________________
જૈન સાહિત્ય સશાધક
ખંડ
આપ્યાં. આ રીતે દિવસે દિવસે એ અને રાજાએની મિત્રાચારી વધારે દૃઢ થતી ગઇ. એક વખતે રાજા ખિખિસારે શકના એ રાજાને ધર્મમાર્ગનો પરિચય કરાવવા માટે ભગવાન બુદ્ધની એક ભવ્ય છબી તૈયાર કરાવી, તેના તરફ ઘણા માન પૂર્વક મેકલી આપી. તે છબી જોઇ સ્ત્રાયણ રાજા બહુ આશ્ચર્ય પામ્યા અને છબી લાવનાર:મનુષ્યાને, તે છબી કાની છે એ વિગેરે પ્રશ્નો પૂછી ભગવાન્ બુદ્ધના કલ્યાણકર જીવન અને ધર્મમાર્ગથી પરિચિત થયા. પછી તેની ઈચ્છા પણ એ ધર્મના અનુયાયી થઈ જવાની થઈ. ત્યાર પછી રાજા બિખિસારે એ રાજાને વિશેષ ધર્મમેધ આપવા માટે ભગવાન બુદ્ધને વિજ્ઞપ્તિ કરીને મહાકાત્યાયન નામના એક ભિક્ષુ અને શૈલા નામની એક ભિક્ષુણીને એ દેશમાં મેાકલાવ્યાં. ભિક્ષુએ રાજાને અને ભિક્ષુણીએ રાજાના અંતઃપુરમાં રહીને રાણીને ભગવાન બુદ્ધના ધર્મનો આધ આપવા માંડયેા. એ બંનેના ઉપદેશથી રાજા અને રાણીની ધર્મ પ્રતિ ઘણી પ્રીતિ થઈ.
४०
:
એ રાજા વીણા વગાડવામાં બહુ પ્રવીણ હતા અને રાણી નૃત્ય કરવામાં કુશલ હતી. એક દિવસે જ્યારે રાજા વીણા વગાડતા હતા અને રાણી નૃત્ય કરતી હતી, ત્યારે રાજાએ રાણીના મરણુકા નજીક આવ્યાનાં લક્ષણા જોયાં, તેથી તેના હૃદયમાં ધ્રાસકો પડયા અને તેના હાથમાંથી વીણા જમીન પર પડી ગઈ. આ જોઇ રાણી ચમકી અને રાજાને કહેવા લાગી કે • દેવ ! શું મ્હે ખરામ નાચ કર્યાં ? ’રાજા કહે ‘ના, એમ નથી.' પછી તેણે એ જોએલી બધી વાત કહી અને આજથી સાતમે દિવસે તારૂં મૃત્યુ થશે એમ કહ્યું. તે સાંભળીને રાણીએ કહ્યુ · દેવ ! જ્યારે એમ છે . તે પછી, જો તમે મને અનુમતિ આપે તે મારૂં કલ્યાણુ કરવા માટે હું પ્રત્રજ્યા લઈ ભિક્ષણી થઈ જાઉં. રાજાએ એવી શરતે અનુમતિ આપી કે–જો તું મરીને દૈવ થાય તે। અહીં આવીને પછી મને તારે દર્શન આપવું. રાણીએ તે વાત કબૂલ કરી અને શૈલા નામા ભિક્ષુણીની પાસે પ્રત્રજ્યા લીધી. સાતમે દિવસે તે રાણી મરણુસંજ્ઞાની ભાવના કરતી થકી મરીને ચાતુર્મહારાજિક દેવલેકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ. કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે તે પછી રાત્રે આવીને રાજાને પ્રત્યક્ષ થઈ ત્યારે રાજાએ શય્યામાં સૂતા સૂતા અને હાથો લાંબા કરી તેને આલિંગન કરવા માટે પાસે મેલાવી. દેવી કહે ‘ મહારાજ ! હું તેા અહીંથી મરીને સ્વ ́માં દેવકન્યા થઈ છે. જો તમારે મારા સમાગમ જોઇતા હોય તો તમે પણ ભગવાન્ બુદ્ધ પાસે પ્રવ્રજ્યા લેા જેથી કાળ કર્યા પછી તમે સ્વર્ગમાં ઉત્પન્ન થઇ શકશે અને મારી સાથે સમાગમ કરી શકશેા. ’ એમ કહી દેવી અંતર્ધાન થઇ. રાજાએ આખી રાત સૌંકલ્પ વિક૯૫માં વીતાડી, આખરે પ્રગયા લેવાના નિશ્ચય કીધે, અને તે પ્રમાણે પેાતાના પુત્રને શિખ'ડીને રાજ્ય ઉપર બેસાડી પોતે ત્યાંથી રાજગૃહ નગરમાં જ્યાં ભગવાન્ બુદ્ધ રહેતા હતા ત્યાં ગયા. જતી વખતે પુત્રને ધર્મનીતિપૂર્વક રાજ્યનું રક્ષણ અને પ્રજાનુ પાલન કરવા માટે એ શબ્દો કહેતા ગયા અને પેાતાના જે બે મુખ્ય મત્રિએ હતા તેમને બધી વ્યવસ્થા સાંભળવાનું સૂચન કરતે ગયા. તેણે પછી ભગવાન્ બુદ્ધ પાસે પ્રત્રજ્યા લીધી અને તે તેમના શિષ્ય બન્યા.
Aho ! Shrutgyanam