________________
જૈન સાહિત્ય સંશાધક
[ ખંડ ૨૬
થયા. ટામસ સાહેબે ખાસ કરીને પેાતાનું લક્ષ્ય શિષ્કાએ તથા શિલાલેખા તરફ ખેચ્યુ’ તેણે ઘણા પરિશ્રમ સાથે ઇ. સ. પૂર્વે ૨૪૬ થી લઇ ૧૫૫૪ સુધીને ૧૮૦૦ વર્ષોના પ્રાચીન ઇતિહાસ તારવી કાઢયા હતા. જનરલ કનિગહામે પ્રસેપનું જ બાકી રહેલું કામ હાથમાં લીધું. તેમણે બ્રાહ્મી તથા ખરોષ્ઠી લિપિના સઘળા પ્રકારનું સપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. દક્ષિણના ચાલુકય વંશનું વિસ્તૃત જ્ઞાન લેાકેાની આગળ તેમણે જ પ્રથમ મૂકયુ ટેલર સાહેબે ભારતની ભૂમિનિર્માણવિદ્યાનું જ્ઞાન મેળવ્યું અને સ્ટિવન્સને શિકાઓની શેાધખેાળ કરી. પુરાતત્ત્વ સંશાધનના કામમાં પહેલવહેલી પ્રવીણતા જે ભારતવાસી વિદ્વાને મેળવી હતી તેમનું નામ ડૉ. ભાઉ દાજી હતું. તેમણે અનેક શિલાલેખા ઉકેલ્યા અને પ્રાચીન ભારતના ઈતિહાસના જ્ઞાનમાં ખૂબ વૃદ્ધિ કરી. એ વિષયમાં બીજા નામાંકિત ભારતના વિદ્વાન્ તરીકે કાઠિયાવાડના વતની પંડિત ભગવાનલાલ ઈંદ્રજીનુ નામ લેવું જોઇએ. તેમણે પશ્ચિમ ભારતના ઇતિહાસમાં ઘણી અમૂલ્ય વૃદ્ધિ કરી છે. અનેક શિલાલેખો અને તામ્રપત્રો ઉકેલ્યાં હતાં. તેમની વિદ્વત્તાનું ખરૂં સ્મારક તે તેમણે ઉડીસાના ખડગિરિ-ઉદયગિરિ વાળી હાથીશુક્ામાંના સમ્રાટ્ ખારવેલના લેખને શુદ્ધ રીતે ઉકેલ્યા તે છે. અંગાલના વિદ્વાન્ ડા. રાજેન્દ્રલાલ મિત્રનું નામ પણ આ વિષયમાં ખાસ ઉલ્લેખ કરવા યાગ્ય છે. તેમણે નેપાલના સાહિત્ય અને ઈતિહાસ વિષયમાં આપણને ઘણું જ્ઞાન આપ્યું છે.
૧૨
આ બધુ' કામ વિદ્વાનાએ ખાસ પેાતાના શૈાખથી જ કીધું હતું. ત્યાં સુધી સરકાર તરફથી એ વિષય માટે કોઇ ખાસ પ્રબંધ કરવામાં આવ્યો ન હતા. પરંતુ એ કામ એટલું બધું મહાભારત છે કે સરકારની ખાસ મદદ વગર સપૂર્ણ થવું અશકય છે. સને ૧૮૪૪ માં લંડનની રૅાયલ એશીઆટિક સાસાઈટીએ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને વિનતિ કરી કે આ કામમાં સરકારે ખાસ મદદ કરવી જોઇએ અને સરકાર મારફત જ આ કામ થવું જોઈ એ. તેથી ૧૮૪૭ માં લોર્ડ હાજિના પ્રસ્તાવથી બોર્ડ ઑફ ડાયરેકટર્સે આ કામમાં ખર્ચ કરવાની મંજુરી આપી. પણ સન્ ૧૮૫૦ સુધીમાં તેનુ વાતિવક પરિણામ કાંઇ પણ ન આવ્યું. ૧૮૫૧ માં સયુક્ત પ્રાંતના ચીફ એન્જીનીઅર કર્નલ કનિ'ગહામે એક ચેાજના ઘડીને સરકાર ઉપર મોકલી અને સાથે એ પણ સૂચવ્યુ કે જો ગવર્નમેંટ આ કામ તરફ લક્ષ્ય નહિ આપશે તે કદાચિત્ કેચ અને જર્મન લેાકેા આ કામ ઉપાડી લેશે; અને તેમ થશે તે તેમાં અંગ્રેજોના યશની હાનિ થશે. ક. કનિગહામની આ સૂચનાનુસાર અને ગવર્નર જનરલની ભલામણથી ૧૮૫૨ માં આર્કિઓલાજીકલ સજ્જુ નામનું એક Rsિપાર્ટમેન્ટ કાયમ કરવામાં આવ્યું અને ૨૫૦ રુપીઆ માસિક પગારે કનિંગહામ સાહેબની જ આ ડિપાર્ટમેન્ટના ડાયરેકટર તરીકે નેમણુંક કરવામાં આવી. આ યાજના સ્થાયી રૂપે ન હતી. સરકારની ધારણા એમ હતી કે મેટાં મેટાં મહત્ત્વપૂર્ણ સ્થાનાનું યથાતથ વર્ણન, તત્સ અધી ઇતિહાસ અને કિંવદન્તીઓને સંગ્રહ કરવામાં આવે. નવ વર્ષ સુધી સરકારની આ જ નીતિ ચાલૂ રહી હતી. તે દરમ્યાન કનિંગહામ સાહેબે પણ પેાતાના નવ રિપોટા બહાર પાંડયાં.
Aho! Shrutgyanam