________________
અંક ૪]
વિશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક
તેઓ સાંભળીને માત્ર તેની સામે હસી રહ્યા. બીજે દિવસે એકાએક એક ભયંકર વટેળીયો થયો જેના લીધે જમીન પરની બધી ગંદી ધૂળ આકાશમાં ઉડી ગઈ અને બદલામાં આકાશમાંથી અનેક પ્રકારના મૂલ્યવાન પદાર્થો નીચે પડયા. આથી કે, તે માણસની ઉલટી ખૂબ નિંદા કરવા લાગ્યા.
પરંતુ તે માણસને તે ભવિષ્યના બનાવની ચોક્કસ ખાત્રી હોવાથી તેણે શહેર બહાર નિકળી જવા માટે જમીનમાં એક માર્ગ બનાવ્યું અને તેમાં જઈ તે છુપાઈ રહ્યો. સાતમે દિવસે સંધ્યા કાળ થતાં ત્યાં રેતી અને ધૂળની ભયંકર વૃષ્ટિ થઈ જેથી તે આખું નગર દટાઈ ગયું. પછી તે માણસ જમીનમાં બેદેલી સુરંગમાંથી બહાર નીકળી પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યું અને આ પિમા શહેરમાં આવીને મુકામ કર્યો. એ માણસ અહીં આવ્યું કે તરત જ તે મૂર્તિ પણ અહીં આવીને પ્રકટ થઈ. માણસે તેની અહીં પણ પૂજા કરી અને ત્યારબાદ તે અહીં જ રહી ગયે. જૂના ગ્રંથમાં એમ કહેલું કે “જ્યારે શાક્યધર્મને અંત આવશે ત્યારે આ પ્રતિમા પાછી નાગલોકમાં ચાલી જશે. હ–જો–લેકિઅ શહેરની જગ્યાએ આજે એક મેટ રેતીને ટેકરે થઈ રહેલ છે. ” (બલનું ઉપરક્ત પુસ્તક, ભાગ ૨, પાન ૩૨૪.)
યવનચંગ અને દિવ્યાવદાન. યવનચંગે આપેલી ઉપરોક્ત હકીકતનું મૂળ શું હશે તે કાંઈ હજી જાણવામાં આવ્યું નથી, પણ એને મળતી કેટલીક હકીકત દિવ્યાવદાનમાં મારા જેવામાં આવી છે. દિવ્યાવદાનમાંની હકીકતને કેટલાક ભાગ થવનચંગની હકીકત સાથે મળીને જોઈને તે મને આશ્ચર્ય થયું જ, પણ એ કરતાંયે વધારે આશ્ચર્ય એ જાણીને થયું કે યવનચંગ અને દિવ્યાવદાનમાંની–બંને હકીકત ભેગી મળીને ઉપરોક્ત ઉદાયનવાળી જૈન હકીકત સાથે પણ કેટલેક અંશે, એક થઈ જાય છે. દિવ્યાવદાનમાં રુદ્રાયણાવદાન નામનું એક પ્રકરણ છે જેને ટુંક સાર આ પ્રમાણે છે – - જે વખતે ભગવાન બુદ્ધ રાજગૃહમાં રાજા બિંબિસારના વખતમાં રહેતા હતા તે વખતે, બે મહા નગરે કહેવાતાં હતાં એક પાટલીપુત્ર અને બીજું રેસ્ક. રેક નગરમાં રુદ્રાયણ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રપ્રભા નામે દેવી (રાણ), શિખંડી નામે કુમાર, તથા હિરુ અને ભિ નામના બે મુખ્ય મંત્રિઓ હતા. રાજગૃહમાં રાજા બિંબિસાર રાજ્ય કરતા હતા અને તેને વૈદેહી મહાદેવી, અજાશત્રુ કુમાર અને વર્ષાકાર નામે બ્રાહ્મણ મુખ્ય મંત્રી હતા. એક વખતે રાજગૃહના કેટલાક વ્યાપારિઓ રૂક નગરમાં ગયા અને તેઓ ત્યાંના રાજા રુદ્રાયણને મળ્યા. રુદ્રાયણે રાજગૃહના બિંબિસારની હકીક્ત સાંભળી તેની સાથે મિત્રતા બાંધવાના ઈરાદાથી પિતાના રાજ્યમાં જે રત્ન વિગેરે બહુમૂલ્ય પદાર્થો થતા હતા તે કેટલાક ભેટ રૂપે ત્યાં મોકલી આપ્યા. બિંબિસારે પણ તે ભેટના જવાબમાં પિતાના દેશમાં જે મૂલ્યવાન વચ્ચે તૈયાર થતાં હતાં તે કેટલાંક મેકલી
Aho! Shrutgyanam