________________
૩૦
જન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨;
૨૭ સુસઢ રાસ આ પ્રાપ્ત થયેલ નથી. [મૂળ આ કથા પ્રાકૃતમાં દેવેંદ્રસૂરિ કૃત પ૩૭ ગાથામાં અને બીજી પ્રાકૃતમાં ૩૫૦ ગાથા. જૈન ગ્રંથાવલિમાં સેંધાયેલ છે.]
૨૮ પુયાહય રાસ (ડહેલા અપાસરે તથા રત્નવિજ્યજીને ભંડાર. અમદાવાદ) ૨૯ પુંજા ઋષિને રાસ.
નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલિમાં થએલા એક મુનિના તપનું વર્ણન કરવા સમયસુંદર ઉપાધ્યાયે આ રાસ કરેલે જણાવ્યું છે. પાર્ધચંદ્રસૂરિ સંતાનય વિમલચંદ્રસૂરિ થયા તેની પાસે પુજા મુનિએ રાજનગરમાં વિ. સં. ૧૬૯૦ માં અષાઢ શુદિ ૯ ને દિને દીક્ષા લીધી, અને ત્યાર પછી ઉગ્ર તપ ક્રિયા કરી ૧૨૩૨૨ (૩) ઉપવાસ કર્યો અને બીજા અનેક તપ કર્યા. આ સર્વ તપની સંખ્યા વગેરે ઉક્ત રાસમાં આપી છે.
આ સિવાય કવિએ અનેક સ્વાધ્યાયે (સઝાયે, સ્તવને, પદ વગેરે ટુંકી કવિતાઓ રચેલી છે – સઝાયો–મહાસતી યા મહાપુરૂષ પર લખેલી, અને બીજી વૈરાગ્યપદેશક
સઝા એમ બે પ્રકારે છે. (૧) રાજુલ પર સઝાય. (પ્રથમ ચરણ–રાજુલ ચાલી રંગ શું ૨)
ગજસુકુમાલ સવ (નયરી દ્વારામતિ જાણિયેજી) અનાથી મુનિ સ૦ (શ્રેણિક રવાડી ચડ) બાહુબલિ સ૦ (રાજતણ અતિ લેભિયા...વીરા મ્હારા ગજથકી ઉતર) ચેલણ સવ (વીર વાદી વલતાં થકાંજી...વરે વખાણી રાણી ચેલણાજી) અરણુક મુનિ સવ-(અરણિક મુનિવર ચાલ્યો ગોચરી) કરકડું સહ-(ચંપા નગરી અતિ ભલી, હું વારી લાલ) નમિરાજષિ સ. પ્રસન્નચંદ રાજષિ સ0. સ્થલભદ્ર સ0 મેઘરથ રાય સ૦-દશમે ભવે શ્રી શાંતિજી, મેઘરથ જીવડે રાય-રૂડારાજા....ધન્ય
ધન્ય મેઘરથ રાયજી, જીવદયા ગુણખાણું). શાલિભદ્ર સ૮ (પ્રથમ ગોવાળિયા તણે ભવેછ, દીધું મુનિવર દાન...) ભૂદેવ-નાગિલાની સ૦ (અર્ધ મંડિત ગોરી નાગલા રે–આ દેશી વિનય વિજ્ય
અને યશવિજય કૃત શ્રી પાળરાસમાં લેવાઈ છે) અપ્રગટ. ધનાની સઝાય-(જગિ જીવન વીરજી, કવણ તમારે શીષ)–અપ્રકટ. (૨) નિંદા પર-(નિંદા ન કરજે કોઈની પારકી રે)
માયા પર-(માયા કારમીરે માયા કરો ચતુર સુજાણ.) દાનશીલ તપ ભાવ પર-(રે જીવ જિન ધર્મ કીજીએ.)
Aho Shrutgyanam