________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ રે;
I
પુત્ર થકી પણ વાલો રે, નવલ જમાઈ નેહરે – માંન્યા ઇચ્છણાં માનણું રે, દેડિ દેવાલે જાય, દોડધાવ કરતા થકાં રે, કિણ મેલે પુત્રી થાય રેસમયસુંદર કહે મેં ભણી રે, એણપરે ત્રીજી ઢાલ, ગુજરાતી લોક પૂછજ રે, તે કહેશે તતકાલ.
–( દુહ નામના બીજા પ્રત્યેક બુદ્ધને રાસ) નમિરાજ ઋષિ નામના ત્રીજા પ્રત્યેક બુદ્ધના ચરિત્ર પરના રાસમાં કવિ પહેલાં સુદર્શન નામના નગરનું વર્ણન કરે છે તેને મુખ્ય ભાગ જે આગ્રા નગરમાં કવિ તે રાસ રચી રહ્યા છે તેનું જ વર્ણન કરતા હોય તેમ જણાય છે. આગ્રામાં રચના સમયે (સં. ૧૬૬૨) મહાન અખ્ખર સ્વર્ગસ્થ થયા પછી જહાંગીર બાદશાહ થયે હતે. મોગલ સલતનતને દરબારે અને તેની રાજધાની કેવી હોઈ શકે તેનું કંઈક વર્ણન સુદર્શન નગરના વર્ણનમાં કવિએ મૂકેલું છે – નગર વર્ણન
જબૂદીપ સેહામણ, ક્ષેત્ર ભરત રસાલ, દેશ અવંતી દીપ, કદી ન પડે દુષ્કાલ. નગર સુદર્શન અતિ ભલું, બહુ ઋધિ સમૃદ્ધિ, વારૂ વસે વ્યવહારીયા, દેશ દેશ પરસિદ્ધ-નગર ઉંચા મંદિર માલીયાં, ઉંચા રાજ પ્રાસાદ, દંડ ઉપર વજ લલહે, કરે સ્વર્ગ શું વાદ. અંતેશ્વર જાણે અપછરા, ઇકે મૂકી આણી, દૈત્ય થકી ડરતે થકે, નિર્ભય ઠામ જાણી. કિહાં કિણે રાજસભા જડી, મહેતા પરધાન, શેઠ સેનાપતિ સૂત્રવી, ખેજા ને ખાન. કિહાં કણે છત્ર ધરાવતી, બેઠા ભૂપોલ, હુકમ ચલાવે આપણે, માને બોલ ગોપાલ. કિડાં કણે ભૂ૫ આગળ ભલા, વઢે જેઠીમલ્સ, હુશીયાર રહે રે રામલા, વાહ વલી ગાલ કિહાં કણે શું ઉલાલતા, ઝરતાં મદવારિ, સુંદર શશિ સિંદુરીયા, ઘૂમે દરબારિ. કિહાં કણે ઘોડા જુલમતી, સેવન જડિત પલાણુ, તાજા તેજી હીંસતા, દીસે દીવાણ. કિહાં કણે વલી પાયક લડે, સામે હથિયાર, એક વાહે ઘા એકને, એક ટાલણહાર. કિહાં કણે ઘડીયાલાં ઘડી, વારે વારંવાર, કાલ જણાવે લોકને, રહેજે હશિયાર. કિહાં કણે વલી નાબત તણું, વાજે નીશાણ, જાગેરે જાગો ધર્મ કરો, લોકને કરે જાણ. કિહાં કણે કનક રૂપ તણી, પડે તિહાં ટંકશાલ, ગંજ ખજાના ઉપર રહે, બહુત રખવાલ. કિહાં કણે બેઠા ચઉતરે, કાછ કોટવાલ, ઝગડે ભારે લેકને, ન લીધે લાંચ વિચાલ. કિહાં કણે દેશી કાપડી, વેચે પટકૂલ, જેમ તેમ સાટું મેલવે, દલાલ વાતુલ. કિહાં કણે બેઠા જવહરી, જવાહર લેઈ જય, મેતી ભાણુક લાલડે, લાભ પામે સેય. કિહાં કણે માંડયાં કંઇઍ, સુખડી બહુ હાટ, ગુંદવડાં પેડા ભલા, દીઠે ગલે દાઢ. કિહાં કણે સખરા સુરહીએ, ચૂઆ ચંપેલ, મહમહતા માંડ્યાં ઘણાં, મોઘરેલ ફૂલેલ. ક્રિહાં ઘંટા રણકે દેહરે, જિનબિંબ વિચિત્ર, શ્રાવક સ્નાત્ર પૂજા કરે, કરે જન્મ પવિત્ર. કિહાં વલી સાધુને સાધવી, બેઠાં પિશાલ, ઘે ભવિયણને દેશના, વાંચે સૂત્ર રસાલ. કિહાં ભલે આંક ભણે ઘણા, નીશાલે બાલ, છઠુ બાર મુખેં કહી, ઘડે દે તતકાલ,
Aho ! Shrutgyanam