________________
અંક ૩. ]
કવિવર સમય સુંદર
૬૩
૧
મહાવીર સ્તવન,
વીર સુણે મારી વિનંતી, કરજોડી હા કહું મનની વાત, બાલકની પરં વિનવું, મારા સ્વામી હા ! તૂ ત્રિભુવન તાત
વીર સુણે મારી વિનતી. તુમ દરશણ વિણ દૂ ભમે, ભવ માંહે હો સ્વામી ! સમુદ્ર મઝાર, દુખ અનંતા મેં સહ્યાં, તે કહિતાં હો કિમ આવે પાર. પર ઉપગારી તૂ પ્રભુ, દુખ ભંજે હે જગ દીન દયાલ, તિણ તેરે ચરણે હું આવિયે, સામી ! મુને હું નિજ નયણ નિહાલ. અપરાધી પિણ ઊધર્યા, તે કીધી હે કરૂણું મેરા સ્વામ, હું તે પરમ ભક્ત તાહરે, તિણ તારે હો નહીં ઢીલને કામ.
વીર. ૨
વીર. ૪
[ આ પછી શૂલ પાણિ, ચંડકૌશિક નાગ, ગોશાલે, ગૌતમ, જમાલિ, અયમન્તા ઋષિ, મેઘકુમાર, નંદિષેણ, આદ્રકુમાર, ચેલણા, શ્રેણિક એ સર્વને ઉદ્ધય જણાવી]
ઈમ અનેક તેં ઊધર્યા, કહું તારા હો કેતા અવદાત, સાર કરે હિવ માહરી, મનમાંહે હે આણે મેરડી વાત.
વીર. ૧૫ સૂધ સંજમ નહિ પલૈ, નહિ તેવો હે મુઝ દરશણ જ્ઞાન, પિણ આધાર છે એતલ, ઈક તોરા હો ધરું નિશ્ચાલ ધ્યાન. મેહ મહિતલ વરસતે, નવિ જે હો સમ વિષમાં ઠામ, ગિરવા સહજે ગુણ કરે, સ્વામી ! સારો હો મેરા વંછિત કામ. વીર. ૧૭ તુમ નામેં સુખ સંપદા, તુમ નામે હે દુખ જાયે દૂર, તુમ નામે વંછિત ફલે, તુમ નામે હે મુઝ આનંદ પૂર.
કલશ (હરિગીતના લયમાં કલશ મૂકાય છે) ઇમ નગર જેસલમેરૂ મંડન, તીર્થકર વીસમે, શાસનાધીશ સિંહ લુંછન સેવતાં સુરતરસમો. જિનચંદ ત્રિશલા માત નંદન સલચંદ કલા નિલો,
વાચના ચાર જ સમયસુંદર સંયુષ્યો ત્રિભુવનતિ. ચાર ચરણમાં છેલ્લું ચરણ સાધારણુ–સામાન્ય એક જાતનું આવે એવું-ભુજંગી; કે એવી જાતના છેદ વાળું કાવ્ય તેને સામાન્ય રીતે “છંદ” એ નામ જૈનમાં અપાયું છે. આ “છંદ પાર્શ્વનાથને ૭ કડીને કવિએ કરેલો નોંધવામાં આવ્યું છે, તેનાં પ્રથમની બે કડીઓ આ છે –
આપણુ ઘર બેઠાં લીલ કરે, નિજ પુત્ર કલત્ર શું પ્રેમ ધરે, . તમેં દેશ દેશાંતર કાંઈ દે, નિત્ય પાસ જ શ્રી જિન રડે,
Aho I Shrutgyanam