________________
અંક ૪. ]
પુરાતત્ત્વ સંશોધનને પૂર્વ ઈતિહાસ
૧૫
પાદરી જેમ્સ સ્ટીવન્સને પણ પ્રિપની માફક આ જ શોધમાં અનુરક્ત થઈ “, “ક”, “ઘ', “”, અને “વ” એટલા અક્ષરો ઓળખી કાઢયા, અને આ અક્ષરની સહાયતાથી તેમણે લેખેને પુરા વાંચી તેને અનુવાદ કરવાને મનોરથ કીધે. પરંતુ કાંઈક તે અક્ષરેને ઓળખવામાં ભૂલ થઈ જવાથી, કાંઈક વર્ણમાળાની અપૂર્ણતાથી અને કાંઈક એ લખની ભાષાને સંસ્કૃત સમજવાથી તેમને એ ઉદ્યોગ પૂરેપૂરે સફળ થયે નહિ. આથી ખ્રિસેપને નિરાશા થઈ નહિ. ઈ. સ. ૧૮૩૫ માં પ્રસિદ્ધ પુરાતત્ત્વજ્ઞ પ્રો. લૅક્સને એક બાટ્રિઅન ગ્રીક શિકકા પર આ જ અક્ષરોમાં લખેલું ઍથંકિસનું નામ વાંચ્યું, પરંતુ ૧૮૩૭ ની શરૂઆતમાં જ મી. ખ્રિસેપે પિતાના અલૌકિક ફુરણદ્વારા એક નાનો સરખો
ન શબ્દ શોધી કાઢયે હતો જેણે એકદમ આ સઘળી ગૂઢ બાબતોને નિકાલ કરી દિધે. હકીકત આ પ્રમાણે છે-ઈ. સ. ૧૮૩૭ માં મિ. પ્રિન્સેપે સાંચીતૂપના સ્તંભે. આદિ ઉપર દેલા કેટલાક નાના લેખેની છાપને એકત્ર કરીને જોઈ તે તે બધામાં અંતે બે અક્ષર એક જ સરખા જણાયા અને તેની પહેલાં જ અક્ષરે લખેલો દેખાય જેને પ્રાકૃતભાષાને છઠ્ઠી વિભક્તિને પ્રત્યય (સંસ્કૃત ય ના બદલે) માની એ અનુમાન કર્યું કે બધા લેખે જુદા જુદા મનુષ્ય દ્વારા કરાએલા દાનનું સૂચન કરતા હોવા જોઈએ. છેલ્લા બધે એક સરખા જણાતા બે અક્ષરો કે જે ઓળખાતા ન હતા, તેમાંથી પહેલા અક્ષરની સાથે “P ની માત્રા અને બીજાની સાથે અનુસ્વારનું ચિન્હ લાગેલું હોવાથી પહેલો અક્ષર તે તા અને બીજે તે હાઈ એમ એ શબ્દ જ હોવો જોઈએ એમ તેમણે નિશ્ચય કીધો. આ અનુમાનાનુસાર ૩ અને ૪ ને ઓળખવાથી એ આખી વર્ણમાળા પૂરી થઈ અને તેના આધારે દિલ્હી, આલાહાબાદ, સાંચી, મથિયા, રધિયા, ગિરનાર, શૈલી આદિને અશકના બધા લેખે સરલતા પૂર્વક વાંચી લેવાયા. એ વાંચનથી એ પણ નિશ્ચય થઈ ગયો કે એ લેખેની ભાષા જેમ અત્યારસુધી સંસકૃત સમજવામાં આવતી હતી તે ન હતી, પરંતુ તે ઉકત સ્થાનની પ્રચલિત પ્રાચીન દેશભાષા હતી (જેને તે વખતે સાધારણ રીતે પ્રાકૃતના નામે ઓળખવામાં આવતી.)
આવી રીતે બ્રાહ્મી લિપિનું સંપૂર્ણ જ્ઞાન મેળવવામાં આવ્યું અને તેના ગે ભારતના જૂનામાં જૂના લેખે વાંચવામાં સંપૂર્ણ સફળતા મળી.
હવે એક તેવી જ બીજી જૂની લિપિની શેાધના વિષયમાં કાંઈક જણાવું છું કે જેનું જ્ઞાન પણ એ જ સમયમાં મેળવવામાં આવ્યું હતું. એ લિપિનું નામ ખરેણી છે. ખરેછી લિપિ એ આર્ય લિપિ નથી પણ અનાર્ય લિપિ છે. તેને સેમેટિક લિપિના કુટુંબની અરમઈક લિપિમાંથી નિકળેલી માનવામાં આવે છે. એ લિપિની લખવાની પદ્ધતિ ફારસી લિપિ જેવી છે, અર્થાત્ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખતા જવાની છે. એ લિપિ ઈ. સ. પૂર્વે ત્રીજી-ચેથી શતાબ્દીમાં માત્ર પંજાબના જ કેટલાક ભાગમાં પ્રચલિત હતી. શહાબાજગઢી અને મોરાના ખડકો ઉપરના અશોકના લેખ આ લિપિમાં દેલા છે. તે સિવાય શક, ક્ષત્રપ, પાર્થિઅન અને કુશનવંશી રાજાઓના સમયના કેટલાક બૌદ્ધ
Aho! Shrutgyanam