________________
અંક ૪]
પુરાતત્વ સંશાધનનો પૂર્વ ઈતિહાસ
૨૧
કાઠિયાવાડના આગળના ઑલિટિકલ એજન્ટ કર્નલ ઑટસનને પ્રાચીન વસ્તુઓ ઉપર બહુ પ્રેમ હતો, તેથી કાઠિયાવાડના કેટલાક રાજાઓએ મળીને રાજકોટમાં “વૌટસન મ્યુઝીઅમ” નામનું પરાણ-વસ્તુ-સંગ્રહાલય સ્થાપ્યું જેમાં કેટલાક લેખ, તામ્રપત્રે, પુસ્તકે, શિકાઓ આદિને સારે સંગ્રહ થયેલો છે. માઈસેર રાજ્યે પણ આવું એક સંગ્રહાલય સ્થાપ્યું છે, અને સાથે આકિર્લોજીકલ ડિપાર્ટમેંટ પણ સ્વતંત્ર રીતે ઉઘાડયું છે, જે દ્વારા આજ સુધીમાં અનેક રિપેર્યો, પુસ્તકો અને લેખસંગ્રહ છપાઈ પ્રસિદ્ધ થયા છે. ત્યાંથી એપ્રિવ્રાફિઆ કર્નાટિકા નામની એક સીરિઝ નીકળે છે જેની અંદર હજારે શિલાલેખો-તામ્રપત્રો ઈત્યાદિ પ્રસિદ્ધ થયાં છે. ત્રાવણકર, હૈદરાબાદ અને કાશ્મીરના રાજ્યોએ પણ આ કામ સ્વતંત્ર રીતે કરવા માંડ્યું છે. એ સિવાય, ઉદયપુર, ઝાલાવાડ, ગ્વાલીઅર, ભેપાળ, વડોદરા, જુનાગઢ, ભાવનગર, આદિ રાજ્યોમાં પણ સ્થાનિક સંગ્રહાલય થતાં જાય છે.
બ્રટિશ રાજ્યમાં સરકાર અને બીજી સંસ્થાઓ અથવા સ્વતંત્ર વ્યક્તિઓ દ્વારા થયેલા પુરાણ–વસ્તુ–સંગ્રહને મુંબઈ, મદ્રાસ, કલકત્તા, નાગપુર, અજમેર, લાહેર, લખનૈ, મથુરા, સારનાથ, પેશાવર, આદિ સ્થળનાં પદાર્થ-સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવે છે; તેમ જ ઘણીક વસ્તુઓને લંડનના બ્રિટિશ મ્યુઝિઅમલમાં મોકલવામાં આવે છે. એ બધી વસ્તુઓનાં તે તે સંસ્થા દ્વારા પ્રકટ કરવામાં આવતા રિપોર્ટો અને કેટલૈંગોમાં વર્ણન આપેલાં હોય છે. શિલાલેખ, તામ્રપત્રો અને શિકાઓ એ વિષયનાં ખાસ જુદાં પુસ્તકો અને ગ્રંથમાળાઓ પણ પ્રકટ થાય છે.
જેવી રીતે હિંદુસ્તાનમાં આ પ્રમાણે પુરાતત્ત્વની ગવેષણાનું કામ ચાલ્યું છે, તેવી રીતે યુરોપમાં પણ ચાલ્યું છે. ક્રાંસ, જર્મની, ઓસ્ટ્રિયા, ઈટલિ, રશીયા આદિ રાએ પિતાપિતાનાં રાજ્યમાં એ વિષય માટે સ્વતંત્ર સાઇટિયે, એકેડેમીઓ, વગેરે સ્થાપેલી છે અને ત્યાંના પણ અનેક વિદ્વાનેએ હિન્દુસ્તાનના સાહિત્ય અને ઇતિહાસને પ્રકાશમાં આણવા ઘણે પરિશ્રમ ઉઠાવે છે. નષ્ટપ્રાય થતા આપણું હજારે ગ્રંથને તેમણે ઉદ્ધર્યા છે અને સંગ્રહ્યા છે, વાંચ્યા છે અને છપાવ્યા છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યને પ્રકાશમાં આણવાનું જેટલું કામ જર્મન વિદ્વાને એ કર્યું છે તેટલું બીજા કેઈએ કર્યું નથી. તુલનાત્મક ભાષાશાસ્ત્રને જેટલું જર્મનેએ ખીલવ્યું છે તેને શતાંશ પણ બીજાઓએ ખીલવ્યું નથી. બીજી પણ બધી માલિક શોધે મોટે ભાગે જર્મન વિદ્વાનોના હાથે જ થયેલી છે. અંગ્રેજોને હિંદુસ્તાન સાથે ખાસ સંબંધ હોવાથી જ તેઓ આ વિષયમાં થોડું ઘણું કરવાનો ડોળ કરે છે એટલું જ. અસ્તુ.
આ પ્રમાણે દેશ અને વિદેશમાં વ્યકિત અને સંસ્થાએ કરેલા પુરાતત્તાનુસંધાનથી આપણી પ્રાચીન સંસ્કૃતિના ઘણાક અજ્ઞાત અધ્યાયો લખાયા છે, અને લખાય છે. શિશુનાગ, નંદ, મર્ય, ગ્રીક, શાતકણ, શક, પાર્થીઅન, કુશન, ક્ષત્રપ, આભીર, ગુપ્ત, હૂણ,
Aho! Shrutgyanam