________________
૩૮
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨;
ઉઠે છે. આ મૂતિને ઉપાડી જવા માટે જુદા જુદા દેશના અનેક રાજાઓએ પિતાની શક્તિ વાપરી છે અને ઘણા માણસેએ ભેગા થઈને એને ખસેડવાનો પ્રયત્ન કર્યો છે પણ તેઓ એને જરા પણ હલાવી શક્યા નથી. તેઓ એ મૂર્તિની પ્રતિકૃતિ બનાવીને તેની પૂજા કરે છે અને તેમ કરી, મૂળ મૂતિની જ તેઓ પૂજા કરે છે એમ શ્રદ્ધા રાખે છે. (open-Beal's Buddhist Records of the Western Countries, Book I. p. 234 ) આવી જ એક મૂતિની બીજી બેંધ, એ મુસાફરે ખેતાન પ્રદેશના પિમાં શહેરના વૃત્તાતમાં લીધી છે. તે લખે છે કે-“અહીં (પિમાં શહેરમાં) ચંદનના લાકડામાંથી બનાવેલી બુદ્ધની એક ઉભી આકૃતિની મૂર્તિ છે. આ મૂતિ લગભગ ૨૦ ફીટ ઉંચી છે. આ મૂતિ ઘણું ચમત્કારિક છે અને એમાંથી તેજ સ્કુર્યા કરે છે. જેમને કઈ પણ પ્રકારનો રોગ થાય છે તેઓ આ મતિની સોનાના વરખથી પૂજા કરે છે અને તેમ કરવાથી તેઓ સાજા થઈ જાય છે–એવી અહીંના લોકેની માન્યતા છે. જે અંતઃકરણપૂર્વક આ મૂતિની પ્રાર્થના કરે છે તેમનું ઈચ્છેલું. સફળ થઈ જાય છે. અહીંના લોકો કહે છે કે, આ મૂતિ, એ જૂના જમાનામાં કે જ્યારે બુદ્ધ જીવતા હતા ત્યારે, કૌશાંબીના ઉદાયન રાજાએ બનાવી હતી; બુદ્ધ જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે એ મૂતિ પિતાની મેળે ત્યાંથી આકાશમાં ઉડીને આ રાજ્યના ઉત્તરે આવેલા, હ-લો-લા-કિ-અ નામના શહેરમાં આવીને રહી. આ નગરના લોકો શ્રીમાન અને વૈભવશાલી હતા, તેમ જ મિથ્યામતના અનુરાગી હતા. તેમને કેઈપણ બીજા પ્રકારના ધર્મને માટે માન ન હતું. જે દિવસથી એ મૂર્તિ ત્યાં આવી હતી ત્યારથી તેની દૈવી ચમત્કૃતિ પ્રકટ થવા લાગી. પણ લોકેએ તેના તરફ જરાએ આદર દેખાડે નહીં.
ત્યાર પછી એક અહેતે ત્યાં આવીને તેને નમસ્કાર કરી તેની પૂજા કરી. તે દેશના લેકે એ અહંતને આકાર અને વેશ જેઈને ભયભીત થયા અને રાજાને જઈને તરત તેની ખબર આપી. રાજાએ એવું ફર્માન કાઢયું કે એ આગંતુક મનુષ્યને રેતી અને ધૂળથી ઢાંકી દે. તેથી લેકેએ તેને તેવી રીતે હેરાન કર્યો અને કેઈએ અન્નપાણી આપ્યાં નહિ. તેની આ સ્થિતિ જોઈને એક માણસ કે જે હંમેશાં એ મૂર્તિની પૂજા કરતું હતું તેને કેધ થશે અને તેથી છાની રીતે આવી તેણે એ અહંતને ખેરાક આપે. જતી વખતે તે અહંતે એ માણસને બોલાવીને કહ્યું કે આજથી સાત દિવસ પછી અહીં, રેતી અને ધૂળની ભયંકર વૃષ્ટિ થશે જેથી આ આખું નગર દટાઈ જશે અને કેઈપણ જીવવા પામશે નહીં, એટલા માટે તારે પિતાને જીવ બચાવ હોય તે અહીંથી તરત ચાલ્યા જવું જોઈએ. ગામના લોકોએ મને જે રેતી અને ધૂળથી ઢાંકી દઈ હેરાન કર્યો, છે તેના આ ફળ મળનાર છે. આવી રીતે કહીને તે અહત્ બીજી ક્ષણે અદશ્ય થઈ ગયો. પછી તે માણસે શહેરમાં આવીને પિતાના સગા સંબંધીઓને આ વાત જણાવી પણ
આવી જાતની એ મૂર્તિની એક પ્રતિકૃતિ યવનચંગ પોતાની સાથે ચીનમાં લઈ ગયો હતો તેની નેધ પણ એ જ પુસ્તકમાં, પ્રસ્તાવના, પાન ૨૦ ઉપર કરેલી છે.
Aho ! Shrutgyanam