________________
અર્ક ૪ ]
વૈશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક
વૈશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક.
૨૩
333
—
જૈન સાહિત્યમાં વૈશાલીના રાજા ચેટક ઘણી રીતે પ્રસિદ્ધ છે. શ્રમણ ભગવાન્ મહાવીરે પ્રચારેલા ધર્મના એક મહાન્ ઉપાસક તરીકે તે તેની ખ્યાતિ છે જ, પરંતુ ખીજી રીતે વ્યાવહારિક પ્રસંગેાથી પણ તેની તેટલી જ પ્રસિધ્ધિ છે. એ પ્રસિદ્ધિનુ પહેલુ કારણ તા એ છે કે જૈન ધર્મના છેલ્લા તીર્થંકર નિગ્રન્થ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરના ઘરાણા સાથે તેને એવડા સંબધ હતા. શ્રી મહાવીરની માતા ત્રિશલા ક્ષત્રિયાણી એ ચેટકની સગી મ્હેન થતી હતી અને એ ત્રિશાલાના મેાટા પુત્ર અને મહાવીરના મેાટા ભાઈ નન્દ્રિવર્ધન સાથે એની વચલી પુત્રી નામે જેષ્ઠાએ લગ્ન કર્યા હતાં. બીજું કારણ, જેવી રીતે મહાવીરના ઘરાણા સાથે એને કૌટુંબિક સંબંધ હતા તેવી જ રીતે તત્કાલીન ભારતના બીજા કેટલાક પ્રધાન રાજવ'શેા સાથે પણ એનેા સગપણના સંબંધ બધાએલા હતા. સિસાવીરનેા રાજા ઉદ્રાયણ, અવતીના રાજા પ્રઘાત, કૈાશાંખીને રાજા શતાનિક, ચંપાના રાજા હૃષિવાહન અને મગધના રાજા 'િમિસાર એ બધા એના જામાત થતા હતા. જૈન સાહિત્યમાં કુણિક અથવા કેાણિકના અને બાદ્ધસાહિત્યમાં અજાતશત્રુના નામે પ્રસિદ્ધિ પામેલે મગધને સમર્થ સમા; તથા સામાન્ય રીતે જૈન, ઔદ્ધ અને બ્રાહ્મણ-ત્રણે સંપ્રદાયના કથાસાહિત્યમાં વ્યાપક થએલેા ઉડ્ડયન વત્સરાજ; એ ચેટકના સગા દૈાહિત્ર થતા હતા. ત્રીજું તે વખતે હયાતી ધરાવતા ભારતના ગણસત્તાક રાજ્યેામાંના એક પ્રધાન રાજ્યતંત્રને તે વિશિષ્ટ નાયક કહેવાતા હતા. અને છેલ્લું, જૈન પરંપરા પ્રમાણે આખા આર્યાવર્તમાં ક્યારે ચે નહી થએલી એવી એક ભયંકર જનનાશક લડાઇ એને લડવી પડી હતી, જેમાં એના પ્રતિપક્ષી, એના પેાતાના જ સગા દૌહિત્ર મગધરાજ અજાતશત્રુ હતા !
જૈન પરંપરામાં આટલી બધી પ્રસિદ્ધિ મેળવનાર અને ઉક્ત રીતે તાત્કાલીન ભારતમાં એક મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર એ રાજાના વિષયમાં જૈન સાહિત્ય સિવાય અન્યત્ર ક્યાંયે ઉલ્લેખ મળી આવતા ન હેાવાથી ઐતિહાસિકેાની દૃષ્ટિમાં અદ્યાપિ એનું અસ્તિત્વ ધ્યાન ખેંચવા લાયક રીતે અંકિત થયું નથી. બ્રાહ્મણ સંપ્રદાયના સાહિત્ય તરક્ નજર કરિએ છીએ ત્યારે તેમાં, એ સમયના ભારતના મગધ, કેસલ, શાંખી અને અવન્તી જેવા રાજાસત્તાક રાજ્ગ્યાની તેા નાની મેાટી નાંધા લવાએલી મળી આવે છે ખરી, પણ વૈશાલી જેવું સ્થાન કે જેમાં ગણસત્તાક રાજ્યપદ્ધતિ ચાલતી હતી તેને નાનિર્દેશ તેમાં ભાગ્યે જ જડી આવે છે.
પણ
Aho! Shrutgyanam
ઔધ્ધ સાહિત્યમાં વૈશાલી અને ત્યાં આધિપત્ય ભાગવતી લિચ્છવી નામની ક્ષત્રિય જાતિનાં સંબંધમાં ઘણી ઘણી વાતો લખેલી મળી આવે છે, પરંતુ એ સ્થાન અને એ