________________
જૈન સાહિત્ય સંશાધક
[ખંડ ૨; [કેટલાક દેશે અને કેટલીક જાતેમાં મામાની કન્યા ઉપર ભાણેજને પ્રથમ હકક હોય એમ પ્રચલિત રીવાજ અને જૂનાં પ્રમાણે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. મહારાષ્ટ્રમાંની મરાઠા જાતિમાં ખાસ કરીને આજે પણ એ રીવાજ ચાલુ છે. આવશ્યક સૂત્રની ટીકામાં હરિભદ્રસૂરિએ એક ઠેકાણે “દેશકથા” નું વર્ણન કરતાં જૂની ગાથા ઉતારી છે જેમાં જણાવ્યું છે કે દેશ દેશના રીત રીવાજો જુદા જુદા હે કે દેશમાં જ્યારે એક વસ્તુ ગમ્ય કે સ્વીકાર્ય હોય છે ત્યારે બીજા દેશમાં તે જ બાબત અગમ્ય કે અસ્વીકાર્ય હોય છે. ઉદાહરણ્યાર્થ-જેમ અંગ અને લાટ દેશના લોકોને માતુલદુહિતા એટલે મામાની છોકરી ગમ્ય હોય છે ત્યારે ગડ દેશના લોકો માટે તે ભગિની હેઈ અગમ્ય છે. ગાથા આ પ્રમાણે–
छंदो गम्मागम्मं जह माउलदुहियमंग-लाडाणं ।
अण्णेसिं सा भगिणी गोलाइणं अगम्मा उ ॥ જેમ મહાવીરની મામાની પુત્રીએ પિતાની ફઈના પુત્ર નન્દિવર્ધન સાથે લગ્ન કર્યા હતાં તેમ ખુદ મહાવીરની પુત્રી પ્રિયદર્શીનાનાં લગ્ન પણ તેની સગી ફઈ સુદર્શનાના પુત્ર જમાલિ નામના ક્ષત્રિય કુમાર સાથે થયાં હતાં જેને ઉલ્લેખ ઘણું પ્રાચીન અર્વાચીન ગ્રંથમાં થએલે છે. આવશ્યક સૂત્રના ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિમાં પણ એ બાબતની સ્પષ્ટ નેધ છે. યથા–
कुण्डपुरनगरं तत्थ जमाली सामिस्स भाइणिज्जो...तस्स भन्जा सामिस्स दुहिता । (હરિભદ્ર કૃત આવશ્યક સૂત્ર ટીકા, પૃષ્ઠ, ૩૧૨)]. ૨. ભારતનાં બીજા કેટલાંક પ્રધાન રાજયો સાથે ચેટકનો કેટુંબિક સંબધ.
ઉપરના ભાગમાં જણાવ્યા પ્રમાણે ચેટકને એકંદર સાત પુત્રીઓ હતી જેમાં એક તે કુમારિકા જ રહી હતી અને બાકીની છનાં, ભારતના તે વખતના જુદા જુદા નામાંકિત રાજાઓ સાથે લગ્ન થયાં હતાં. એ પુત્રીઓ અને જેમની સાથે તેમનાં લગ્ન થયાં તે રાજાઓ વિગેરેને ટુંક ઉલ્લેખ આવશ્યક ચૂણિમાં નીચે પ્રમાણે કરેલ છે.
एतो य वेसालीए नगरीए चेडओ राया हेहयकुलसभंतो । तस्स देवीणं अण्णमrrrr સત્ત ધૂતા જમાવતી, v૩માવતી, ઉમરાવતી, સિથા, , સુદા, જે ઉત્તા सो चेडओ सावओ परवीवाहकरणस्स पञ्चक्खातं । धूताओ ण देति कस्स त्ति । ताओ माति मिस्सगाओ रायं आपुच्छित्ता अण्णेसिं अच्छितकाणं सरिसगाणं देन्ति । पभावती वीतिभए उहायणस्स दिण्णा, पउमावती चंपाए दहिवाहणस्स, मिगावती कोसंबीए सताणियस्स, सिवा उजेणीए पजीतस्स, जेट्ठा कुंडग्गामे वद्धमाणसामिणो जेटस्स नन्दि वद्धणस्स दिण्णा । सुजेट्ठा चेल्लणा य देवकारिओ अच्छति । - અર્થાત્ વૈશાલી નગરીમાં હૈહયવંશમાં જન્મેલે ચેડગ (ચેટક) નામે રાજા તેને
૧ થોડા અક્ષરોના ફેરફાર સાથે અને આ જ ઉલ્લેખ હરિભદ્રવાળી આવશયક ટીકામાં પણ આ વેલો છે. જુઓ આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત એ ટીકા, પૂ૪ ૬૭૬-૭.
Aho! Shrutgyanam