________________
અંક ૪].
પુરાતત્વ સંશાધનને પૂર્વ ઇતિહાસ
૧૭
કાર્ય અટકી પડયું. પરંતુ ૧૮૩૮ માં બે બાટ્ટીઅન ગ્રીક શિકાઓ ઉપર પાલી લેખો જોતાં જ બીજા શિક્કાઓની ભાષા પણ તે જ હશે એમ માની તેના નિયમાનુસાર તે લેખે વાંચવાથી પ્રિક્ષેપનું કામ આગળ ચાલ્યું; અને એકંદર ૧૭ અક્ષરે તેમણે તેના ખોળી કાઢયા. પિંપની માફક મી. નરિસે પણ આ વિષયમાં કેટલીક શેધ કરી એ લિપિના બીજા છ અક્ષરે નવા શોધી કાઢયા. બાકી રહેલા ડાક અક્ષરે જનરલ કનિંગહામે ઓળખી લીધા, અને તેમ કરી ખરોકીની સંપૂર્ણ વર્ણમાળા તૈયાર કરી લેવામાં આવી.
ભારતવર્ષની જૂનામાં જૂની લિપિઓનું જ્ઞાન મેળવવાને સામાન્ય ઇતિહાસ આ પ્રમાણે છે. ઉપરોક્ત વર્ણનથી આપણને જણાય છે કે લિપિ વિષયક લેખોળમાં મી. પ્રિન્સેપની કામગિરી ઘણું મેટી છે. એશિયાટિક સોસાઈટી તરફથી બહાર પડેલા “સેન્ટેનરી રિવ્યુ” નામના પુસ્તકમાં “એથેન્ટ ઈન્ડીઅન અલ્ફાબેટ” વાળા આટિકલના પ્રારંભમાં જ આ બાબત વિષે ડં. હૅનેલ લખે છે કે –
જુના શિલાલેખેને ઉકેલવાનું અને તેનું ભાષાંતર કરવાનું સોસાઈટિનું અત્યુપયેગી કાર્ય સને ૧૮૩૪ થી ૧૮૩૯ સુધીમાં ચાલ્યું હતું. એ કાર્યની સાથે મી. જેમ્સ પ્રિસેપ, કે જે તે વખતે સેસાઈટિના સેક્રેટરી હતા તેમનું નામ સદાને માટે જોડાઈ રહેશે. કારણ કે હિન્દુસ્તાન વિષયક જૂની લેખનકલા, ભાષા અને ઈતિહાસ સાથે સંબંધ ધરાવનારી અને આપણું આધુનિક જ્ઞાનના આધારભૂત એવી મેટી શેધે તે એક જ મનુષ્યના પુરૂષાને લઈને અને તે પણ વળી આટલા અલ્પ સમયમાં થઈ હતી.”
પ્રિન્સેપના પછી લગભગ ત્રીસ વર્ષ સુધી પુરાતત્ત્વ સંશોધનનાં સૂત્રો જેમ્સ ફરગ્યુસન, મેજર કિટ્ટો, એડવર્ડ ટમસ, એલેકઝાંડર કનિંગહામ, વાલટર ઇલિયટ, મેડેઝ ટેલર, સ્ટીવન્સન, 3. ભાઉ દાજી વિગેરેના હાથમાં રહ્યાં. આમાંના પહેલા ચાર વિદ્વાનોએ ઉત્તર હિંદુસ્તાનમાં, ઇલિયટ સાહેબે દક્ષિણ હિંદુસ્તાનમાં, અને પાછળના ત્રણે પશ્ચિમ હિંદુસ્તાનમાં કામ કર્યું હતું. ફર્ગ્યુસન સાહેબે પુરાતન વાસ્તુવિદ્યા (Architecture) નું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઘણી મહેનત લીધી હતી, અને તેમણે આ વિષય ઉપર અનેક ગ્રંથ લખ્યા હતા. આ વિષયને તેમનો અભ્યાસ એટલો બધે આગળ વધી ગયો હતો કે તેઓ કોઈપણ ઈમારતને આંખેથી જોઈને જ સાધારણ રીતે તેને સમય નિશ્ચિત કરી લેતા હતા. મેજર કિટ્ટો બહુ વિદ્વાન તે ન હતો પણ તેની શોધક બુદ્ધિ બહુ તીણ હતી. જ્યાં બીજા અનેક વિદ્વાને કાંઈ પણ જડયું ન હતું, ત્યાં જ તેણે પિતાની ગીધ જેવી ઝીણી દષ્ટિના બળે કેટલી યે ચીજો ખોળી કાઢી હતી. તે ચિત્રકલામાં પણ નિપુણ હતો. તેણે પિતાના હાથથી કેટલાં યે સ્થાનનાં ચિત્ર કાઢયાં હતાં અને તે પ્રકાશિત કર્યા હતાં. તેની આવી શિલ્પકળા વિષયક ઊંડી કુશળતા જેમાં સરકારે તેને બનારસ સંસ્કૃત કોલેજનું મકાન તૈયાર કરાવવાનું કામ લેંગ્યું હતું. તેણે આ કામમાં ઘણો પારશ્રમ ઉઠાવ્યો હતો. આ પરિશ્રમને કારણે તેની તબીયત બગડી ગઈ અને આખરે ઇગ્લાંડમાં જઈ તે સ્વસ્થ
Aho I Shrutgyanam