________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ રક.
મને વંછિત સઘલાં કાજ સરે, શિર ઉપર ચામર છત્ર ધરે,
કલમલ ચાલે આગલ ઘેડે, નિત્ય પાસ જપે શ્રી જિન રૂડે. સીમંધર જિન સ્તવન
* ચાંદલિયા સંદેશાજી, કહેજે સીમંધર સ્વામ,
ભરતક્ષેત્રનાં માનવીજી, નિત ઉઠી કરે રે પ્રણામ.
રાયને વહાલાં ઘોડલાંછ, વેપારીને વહાલા છે દામ, અમને વહાલા સીમંધર સ્વામી, જિમ સીતાને રામ. નહિ માગું પ્રભુ! રાજ દ્ધિજી, નહિ માગું ગરથ ભંડાર, હું માનું પ્રભુ ! એટલું જ, તુમ પાસે અવતાર. દૈવ ન દીધી પાંખડીજી, કેમ કરી આવું રે હજૂર,
મુજરો માહારો માનજી, પ્રહ ઉગમતે સૂર. એક રૂપક alegory રૂપે મનની શુદ્ધિ અર્થે કવિએ સુન્દર કવિતા કરી છે અને તે અતિ રસથી જૈનેમાં ગવાય છે –
દેખીડા તું દેજે મનને ઘતીયું રે, રખે રાખતો મેલ લગાર રે, એણે રે મેલે જગ મેલો કર્યો રે, વિણ ધોયું ન રાખે લગારરે. જિનશાસન સરેવર સોહામણું રે, સમક્તિ તણી રૂડી પાલી રે, દાનાદિક ચાર બારણાં રે, માંહી નવ તત્વ કમલ વિશાળ રે. તિહાં ઝીલે મુનિવર હંસલા રે, પીયે છે ત૫ જપ નીર રે, શમ દમ આદું જે શાલ રે, તિહાં પખાલે આતમ ચીર રે. તપવજે તપ તડકે કરી, જાળવજે નવ બ્રહ્મ વાડરે, છાંટા ઉડાડે પાપ અઢારના રે, એમ ઉજળું હશે તતકાલ રે. આયણ સાબૂડ સૂધે કરે રે, રખે આવે માયા શેવાળ રે, નિશ્ચ પવિત્રપણું રાખજે રે, ૫છે આપણું નિયમ સંભાળ રે. રખે મૂકતો મન મેકળું રે, પડ મેલીને સંકેલ રે,
સમયસુંદરની શીખડી રે, સુખડી અમૃત વેલ રે. પ્રથમ તીર્થકર ઋષભદેના પુત્ર–-ભરત ચક્રવત્તિ અને તેના ભાઈ બાહુબલી બને રાજ્ય માટે લડયા, પછી બાહુબલીએ પિતા પાસે દીક્ષા લઈ વનમાં ઉભા રહી કાર્યોત્સર્ગ કરી ધ્યાનસ્થ રહ્યા થકાં પણ મનમાંથી અહંકાર ઉતરતે નથી તેથી ત્રષભદેવે તેની માટી બહેને સાધ્વી બ્રાહ્મી અને સુંદરીને મોકલી. પિતાના લઘુ બંધુ ગર્વ-માન–અહંકારના ગજ પર આરૂઢ બની આત્માનું હિત બગાડે છે એ બતાવવા તે બહેને કહે છે કેઃ
ધા
* કવિ પદ્મવિજયે આ સીમંધર સ્વામી પાસે ચંદ્રદૂતની કલ્પના પોતાના એક ખંડ કાવ્યમાં મૂકી છે (સુ ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જા જે. ).
Aho! Shrutgyanam