________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨;
આવ્યો. જે કેટલાક વિદ્યાપ્રેમી અંગ્રેજે કંપની તરફથી ભારતનું શાસનકાર્ય ચલાવવા માટે નિયુકત થતા, ઘણું કરીને, તેઓ જ આ કાર્યમાં અગ્રેસર બનતા હતા. જો કે પાછળથી તે, ક્રાંસ અને જર્મનીના વિદ્વાનોએ જ ભારતીય પુરાતત્ત્વમાં મહત્ત્વનાં કામ કર્યા હતાં અને ભારતીય સાહિત્યની તેમણે જ વધારે સેવા કરી હતી, તે પણ આ કાર્યને પ્રારંભ કરવાને પહેલો યશ તો અંગ્રેજોને જ છે. સિાથી પહેલાં સર વીલીયમ જેસે આ કાર્યની મંગલમય શરૂઆત કરી હતી. આર્ય સાહિત્યના સંશોધન કાર્ય સાથે સર જેન્સનું નામ સદાને માટે જોડાયેલું રહેશે. સર જોન્સ ભારતીના મત પ્રમાણે મ્લેચ્છ હતા; અને તેથી તેમને સંસ્કૃત શીખવવામાં ઘણી અડચણ નડી હતી. બ્રાહ્મણોના કટ્ટરપણાને લીધે તેમને પિતાનું અધ્યયન ચાલુ કરવામાં કેવી મુશ્કેલીઓ પડી હતી તેનું રમુજી વર્ણન તેમના જીવનવૃત્તાંતમાં આપેલું છે. આખરે તેઓ આ મુશ્કેલીઓમાંથી પાર થયા અને અપેક્ષિત જ્ઞાન મેળવ્યા બાદ તુરત શકુન્તલા નાટક અને મનુસ્મૃતિને ઈગ્રેજી અનુવાદપ્રકટ કર્યો. તેમના આ અનુવાદે જોઈ ભારતીય સભ્યતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પૂરેપના વિદ્વાનોમાં ઘણી જીજ્ઞાસા ઉત્પન્ન થઈ. જે પ્રજા આવી જાતનું ઉત્કૃષ્ટ સાહિત્ય નિર્માણ કરી શકે છે તે પ્રજાને ભૂતકાળ કેટલો ભવ્ય હશે તે જાણવાની આકાંક્ષા ત્યાંના લોકોમાં ખૂબ જાગી. સને ૧૭૭૪ ના જાન્યુઆરીની ૧૫ મી તારીખે તત્કાલિન ગવર્નર જનરલ વૈરન હેઈટીંગની સહાયતાથી, એશિયાખંડના ઈતિહાસ, સાહિત્ય, સ્થાપત્ય, ધર્મ, સમાજ, વિજ્ઞાન આદિ બધા વિષયોની શોધખોળ કરવા માટે સર જાજો “એશિયાટિક સોસાયટી” નામની સંસ્થાની શુભ સ્થાપના કરી. એ સંસ્થાની સ્થાપના સાથે જ હિંદુસ્તાનના ઈતિહાસના અન્વેષણને અમર આરંભ થયો એમ આપણે ઉપકાર સાથે સ્પષ્ટપણે કબુલ કરવું જોઈએ. તે પહેલાં આપણું ઐતિહાસિક જ્ઞાન કેટલું અલ્પ અને નિર્મુલ હતું તે એક ભેજપ્રબંધ જેવા લોકપ્રિય નિબંધના વાંચનથી જ જણાઈ આવે છે. એ પ્રબંધમાં, કાલિદાસ, બાણ, માઘ આદિ ભેજથી અનેક શતાબ્દીઓ પહેલાં અને જુદા જુદા વખતે થઈ ગયેલા કવિઓને પણ ભેજના દરબારી કવિઓ તરીકે વર્ણવી બધાને એક જ દરબારમાં લાવી બેસાડ્યા છે તેમ જ સિંધુરાજ કે જે વાપતિરાજના મૃત્યુ પછી તેના રાજ્યને સ્વામી બન્ય હતું, તેને બદલે એ પ્રબંધ લેખકે વાપતિરાજને સિંધુરાજની ગાદીએ બેસાડી બાપને દીકરો બનાવી મૂકે છે. જ્યારે ભેજ જેવા પ્રસિદ્ધ રાજાના ઈતિહાસ-લેખકને પણ તેના વંશ અને સમયના વિષયમાં આટલી બધી અજ્ઞાનતા હતી તે પછી સર્વ સાધારણની અજ્ઞાનતાના વિષયમાં કહેવું જ શું ? અશોક જેવા પ્રતાપી સમ્રાર્ની તે લોકોને સામાન્ય કલ્પના પણ ન હતી. જો કે હિંદુસ્તાનના ઈતિહાસનાં ઘણુંક પુસ્તક અને બીજા સાધને મુસલમાનના જમાનામાં નષ્ટ થઈ ગયાં હતાં, તો પણ બાદ્ધકાલીન અનેક સ્તૂપ, સ્તંભ, મંદિર, ગુફા, જલાશય આદિ સ્થાને ધાતુ અને પાષાણુની દેવી-દેવતાઓની મૂતિઓ; ખડકે, શિલાઓ અને તામ્રપત્રો ઈત્યાદિ ઉપર કતરેલા અસંખ્ય લેખો કે જે ઈતિહાસનાં ખરાં અને મુખ્ય શાધને મનાય છે, હજીએ અસંખ્ય વિદ્યમાન હતાં; તેથી તેમના ઉપરથી જે
Aho! Shrutgyanam