________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
અજાતશત્રુના આશ્રયે જઈને રહ્યું હતું. તેમ જ મહાન રાજા સાથે ઉદાયનને લડાઈને પ્રસંગ બન્યું હશે, અને તેમાં ઉદાયનને વિજય મળ્યું હશે.
એક વિલક્ષણ પરંપરા સામ્ય. જૈન ગ્રંથોમાં જેમ વિતભયના ઉદાયન સાથે ચંદનકાષ્ટની બનાવેલી જૈન મૂર્તિનો આ પ્રમાણે સંબંધ લખેલે મળી આવે છે તે જ એક સંબંધ શબીના ઉદયન સાથે બૌદ્ધ ગ્રંથમાં જોડેલે મળી આવે છે. પ્રસિદ્ધ ચીની પ્રવાસી બૌદ્ધશ્રમણ યવનચંગ (કે બહેનત્સંગ) જ્યારે હિન્દુસ્થાનમાં આવ્યું ત્યારે બૌદ્ધ લોકોમાં એ વાત ઘણી જાણીતી હોય તેમ લાગે છે. તેણે પિતાના પ્રવાસવૃત્તાંતમાં, કેશાબીનું વર્ણન લખતાં નેંધ કરી છે કે “કૌશાંબી શહેરમાં એક જૂને મહેલ છે જેની અંદર ૬૦૦ ફીટ ઉંચે માટે વિહાર છે. એ વિહારમાં ચંદનના લાકડામાંથી કેરી કાઢેલી એવી બુદ્ધની મૂતિ છે જેના ઉપર પત્થરનું છત્ર કરેલું છે. આ કૃતિ ઉદાયન રાજાની કરેલી કહેવાય છે. આ મૂતિ ઘણું ચમત્કારિક છે અને એની અંદર દૈવી તેજ રહેલું છે જે વખતે વખતે ઝબકી તારા પિતાની જે થશે.” [ ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા મારફત પ્રકટ થએલ, મહાવીરચરિત્ર ભાષાંતર, પાન ૨૬૮-ર૭ર (બીજી આવૃત્તિ).]
૧. કદાચિત, સુવર્ણગુલિકા નિમિત્તે ચંપ્રત સાથે થએલા યુદ્ધની કિંવદન્તીમાં પણ પ્રાચીનતાને પુરા હોય એમ એક બીજા સુત્રના સૂચન ઉપરથી અનુમાન થાય છે. ભગવતી જેટલા જ પ્રાચીન સત્ર નામે પ્રશ્ન વ્યાકરણમાં, એક ઠેકાણે જેમના નિમિત્તે મોટાં યુદ્ધ થયાં હતાં એવી કેટલીક સ્ત્રીઓનાં નામો ગણાવ્યાં છે જેમાં સુવર્ણજુદ્ધિા નું નામ પણ લખેલું છે. સૂત્રપાઠ આ પ્રમાણે છે –
'मेहुणमूलं च सुव्वए तत्थ तत्थ वत्तपुवा संगामा जणक्खयकरा-सीयाए, दावईए कए, रुप्पिणीए, पउमाधईए, ताराए, कंचणाए, रत्तसुभद्दाए, अहिन्नियाए, सुवन्नगुलियाए, किन्नरीए, सुरूवविज्जुमतीए, रोहिणीए य; अन्नेसु य एवमादिएसु बहवो મહિજાપણુ યુતિ કરતા સંગમા I [ આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત પ્રશ્નવ્યાકરણ સૂત્ર (અભયદેવસૂરિની ટીકા સાથે) પૂ૪ ૮૫. 3.
સ્ત્રીસંસર્ગના મૂળ પ્રાચીનકાળમાં ત્યાં ત્યાં થએલા સંગ્રામ સાંભળીએ છીએ; જેમકે સીતા અને દ્રૌપદીના માટે, તથા રુકિમણી, પદ્માવતી, તારા, કંચના, રક્તસુભદ્રા, અહિત્રિકા, સુવર્ણગુલિકા, કિન્નરી, સુરૂપ-વિદુન્મતી, રોહિણી, આદિ અને બીજી પણ અનેક સ્ત્રીઓ નિમિત્તે સંગ્રામો થએલા છે.”
I મૂળ સત્રમાં આપેલા આ ઉદાહરણેની વ્યાખ્યા સમજાવતાં ટીકાકારે સંક્ષેપમાં તે બધી કથાઓ લખી છે એ સીએના વિષયમાં બીજા બીજા ગ્રંથે પુરાણ આદિમાં પ્રસિદ્ધ છે. એમાં સવર્ણગલિકાની જે હકીકત આપી છે તે, ઉપર આપેલી હકીકતને અક્ષરે અક્ષર મળતી છે અને તેથી સાબીત થાય છે કે સુવર્ણગુલિકા નિમિત્તે ઉદાયનના ચંપ્રત સાથે થએલા સંગ્રામની પરંપરા ઘણી પ્રાચીન છે. (સૂત્રકારે ગણવેલાં સ્ત્રીઓનાં નામે માંથી અહિનિકા, કિન્નરી અને સુરૂપવિન્મતીની હકીકત ટીકાકાર અભયદેવસૂરિની જાણમાં ન આવવાથી તેમણે એમની કશી હકીકત લખી નથી, ફક્ત “ પત્તો ( અજ્ઞાત) એલીજ નોંધ કરી છે. એ ઉપરથી ટીકાકારની એકસાઈનો પુરાવો નોંધવા જેવો.)
Aho! Shrutgyanam