________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
ચૌધેય, ઐસ, લિચ્છવી, પરિવ્રાજક, વાકાટક, મૌખરી, મિત્રક, ગુહિલ, ચાવડા, ચાલુક્ય, પ્રતિહાર, પરમાર, ચાહમાન, રાષ્ટ્રકૂટ, કચ્છવાહા, તોમર, કલચૂરી, વૈકુટક, ચદેલા, યાદવ, ગુર્જર, મિહિર, પાલ, સેન, પલ્લવ, ચેલ, કદંબ, શિલાર, સેંદ્રક, કાકતીય, નાગ, નિકુંભ, બાણ, મત્સ્ય, શાલંકાયન, શૈલ, મૂષક આદિ અનેક પ્રાચીન રાજવંશે કે જેમના વિષયમાં એક અક્ષર જેટલું પણ આપણે જાણતા ન હતા તેમના વિસ્તૃત ઈતિહાસ જાણવામાં આવ્યા છે. અનેક જાતિ, ધર્મ, સંપ્રદાય, ધર્માચાર્ય, વિદ્વાન, ધનવાન, દાની અને વીર પુરૂષના વૃત્તાન્તને પરિચય થયો છે; અને અસંખ્ય પ્રાચીન નગર, મંદિર, સ્તૂપ, અને જળાશયેની હકીકત મળી છે. સો વર્ષ પહેલાં આપણે આમાંનું કંઈ પણ જાણતા ન હતા.
આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય એમ છે કે પુરાતત્ત્વના સંશોધનનું કેટલું બધું મહત્ત્વ છે. તે દેશના ઇતિહાસને શુદ્ધ અને સંપૂર્ણ બનાવે છે. તેનાથી પ્રજાના ભૂતકાળનું યથાર્થ જ્ઞાન થાય છે; અને ભવિષ્યકાળમાં કયે માર્ગે જવું તેનું ખરું સૂચન મળે છે.
- વિદ્વાનોનો અભિપ્રાય છે કે પુરાતત્ત્વ સંબંધી જે કામ અદ્યાપિ થયું છે તે ભાર તવર્ષની વિશાળતા અને વિવિધતા તરફ લક્ષ્ય કરતાં હજી બાળપોથીનું પહેલું જ પાનું ઉઘાડવામાં આવ્યું છે એમ કહેવામાં કોઈ પણ જાતની અત્યુક્તિ થતી નથી. આ દેશમાં એટલી બધી વસ્તુઓ છુપાયેલી, દટાયલી, વાયલી પડી છે કે જ્યારે સેંકડો વિદ્વાને સિકાઓ સુધી પરિશ્રમ કર્યા કરશે ત્યારે જ તેમને પ્રકાશમાં લાવી શકશે.
ભારતના રાષ્ટ્રીય જીવનના નવીન ઈતિહાસ માટે બંધાયેલા કેરા પુસ્તકમાં “ નમઃ” લખવાનું મોટું માન ગૂજરાતને મળે એ ઈશ્વરીય સંકેત દેખાય છે. તેથી રાષ્ટ્રીય ઇતિહાસના દરેક અધ્યાયમાં ગુજરાતને આદિ ઉલ્લેખ આવે એમ જે આપણે ઈચ્છીએ તે દરેક વિષયમાં આપણે પ્રગતિ કરવી જોઈએ; અને એવા જ કઈ અજ્ઞાત સંકેતથી આપણે રાષ્ટ્રીય શિક્ષણ મંદિરની સાથે પુરાતત્વ મંદિરની પણ સ્થાપના કરી છે. એને સફળ બનાવવાનું લક્ષ્ય આપણુ દરેક વિદ્યાર્થીમાં પ્રભુ ઉત્પન્ન કરે એમ ઈછી હું મારું વ્યાખ્યાન સમાપ્ત કરું છું.
પુરાતત્વ મંદિર ગ્રંથાવલીમાં પ્રકટ થએલ “ આયવિદ્યા વ્યાખ્યાનમાળા” નામના પુસ્તકમાંથી આ વ્યાખ્યાન અત્રે ઉલ્ફત કરવામાં આવ્યું છે.
Aho ! Shrutgyanam