________________
જેન સાહિત્ય સાધક
[ ખંડ ર;
ભારતના ત્રણ ભાગે માટે જ નિયત થયા. મુંબઈ અને મદ્રાસ પ્રાન્તોનું કામ ડો. બર્જસના હાથમાં જ રહ્યું.
આ સમય સુધી પણ સરકારની ઇચ્છા એ ખાતાને સ્થાયી કરવાની ન હતી. સરકારની સમજ એવી હતી કે પાંચ વરસમાં આ કામ પુરું થઈ જશે. એટલા માટે પ્રાચીન લેખેને ઉકેલવા સારૂ એક યુપીઅન પંડિતની નમણુંક કરી અને સાથે દેશી વિદ્વાનોની પણ મદદ લેવાને નિશ્ચય કર્યો.
૧૮૮૯ માં ડૉ. બર્જેસ પણ પિતાના હોદ્દાથી ફારેગ થયા. આથી એ ખાતાની હાલત ઉતરતી થવા લાગી. આ ખાતાના હિસાબની તપાસ કરવા માટે સરકારે કમિશન નીમ્યું. તેણે પિતાના રિપોર્ટમાં ખર્ચની બાબતમાં કેટલીક કાપકૂપ કરવાની સીફારસ કરી. હિન્દુસ્તાનના લાભ માટે થતા ખર્ચમાં કાપકૂંપ કરવાની સફારસને સ્વીકારવા સરકાર હમેશાં તૈયાર જ હોય છે એ કહેવાની ખાસ આવશ્યકતા નથી. ડૉ. બર્જેસ પછી ડાયરેકટર જનરલનું સ્થાન ખાલી રાખવામાં આવ્યું. બંગાલ અને પંજાબના સર્વેયને પણ રજા આપી. આટલું ઓછું કરીને પણ સરકારે ચાલૂ યોજનાને ફકત પાંચ જ વર્ષ સુધી જારી રાખવાનું જાહેર કર્યું. પણ સરકારી હુકમ માત્રથી જ કામ એકદમ કેમ થઈ શકે ? ૧૮૯૦ થી ૧૮લ્પ સુધીનાં પાંચ વરસ આ ખાતા માટે ઘણું જ દીનદશામાં વીત્યાં, અને કામ પણ પૂરું ન થયું. ૧૮૯૫ થી ૧૮૯૮ સુધી સરકાર વિચાર જ કરતી રહી કે આ વિષયમાં શું કરવું જોઈએ. ૧૮૯૮ માં તેને એ વિચાર થયે કે શોધખોળનું કામ બંધ કરીને હવે તે આ ખાતા પાસેથી ફક્ત સંરક્ષણનું જ કામ લેવું જોઈએ. આ નવા વિચાર પ્રમાણે નીચે મુજબ પાંચ ક્ષેત્રે નકકી કરવામાં આવ્યાં. (૧) મદ્રાસ અને કુર્ગ (૨) મુંબઈ, સિંધ અને બરાર (૩) સંયુક્ત પ્રાંત અને મધ્યપ્રદેશ (૪) પંજાબ, બ્રિટિશ બલુચિસ્તાન અને અજમેર
(૫) બંગાલ અને આસામ ૧૮૯ ના ફેબ્રુઆરી માસની ૧ લી તારીખે એશિઆટિક સોસાયટિના સમારંભમાં લૈર્ડ કર્ઝને આ ખાતાને ખૂબ ઉન્નત કરવા માટેને પિતાને વિચાર જાહેર કર્યો. ત્યારબાદ ૧૯૦૧ માં વાર્ષિક એક લાખ રૂપીઆ ખર્ચ કરવાની આ ખાતાને મંજુરી આપવામાં આવી, અને ડાયરેકટર-જનરલની ફરીથી નિમણુંક કરવામાં આવી. સન ૧૯૦૨ માં નવા ડાયરેકટર-જનરલ માર્શલ સાહેબ હિંદુસ્તાનમાં આવ્યા, ત્યારથી આ ખાતાનો ન ઈતિહાસ શરૂ થાય છે. તે આજે કહેવાનું કામ મારું નથી. જ્યારે એ ખાતા ઉપર આપણી સત્તા થશે ત્યારે એના ઇતિહાસનું આપણે અવલોકન કરીશું.
- અંગ્રેજ સરકારના આ કામનું ઉદાહરણ લઈ કેટલાંક દેશી રાજ્યોએ પણ પિતાનાં રાજ્યોમાં આ વિષયના ડિપાર્ટમેંટ બોલ્યાં છે. ભાવનગર સંસ્થાને કેટલાક પંડિત દ્વારા કાઠિયાવાડ, ગૂજરાત અને રજપુતાનના અનેક શિલાલેખો અને દાન પત્રોની નકલ મેળવી ભાવનગર પ્રાચીન શેધ સંગ્રહ” ના નામે એક પુસ્તક દ્વારા તેમને પ્રકાશિત કરી છે.
Aho ! Shrutgyanam