________________
જન સાહિત્ય સંશોધક
મૂતિ વિગેરેની હકીકત સંબધે ગમે તેમ હોય પણ એકંદરે જૈન કથા અને સૂત્રના આધારે આપણે આટલું તે માની શકિએ કે મહાવીરના સમયમાં સિંધુસીવીરમાં કઈ વીતિય કરીને નગર હતું અને ત્યાં ઉદાયન નામે રાજા રાજ્ય કરતા હતા. તેની એક સ્ત્રી પ્રભાવતી હતી જે વૈશાલીના ચેટકની પુત્રી થતી હતી. તેને અભાઈ નામે પુત્ર હતે. જેને પિતાએ ગમે તે કારણે પિતાનું રાજ્ય સંપ્યું ન હતું, અને તેટલા માટે તે ચંપામાં માંસના ખાનારા હતા તેઓ પણ તેની આજ્ઞાથી દુઃસ્વમની જેમ માંસની વાર્તા પણ ભૂલી જશે. પૂર્વે દેશની રીતિથી શ્રાવકોએ પણ જેને પૂરેપૂરું છેડયું નહોતું તેવા મને આ નિર્દોષ રાજા સર્વત્ર છોડાવી દેશે. તે રાજા આ પૃથ્વી પર મધને એવું રૂંધી દેશે કે જેથી કુંભકાર પણ મધનાં પાત્રને ઘડવાં છેડી દેશે. મધપાનના વ્યસનથી જેમની સંપત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા પુરુષોએ મહારાજની આજ્ઞાથી મને છોડી દેવા વડે સંપત્તિવાન થશે. પૂર્વે નળ વગેરે રાજાઓએ પણ જે ધુતક્રીડાને છોડી નથી, તે યુતનું નામ પણ શત્રના નામની જેમ તે ઉમૂલન કરી દેશે. તેનું ઉદયવાળું શાસન ચાલતાં આ પૃથ્વી પર પારેવાની પણ ક્રીડા અને કુકડાનાં યુદ્ધ પણ થશે નહિ. નિ:સીમ વૈભવવાળે તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામે જિનમંદિર કરાવવાથી બધી પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરશે, અને સમુદ્રપર્ધત પ્રત્યેક માગે તથા પ્રત્યેક નગરે અહંત પ્રતિમાની રથયાત્રાને મહોત્સવ કરાવશે. દ્રવ્યના પુષ્કળ દાન વડે જગતને ઋણમુક્ત કરીને તે રાજા આ પૃથ્વી ઉપર પિતાને સંવત્સર ચલાવશે.
આવો મહાન પ્રતાપી કુમારપાળ રાજા એક વખતે કથાપ્રસંગમાં ગુરુમુખથી કપિલમુનિએ પ્રતિષ્ઠિત કરેલી અને રજમાં ગુપ્ત થયેલી તે પ્રતિમાની વાત સાંભળશે, જેથી તત્કાળ તે ધૂળિનું સ્થાન ખોદાવી એ વિશ્વપાવની પ્રતિમાને બહાર કાઢી લઈ આવવાનો મનોરથ કરશે. તે વખતે મનને ઉત્સાહ અને બીજા શુભ નિમિત્તે વડે એ રાજા પ્રતિમાને હસ્તગામી થવાનો સંભવ માનશે. પછી ગુરુની આજ્ઞા લઇ યોગ્ય પુરુષોની રોજના કરીને વીતભય નગરના તે સ્થળને ખેદાવવાનો આરંભ કરશે. તે વખતે પરમ અહંત એવા તે રાજાના સવથી શાસનદેવતા ત્યાં આવીને સાન્નિધ્ય કરશે. કુમારપાળ રાજાના ઘણું પુણ્યથી ખોદાવવા માંડેલા સ્થળમાં જ તત્કાળ તે પ્રતિમા પ્રકટ થશે. રાજાએ નીમેલા પુરુષો પ્રાપ્ત થયેલી તે પ્રતિમાને નવીન હોય તેમ યથાવિધિ પૂજા કરીને રથમાં બેસારશે. માર્ગમાં તેની અનેક પ્રકારે પૂજા થશે, તેની પાસે અહારાત્રિ સંગીત થયા કરશે, તેની સમીપે ગામડાની સ્ત્રીએ તાળીઓ દઈને રાસડા લેશે, પંચશબ્દ વાજીંત્રો હર્ષ પૂર્વક વાગશે, અને તેની બન્ને બાજુ ચામરો વજાતા જશે. એવી રીતે મેટી ધામધુમ સાથે એ પ્રતિમાને રક્ષકજને પાટણના સીમાડામાં લાવશે. તે હકીકત સાંભળીને અંતઃપુર પરિવાર સહિત ચતુરંગ સેનાથી પરવરે કુમારપાળ રાજા સર્વ સંધની સાથે તે પ્રતિમાની સામે જશે. ત્યાં જઈ તે પ્રતિમાને પિતાને હાથે રથમાંથી ઉતારી હાથી ઉપર બેસારીને મોટા ઉત્સવ સાથે પોતાના નગરમાં પ્રવેશ કરાવશે. અને પોતાના રાજભવનની પાસેના કીડા ભવનમાં રાખીને તેની વિધિપૂર્વક ત્રિકાળ પૂજા કરશે. પછી તે પ્રતિમાને અર્થે ઉદાયન રાજાએ જે આજ્ઞા લેખ લખી
| હતો, તે વાંચીને કમારપાળ તેને પ્રમાણ કરશે. નિષ્કપટી કુમારપાળ રાજા તે પ્રતિમાને સ્થાપન કરવા માટે એક સ્ફટિકમય પ્રાસાદ કરાવશે. જાણે અષ્ટાપદ પર રહેલા પ્રાસાદનો યુવરાજ હોય તે તે પ્રાસાદ જોવાથી જગતને વિસ્મય પમાડશે. પછી તે પ્રાસાદમાં તે પ્રતિમાનું સ્થાપન કરશે- એ પ્રમાણે
સ્થાપિત કરેલી તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળ રાજા પ્રતિદિન પ્રતાપ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણમાં વૃદ્ધિ પામ્યા કરશે. હે અભયકુમાર ! દેવ અને ગુની ભક્તિ વડે એ કુમારપાળ રાજા આ ભારતવર્ષમાં
Aho I Shrutgyanam