________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
લેખ તથા બાફડ્રેઅન, ગ્રીક, શક, ક્ષત્રપ વિગેરે રાજવંશના કેટલાક શિકાઓ ઉપરના લેખે આ લિપિમાં કતરેલા મળી આવે છે. તેથી ભારતીય પુરાતત્ત્વોને આ લિપિના જ્ઞાનની પણ ખાસ આવશ્યકતા હતી.
કર્નલ જેમ્સ ટંડે બાટ્રિઅન, ગ્રીક, શક, પાર્થિઅન અને કુશનવંશી રાજાઓના શિક્કાઓને માટે સંગ્રહ કર્યો હતે, જેની એક બાજુએ ગ્રીક અને બીજી બાજુએ ખરેષ્ઠી અક્ષરના લખો કોતરેલા હતા. જનરલ વંટુરાએ સને ૧૮૩૦ માં માનિકિઆલ તૃપ ખેદાન્ચે તે તેમાંથી ખરેષ્ઠી લિપિના કેટલાએક શિક્કાઓ અને બે લેખો મળી આવ્યા. આ શિવાય સર અલેકઝેડર બન્ને આદિ પ્રાચીન શેધકોએ પણ એવા અનેક શિકકાઓ એકત્ર કર્યા હતા જેની એક બાજુના ગ્રીક અક્ષરે તે વાંચી શકાતા હતા પરંતુ બીજી બાજુના ખરેછી અક્ષરેને ઉકેલવાનું કાંઈ પણ સાધન ન હતું. એ અક્ષરે માટે ભિન્ન ભિન્ન કલપનાઓ થવા લાગી હતી. સને ૧૮૨૪ માં કર્નલ ટોડે કડફિસેસના શિક્કા ઉપરના આ અક્ષરને “સરસેની અન્ ” અક્ષરે જાહેર કર્યા. ૧૮૩૩ માં અપડેટસના સિક્કા ઉપરના આ જ અક્ષરેને પ્રિન્સેપે “પહલવી” અક્ષરે માન્યા. એક બીજા શિક્કા ઉપરની આજ લિપિને તથા માનિકિઆલ સ્વપના લેખની લિપિને પણ પાલી એટલે બ્રાહ્મી લિપિ માની, અને એની આકૃતિ જરા વાંકી હોવાથી એ અનુમાન કર્યું કે છાપેલી અને ચોપડામાં લખેલી ગુજરાતી લિપિમાં જેમ અંતર હોય છે તેમ જ અશકની દિલ્લી આદિ સ્તંભેવાળી અને આ લિપિમાં અંતર છે. પરંતુ પાછળથી સ્વયં પ્રિન્સેપને જ આ અનુમાન અનુચિત લાગવા માંડયું. ૧૯૩૪ માં કેપ્ટન કોર્ટને એક સ્તૂપમાંથી આ જ લિપિને લેખ મળ્યો જેને જોઈને પ્રસેપે ફરી આ અક્ષરેને “પહેલવી” અક્ષરે ક૯ યા. પરંતુ એ જ વર્ષમાં શોધક મી. મેસનને કાબૂલની ઘાટીમાં શેખેળ કરતાં અનેક એવા શિકાઓ મળી આવ્યા જેના ઉપર ખરેષ્ઠી અને ગ્રીક બને લિપિમાં રાજાઓનાં નામે લખેલાં હતાં. મેસન સાહેબે જ સાથી પ્રથમ મિલેંડ, અપોલિડીટી, અરમાઈઓ, બાસિલિઓ અને સેટિરે વગેરે નામે વાંચ્યાં. પરંતુ આ તેમની માત્ર કલ્પના હતી. તેમણે આ નામે ખ્રિસેપ સાહેબને લખી મોકલ્યાં. આ કલ્પનાને સત્ય કરવાને યશ પ્રિન્સેપ સાહેબના ભાગ્યમાં જ હતું. તેમણે મેસન સાહેબના સંકેતે અનુસાર શિકાઓ વાંચવા માંડયા તે તેમાંથી બાર રાજાઓનાં તથા છ પદવીઓનાં નામે તેમને મળી આવ્યાં.
આવી રીતે ખરેષ્ઠી લિપિના ઘણાક અક્ષરને બોધ થા, અને સાથે એ પણ જ્ઞાન થયું કે આ લિપિ ડાબી બાજુથી જમણી બાજુએ વંચાય છે. તેથી એ પણ નિશ્ચય થયો કે આ લિપિ સેમેટિક વર્ગની છે, પણ તે સાથે તેની ભાષા કે જે વાસ્તવમાં બ્રાહ્મી લેખોની ભાષા માફક પ્રાકૃત જ હતી, તેને પહલવી માની લેવાની ભૂલ કરવામાં આવી. આ પ્રકારે ગ્રીક લેખની સહાયતાથી ખરેષ્ઠી લિપિના ઘણાક અક્ષરે તે જણાઈ ગયા પણ ભાષાના વિષયમાં ભ્રાન્તિ થવાથી, પહલવીના નિયમ તરફ ધયાન રાખી લેખેને વાંચવાનો ઉદ્યોગ કરવાથી અક્ષરને ઓળખવાની અશુદ્ધતા આવવા લાગી, જેથી ડાક સમય પર્યત તેનું
Aho! Shrutgyanam