________________
અંક ૪].
પુરાતત્વ સંશાધનને પૂર્વ ઇતિહાસ
ઈતિહાસ કહીએ તે ઈતિહાસ તે ભારતવાસીઓએ નાને માટે એક પણ લખ્યો નથી, અથવા તે છેવટે તે મળતું નથી. ઈતિહાસ નિર્માણના કામમાં આવે તેવી જૂનીપુરાણી વસ્તુઓમાં જૂના ગ્રન્થ, શિલાલેખે, તામ્રપત્રો, શિકાઓ તથા ધાતુપાત્રે, મંદિર, મસજીદે, જેલાશ, કીર્તિસ્તંભે અને તેવાં બીજાં મકાને અથવા ખંડેરે વિગેરે ગણાય છે. આપણા પૂર્વજોએ ઈતિહાસના સ્વતંત્ર ગ્રન્થ તે નિર્માણ નથી કર્યો પરંતુ ઇતિહાસનાં સાધનો તે ઘણું જ નિર્માણ કર્યા છે એમાં શંકા નથી. પણ આપણે તે એ પણ જાણતા ન હતા-કે પછી જાણવાની દરકાર રાખતા ન હતા કે આ સાધનની શી રીતે છાણવીણ કરી તેમાંથી આપણે ઈતિહાસ ઉપજાવી કાઢીએ. એ પાઠ આપણને પશ્ચિમવાસીઓએ શીખવ્યો છે. કેવળ પાઠ જ શીખવ્યું છે એમ નથી પરંતુ અનેક પ્રકારનાં કષ્ટ વેઠી અને પરિશ્રમે લઈ તેમણે આપણું માટે ઈતિહાસના અનેક અધ્યા પણ તૈયાર કર્યા છે. અને એ માટે આપણે હંમેશાં તેમના કૃતજ્ઞ જ રહેવું જોઈએ. આટલું આનુષંગિક કહી હવે હું મારા વ્યાખ્યાનના મુખ્ય-પ્રતિપાદ્ય વિષય ઉપર આવું છું.
જેમ મેં પ્રારંભમાં જણાવ્યું છે, તેમ મનુષ્ય એ વિશિષ્ટ બુદ્ધિશાલી, જ્ઞાનવાન પ્રાણી છે તેથી દરેક વસ્તુના સ્વરૂપને વિશેષપણે જાણવાની જીજ્ઞાસા તેનામાં સ્વાભાવિક જ રહેલી છે. તેમાં વળી જે મનુષ્ય સાધારણ મનુષ્ય કરતાં વધારે જ્ઞાનવાનું હોય છે તેમનામાં એ જીજ્ઞાસા ઘણુ ઉત્કટ પ્રમાણમાં હોય છે. એવા મનુષ્યને જ્યારે કે અપરિચિત પ્રદેશને અથવા માનવ સમાજને નવીન સમાગમ થાય છે ત્યારે તેમને તેમના ધર્મ, સમાજ, ઇતિહાસ આદિના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચછા ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનપિપાસાથી પ્રેરિત થઈ તે મનુષ્ય તે તે બાબતની શોધખોળમાં પડે છે. એ અપરિચિત પ્રદેશની ભાષા શીખે છે. તેના જ્ઞાનભંડારને તપાસવાને પ્રયત્ન કરે છે, અને તેમ કરી પિતાના દેશબંધુઓને પિતે મેળવેલ નવીન જ્ઞાનને લાભ આપવા માટે પિતાની ભાષામાં તે નવા ભંડારને ઉતારવાને ઉપકમ કરે છે. ભારત વર્ષમાં વ્યાપારદ્વારા પૈસા કમાઈ પેટપૂજા કરવા અર્થે આવેલા ઈગ્રેજે આ જ પ્રમાણે આપણા ઈતિહાસની શોધખોળમાં ઉતર્યા હતા. - ઈ. સ. ૧૭૫૭ માં ઈસ્ટ ઈન્ડિઆ કંપનીએ, પ્લાસીના પ્રસિદ્ધ યુદ્ધ પછી ધીરે ધીરે બંગાલ ઉપર અધિકાર પ્રાપ્ત ચરવાને પ્રારંભ કરી દીધું હતું. ૧૭૬૫ માં તેણે બંગલ, બીહાર અને ઉડીસાની દીવાની હસ્તગત કરી લીધી. ૧૭૭૨ માં બંગાલના નવાબ પાસેથી અધિકાર પડાવી લીધા અને પછી તરત, એટલે ૧૭૭૪ માં નવાબને સમૂળગે પદય્યત કરી પિતાને ગવર્નર-જનરલ નિયુક્ત કરી દીધું. અંગ્રેજોના માટે એ સ્વાભાવિક જ હતું કે તેઓ હવે આ દેશના ધર્મ, સમાજ આદિનું ડું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરે. જે દેશની સાથે વ્યાપાર કરીને તેમણે કરેડે નહિ પણ અબજો રૂપીઆ મેળવ્યા હતા, અને હજારે નહિ પણ લાગે વર્ગ માઈલ જમીન તેઓ પચાવી પડયા હતા, તે જ દેશની અમૂલ્ય જ્ઞાનસંપત્તિ મેળવવાને પણ પ્રશસ્ત લોભ કેટલાક વિદ્વાન અંગ્રેજોને થઈ
Aho! Shrutgyanam