ઞાનને પ્રભાવ સમજાવી શ્રોતા(વાચક)ને સાવધાન થઈ હંસવિચાર શુદ્ધાત્મા વિશેની કથા સાંભળવા કહે છે.
આમ, આરંભની આઠ કડીમાં પ્રાસ્તાવિક વાત કરી, નવમી કડથી કવિ “ત્રિભુવનદીપક પ્રબંધ”ની કથાને – પરમહંસ રાજાની કથાને આરંભ કરે છે.
અત્યંત તેજસ્વી પરમહંસ નામના રાજા ત્રણ ભુવનમાં રાજ્ય કરે છે. તેમને ચેતના નામે રાણી છે. પરમહંસ રાજા અને ચેતના રાણી આનંદથી દિવસો પસાર કરે છે. કવિ લખે છે :
તેજવત ત્રિહભુવન મઝારિ, પરમહંસ નરવર અવધારિ, જેહ જપતાં નવિ લાગઈ પાપ, જિનિ દિનિ વાધઈ અધિક પ્રતાપ બુદ્ધિ મહેદધિ બહુ બલવંત, અકલ અજેઉ અનાદિ અન તો ક્ષણિ અમરગણિ ક્ષણિ પાયાલિ, ઈરછાં વિલસઈ તે ત્રિદુકાલિ, ૯
રાણી તસુ ચતુર ચેતના, કેતા ગુણ બોલઉં તેહના ? ઉરાણી બે મનનઈ મેલિ, ફિરિ ફિરિ કરઈ કહેલ કેલિ. ૧૪