________________
અફ ૪ ]
પુરાતત્ત્વ સંશાધનના પૂર્વી છાતહાસ
૧૯
૧૮૧ થી સરકારની આ ધારણામાં કાંઈક ફેરફાર થયા. કનિગહામના રિપેર્ટોથી સરકારની ખાત્રી થઈ કે આખું હિન્દુસ્તાન મહત્ત્વપૂર્ણ સ્થાનાથી ભરેલું છે અને તે બધાંની શેાધખેળ થવાની આવશ્યકતા છે. એટલા માટે આખા હિન્દુસ્તાનની શેાધખેાળ કરવા માટે કનિંગહામ સાહેઅને ડાયરેકટરને બદલે ડાયરેકટર-જનરલ બનાવ્યા અને તેમની મદદ માટે ખીજા વિદ્વાનાની નેમણુંકા કરી. પરંતુ ૧૮૭૪ સુધી એકલા કનિંગહામ સાહેબ જ ઉત્તર હિ‘દુસ્થાનમાં શેાધખેળતું કામ કરતા હતા. ૧૮૭૪ માં દક્ષિણ ભાગની ગવેષણા કરવા માટે ડા. બર્જેસની ચેાજના કરવામાં આવી.
આ ડિપાર્ટમેન્ટનું કામ કેવળ પ્રાચીન સ્થાનેાની શેાધ કરવાનું હતું; તેમનું રક્ષણ કરવાનું કામ પ્રાંતિક સરકારોને સ્વાધીન હતું. પણ પ્રાંતિક સરકારોએ આ તરફ લક્ષ્ય ન આપવાથી અનેક પ્રાચીન સ્થાના, સંરક્ષણના અભાવે, નષ્ટ થવા લાગ્યાં. આ દુર્દશા જોઇ લાર્ડ લિટને ૧૮૭૮ માં કયુરેટર આફ એક્સ્ચેન્ટ મેન્યુમેન્ટ” નામના એક અધિકારીની નેમણુંક કરવાનો વિચાર કીધા. તે અધિકારી માટે દરેક પ્રાન્તનાં સંરક્ષણીય સ્થાનાની યાદી તૈયાર કરી, તેમાં કયાં કયાં સ્થાને સુરક્ષિત રહી શકે છે, કયાં કયાં સ્થાને મરામત કરવા લાયક તે નથી પણ હજી પૂર્ણ નષ્ટ થયાં નથી, અને કયાં કયાં મહત્વપૂર્ણ સ્થાનેા તદ્દન નષ્ટ થઈ ગયાં છે; એ સઘળી વિગતે લખવાનું કામ નિશ્ચિત કરવામાં આવ્યુ. આ યાજનાના સંબંધમાં સેક્રેટરી ઓફ સ્ટેટ' ને લખવામાં આવ્યુ. પણ તેણે લાર્ડ લિટનની યાજનાને અસ્વિકાર કર્યાં અને આ કામ કરવાના ભાર ડાયરેકટર ઉપર નાંખવા જણાવ્યુ`. પરંતુ ૧૮૮૦ માં હિન્દી સરકારે ભારતમંત્રીને લખ્યું કે ડાયરેકટર-જનરલને આ કામ કરવા જેટલી કુરસદ નથી, અને બીજો કોઈ ઉચિત પ્રબંધ કર્યાં સિવાય ઘણાં મહત્વનાં સ્થાને નષ્ટ થતાં જાય છે. ત્યારે ૧૮૮૧ થી લઇને ૧૮૮૩ સુધી મેજર કાલ. આ. ઈ. ની કયુરેટર તરીકે નેમણુંક કરવામાં આવી. આ ત્રણ વર્ષમાં એ કયુરેટરે “ પ્રીઝર્વેશન આફ્ નેશનલ મેન્યુમેન્ટ્સ ઓફ ઇન્ડીઆ ” નામના ત્રણ રિપોર્ટો પ્રકટ કર્યાં. તે પછી એ કયુરેટરનું પત્તુ કાઢી નાંખવામાં આવ્યુ.
66
સને ૧૮૮૫ માં જનરલ કનિંગહામ સાહેબ પેાતાના પદથી રિટાયર્ડ થયા. ૧૮૬૨ થી ૧૮૮૫ સુધીમાં તેમણે ૨૪ રિપોર્ટ બહાર પાડયા હતા. આ રિપોર્ટો જોવાથી કનિ’ગહામ સાહેબના અલૈાકિક પરિશ્રમના ખ્યાલ આવી શકે છે. આટલી યેાગ્યતા સાથે આટલુ બધું કામ ઘણા થોડા જ માણસાએ કર્યું હશે. તેમના પછી ડાયરેકટર-જનરલ તરીકે ડા. અર્જ-સની નેમણુંક કરવામાં આવી. ત્યારથી અન્વેષણની સાથે સંરક્ષણનું કામ પણ આ ખાતાને સોંપવામાં આવ્યું. સહુઁ કરવા માટે હિન્દુસ્તાનના પાંચ ભાગા કરવામાં આવ્યા; અને દરેક ભાગ માટે એક સર્હેયરની ચેાજના કરવામાં આવી. મુંબઇ; મદ્રાસ; રાજપુતાના અને સિંધ સાથે પંજાબ, મધ્ય પ્રદેશ અને વાયવ્ય પ્રાંત સાથે મધ્ય ભારત; અને આસામ સાથે અગાલ; એમ પાંચ ભાગા નિયત કરવામાં આવ્યા. પરંતુ સવ્હેયર કેવળ ઉત્તર
Aho! Shrutgyanam