________________
અંક ૩, ]
કવિવર સમય સુંદર
૪૭
કિહાં કાછ મુલ્લાં પઢે, કિતાબ કુરાણ, કિહાં વલી બ્રાહ્મણ વેદીયા, ભણે વેદ પુરાણું. કિહાં બજાર બાજી પડે, કિહાં ગીતને ગાન, કિહાં પવાડા ગાઇયે, કિહાં દીજે દાન કિહાં વલી નગરની નાયકા, બૈઠી આવાસ, હાવ ભાવ વિભ્રમ કરી, પાડે નર પાસ. કિહાં વલી મોતી પ્રાઈયે, કિહાં ફિટિકની માલ, કિહાં પરવાલાં કાઢીયેં, હીંગલો હરિયાલ. કિહાં ધાનના ઢગ માંડીયા, કિહાં ખડના ગંજ, કિહાં ઘી તેલ ફૂડ ભર્યા, કિહાં કાઇના પુજ. ચકરાશી ચઉટા ભલા, ભલી પિલ પ્રાકાર, ભલી બાજાર ત્રિપેલિયા, ભલા સકલ પ્રકાર નગર સુદર્શન વર્ણના, એ પહેલી ઢાલ, સમયસુંદર કહે હવે કહે, તિહાં કણ ભૂપાલ.
આમાં ખોજા, ખાન, કાજે, કેટવાલ, જવેરી, ટંકશાલ, ઘડિયાલ, સરૈયા (અત્તરવાળા), મુલ્લા-કુરાન, નાયિકા વગેરેને સ્થાન આપ્યું છે, તેમ જ ભૂપાલ પણ જહાંગીરી હુકમ વાળા (હુકમ ચલાવે આપણે માને બાલ ગોપાલ) વર્ણવ્યું છે એટલું જ નહિ પણ જેને મલ્લુબાજ, પટ્ટાબાજી, હાથીને ઘેડાના ખેલે પસંદ છે એવું જણાવ્યું છે તે જહાંગીર બાદશાહને લાગુ પડે છે. મોટી ઘડિયાલ અકબર બાદશાહના વખતમાં દાખલ થઈ હતી તેને પણ ઉલ્લેખ કર્યો છે.
ચંપક શ્રેષ્ઠીની ચેપ સં. ૧૬૯૫ માં કવિએ રચી તેમાં કથા પ્રસંગમાં દુકાલનું વર્ણન કરતાં કવિ પિતાના સમયમાં સં. ૧૬૮૭ માં પડેલા દુકાળનું વર્ણન ટાંકે છે -
૩ દુકાળનું વર્ણન તિણિ દેસઈ હિવ એકદા, પાપી પડ્યઉ દુકાલ, બાલ વરસ સીમ બાપડા, કીધા લોક કરાલ. વલિ મત પડજો એહવ૬, કાલ મહા વિકરાલ, જિણિ વિછોડયા માબાપ સુત, ભાગા સબલ ભૂપાલ. ખાતાં અન્ન ખૂટી ગયા, કીજઈ કુણ પ્રકાર, ભુખ સગી નહી કેહની, પેટ કરાઈ પોકાર. સગપણ કેઈ ગિgઈ નહી, મિત્રાઈ ગઈ ભૂલ, કો કદાવિ માંગઈ કદ, તઉ માથઈ ચઢઈ સૂલ. ત્રાણ મૂંકિ વડ માણસે માંગવા માંડી ભીખ, તે પણિ કે આપઈ નહી, દુખીએ લીધી દીખ. કે બઇયર મૂકી ગયો, કે મંકી ગયા બાલ, કે માબાપ મૂકી ગયા, કુણ પડઈ જંજાલ. બાપે બેટા વેચીયા, માંટી વેચી બયર, બારે માટી મૂકીયા, અન્ન ન ઘઈ એ બયર. પરદેશ ગયા પાધરા, સાંભલ્યઉ જેથિ સુગાલ, માણસ સંબલ વિણ મૂઆ, મારગમાંહિ વિચાલ. ગઉખે બઈઠે ગોરડી, વીંઝણે ઢોલતિ વાય, પિટાઈ કાન્તિ પદામિની, યાચઈ પરધરિ જાઈ. ભેજન અમૃત જમતા, ખાતા દ્વાખ અડ, કાંટી ખાઈ કોરડી, કે ખેજડનાં છોડ. જતીમાં દેખી જમતા, ઉભા રહતા આહિ, તે ત૬ ભાવ તિહાં રહ્યા, જિમતાં જઈ કમાડ. દેવ ન પૂજઈ દેહરઈ, પડિકમઈ નહી પિસાલ, સિથિલ થયા શ્રાવક સ૬, જતી પડયા જંજાલ. રડવડતા ગણિ એ મુઆ, મડા પડ્યા ઠામિ ઠામિ, ગલીમાંહિ થઈ ગંદગી, ધઈ કુણુ નાખણ દામ, સંવત સેલ સત્યાસિયઈ, તે દીઠઈ એ દીઠ, હિચ પરમેસર એહનઈ, અલગઈ કરે અદીઠ. હાહાકાર સબલઉ દૂધ, દસઈ ન કે દાતાર, તિણ વેલા ઊઠયઉ તિહાં, કરિયા વલી ઉદ્ધાર
Aho! Shrutgyanam