________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
२७
જુદી જુદી રાણીઓથી સાત પુત્રીએ થઈઃ-૧ પ્રભાવતી, ૨ પદ્માવતી, ૩ મૃગાવતી, ૪ શિવા, ૫ જ્યેષ્ઠા, ૬ સુજ્યેષ્ઠા, અને ૭ ચેક્ષણા. તે ચેટગ શ્રાવક હાવાથી તેણે કેાઇનાં પણ લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધેલી હતી, તેથી તે પેાતાની પુત્રીઓનાં લગ્ન નથી કરતા, આથી તે પુત્રીઓની માતાએ રાજાની સંમતિ મેળવી પેાતાને ઇચ્છિત અને પુત્રીને સદશ એવા રાજાઓને તે કન્યાએ આપી. જેમાં 1 પ્રભાવતી વીતિભયના ઉદ્યાયનને, ૨ પદ્માવતી ચપાના દિર્ધવાહનને, ૩ મૃગાવતી કૈાશાંખીના શતાનીકને, ૪ શિવા ઉજ્જયિનીના પ્રઘાતને, અને પ જ્યેષ્ડા કુડગામમાં વર્ધમાન સ્વામિના મેાટા ભાઈ નવિનને પરણાવી હતા. સુજ્યેષ્ઠા અને ચેક્ષણા [ત્યાં સુધી ] કુમારિકા જ હતી. ' આની આ જ હકીકત આચાર્ય હેમચ'દ્રે પણ મહાવીર ચરિત્રમાં, પેાતાના શબ્દોમાં આ પ્રમાણે નોંધી છે
इतश्च वसुधाषध्वा मौलिमाणिक्यसन्निभा । वैशालीति श्रीविशाला नगर्यस्त्यगरीयसी ॥ आखंडल इवाखण्डशासनः पृथिवीपतिः । चेटीकृतारिभूपालस्तत्र चेटक इत्यभूत् ॥ पृथग्राज्ञीभवास्तस्य बभूवुः सप्त कन्यकाः । सप्तानामपि तद्राज्यांगानां सप्तेव देवताः ॥ प्रभावती पद्मावती मृगावती शिवापि च । ज्येष्ठा तथैव सुज्येष्ठा चिल्लणा चेति ताः क्रमात् ॥ चेटकस्तु श्रावकोऽन्यविवाहनियमं वहन् । ददौ कन्या न कस्मैचिदुदासीन इव स्थितः ॥ तन्मातर उदासीनमपि ह्यापृच्छ्य चेटकम् | वराणामनुरूपाणां प्रददुः पञ्च कन्यकाः ॥ प्रभावती वीतभयेश्वरोदायनभूपतेः । पद्मावती तु चंपेशदधिवाहनभूभुजः ॥ कौशाम्बीशशतानीकनृपस्य तु मृगावती । शिवा तूजयिनीशस्य प्रद्योतपृथिवीपतेः ॥ कुण्डग्रामाधिनाथस्य नन्दिवर्धनभूभुजः । श्रीवीरनाथज्येष्ठस्य ज्येष्ठा दत्ता यथारुचि ॥ सुज्येष्ठा चिल्लणा चापि कुमार्यावेव तस्थतुः ॥ रूपश्रियोपमाभूते ते द्वे एव परस्परम् ||१
આ છેલ્લી અન્ને પુત્રીઓ જે કુમારિકા રહેલી છે તેમાંથી ચેલા મગધના રાજા શ્રેણિક સાથે કેમ પરણે છે અને સુજ્યેષ્ટા કુમારિકાવસ્થામાં જ જૈન ભિક્ષુણી કેમ થઈ જાય છે તેની હકીકત આગળ ઉપર જોઇશું. એ પહેલાં પાંચે પરિણીત પુત્રીઓના વિષયમાં જરા વધારે વિસ્તારથી તપાસ કરએ. આ પાંચમાંથીયે વયથી કનિષ્ઠા પણ નામથી જ્યે
૧ મહાવીરચરિત્ર, પૃષ્ઠ-૭૭,
Aho ! Shrutgyanam