________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
૨૫
શ્રમણ ભગવાન મહાવીરની માતા–જેનું વાસિષ્ઠ ગોત્ર હતું, તેનાં ત્રણ નામ હતાં એમ કહેવાય છે. જેમ કે ૧ ત્રિશલા, ૨ વિદેહદિન્ના, અને ૩ પ્રિયકારિણી.” “વિદેહદિન્ના” ના વ્યુત્પત્યર્થ ઉપરથી જણાય છે કે તેને જન્મ વિદેહના રાજકુળમાં થયું હતું. માતાના આ કુળ સૂચક નામ ઉપરથી મહાવીરનું પણ એક નામ વૈદેહદિન હતું જેને ઉલ્લેખ આચારાંગ સૂત્રમાં ઉપર્યુકત સૂત્ર પછી તરત જ કરવામાં આવેલ છે. જેમકે – __समणे भगवं महावीरे नाए नायपुत्ते नायकुलनिव्वत्ते चिदेहे विदेहदिन्ने विदेहને વિક્રમા, (પૃ. ૪૨૨ )
આ બંને અવતરણે કલ્પસૂત્રમાં પણ અવિકલરૂપે ઉદ્ધત થએલાં છે. ત્યાં ટીકાકારે વિવેની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ વિઢિના ત્રિશા તસ્ય સાચે વૈઢિન્ના આગળ ઉપર આપણે જોઈશું કે વૈશાલી એ એક વિદેહને જ ભાગ હતો અને તેથી ચેટકનું ઘરાણું વિદેહ રાજકુળ તરીકે લેખાય એ સ્પષ્ટ જ છે. આ રીતે મહાવીરની માતા ત્રિશલા વિદેહ રાજકુળના ચેટકની બહેન થતી હતી તે ઉક્ત આવશ્યકચૂણિ અને આચારાંગના ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે.
ત્રિશલાના મોટા પુત્ર અને મહાવીરના મોટા ભાઈ નંદિવર્ધનની સ્ત્રી ચેટકની પુત્રી થતી હતી તેને એક ઉલ્લેખ તો ઉપર આવી ગયો છે. બીજો ઉલ્લેખ પણ એ જ આવશ્યકચૂણિમાં આગળ ઉપર થએલે છે જેમાં ચેટકની કઈ પુત્રીએ કોની સાથે લગ્ન કર્યા તેની નેંધ લેવામાં આવી છે. એ નોંધ પ્રમાણે ચેટકને એકંદર સાત પુત્રીઓ હતી જેમાંથી છનાં લગ્ન થયાં હતાં અને એક કુમારિકા જ રહી હતી. એ સાત પુત્રીઓમાંથી પાંચમી પુત્રી જેનું નામ કા હતું તેનું લગ્ન નન્દિવર્ધન સાથે થયું હતું. ઉલ્લેખ આ પ્રમાણે છેઃ
'जेट्ठा कुंडग्गामे वद्ध माणसामिणो जेट्ठस्स नन्दिवद्धणस्स दिन्ना'
ષ્ઠા [ નામે કન્યા] કુંડગ્રામમાં વિદ્ધમાન (મહાવીરનું મૂળ નામ) સ્વામિના જ્યેષ્ઠ [ બંધુ ] નન્દિવર્ધનને આપી હતી.” આ ઉલ્લેખ આચાર્ય હેમચંદ્ર પિતાના મહાવીરચરિત્રમાં પણ કરે છે -
कुण्डग्रामाधिनाथस्य नन्दिवर्धनभूभुजः । .
श्रीवीरनाथज्येष्ठस्य, ज्येष्ठा दत्ता यथारुचि ॥ શ્રી મહાવીરના મેટા ભાઈનું નામ નન્દિવર્ધન હતું તેને સ્પષ્ટ ઉલ્લેખ તે આચારાંગ અને કલ્પસૂત્ર-એમ બંને મૂળ સૂત્રમાં આવેલ છે, થા __समणस्स णं मगवओ महावीरस्स जिढे भाया नंदिवद्धणे कासवगुत्तेणं । ( आचारांग પૃ૦ ૪૨૨, કલ્પસૂત્રમાં પણ આ જે પાઠ છે.)
૧. ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ છપાવેલ ‘ત્રિપછીરાલાકાપુરુષચરિત્રના ૧૦ પર્વનું - પૃષ્ઠ ૭૭.
Aho! Shrutgyanam