________________
જૈન સાહિત્ય સશાધક
[ ખંડ ૨૬
પેાતાના સંસર્ગ કે અનુભવમાં આવતી ખાખતાનુ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સસઙ્ગતીત કે અનુભવાતીત ખાખતાનુ જ્ઞાન મનુષ્યાને પેાતાની ઇન્દ્રિયા દ્વારા થઈ શકતું નથી. તેમ છતાં આપણે જેટલા વિશ્વાસથી આજના બનાવોની ચર્ચા કરીએ છીએ, તેટલા જ વિશ્વાસથી હજારા લાખા વર્ષો પહેલાં ખની ગયેલા બનાવાની પણ ચર્ચા કરીએ છીએ. શિવાજી પ્રતાપ, અકબર કે અશાકને આપણા યુગના કાઇ પણ મનુષ્યે પ્રત્યક્ષ જોયા નથી, છતાં જેમ આપણને આપણા પેાતાના અસ્તિત્વની ખાતરી છે તેટલી જ તેમના અસ્તિત્વની પણ ખાતરી છે. જેમ આજે આપણે આપણી વચ્ચે વિચારતા સ'સારના એક મહાત્માના આદર્શમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવીએ છીએ તેમ જ આજથી અઢીહજાર વર્ષો પહેલાં થઈ ગયેલા તીર્થંકર મહાવીર કે તથાગત બુદ્ધના આદીમાં પણ તેટલી જ પૂર્ણ શ્રદ્ધા ધરાવીએ છીએ. જેવી રીતે આપણે ભગવદ્ગીતાના અંતિમ રહસ્યકાર લોકમાન્ય તિલકની પ્રથમ શ્રાધ્ધ તિથિ ગયા પરમ દિવસે ઉજવી છે, તેવી જ રીતે પાંચ હજાર વર્ષ પહેલાં જન્મ લેનાર અને ભગવદ્ગીતાના મૂળ ઉપદેષ્ટા ભગવાન શ્રી કૃષ્ણની જન્મતિથિ આવતા પરમ દિવસે ઉજવવાના છીએ. આ અનુભવાતીત અને સમયાતીત ખાખતાનું જ્ઞાન કરાવનાર કોણ છે? ક્યા સાધનદ્વારા આપણે એ ભૂતકાલની વાતાને જાણીએ છીએ ? કહેવાની આવશ્યક્તા નથી કે એ મમતનું જ્ઞાન કરાવનાર ઇતિહાસ શાસ્ત્ર છે. ઐતિહાસિક સાહિત્ય દ્વારા જ આપણે ભૂતકાલની વાતાને જાણી શકીએ છીએ. ઇતિહાસ જેટલા યથાર્થ અને વિસ્તૃત હોય તેટલું જ આપણું ભૂતકાલીન જ્ઞાન પણ યથાર્થ અને વિસ્તૃત હાઇ શકે, એ સ્વતઃ સિદ્ધ છે. આપણા કમનસીબે આપણા પૂર્વજોએ રચેલા આપણા દેશના યથાર્થ કે વિસ્તૃત ઇતિહાસ ઉપલબ્ધ નથી. જગત્ની ખીજી પ્રાચીન પ્રજાઓને તેમના દેશાના વિષયમાં જેટલેા પ્રાચીન તથા વિસ્તૃત ઇતિહાસ મળી આવે છે તેટલે આપણા આ વિશ્વવૃદ્ધ આર્યાવર્તનો ઇતિહાસ મળી આવતા નથી. પ્રાચીન અને વિસ્તૃત ઇતિહાસ તે બાજુએ રહ્યો પરંતુ આપણા માટે તે આપણી પહેલાંની ત્રીજી પેઢીના ય ઇતિહાસ બહુ દુર્લભ્ય છે. વર્તમાન શતાબ્દીના પણ પૂરા વૃત્તાન્ત આપણે જાણતા નથી. જે રાષ્ટ્રીય શક અને સવત્ના આપણા પૂર્વજો અનેક સૈકાઓથી ઉપયોગ કરતા આવ્યા છે અને જેના આધાર ઉપર આપણી આખી મધ્યકાલિન કાલગણના અવલખિત છે, તેના પ્રવર્તક કાણુ છે એ હજી પણ અજ્ઞાત કે અનિશ્ચિત છે. આવી સ્થિતિમાં પુરાતત્ત્વસંશેાધન એ જ આપણા ઇતિહાસના નિર્માણના પાયેા છે. આપણા ઈતિહાસ જૂનીપુરાણી વસ્તુઓની શેાધખાળ કરીને તેના ઉપરથી નીકળતાં પરિણામે ઉપર રચાએલા છે અને રચાવાના છે. એમ તે સાધારણ રીતે દુનીના દરેક પ્રાચીન પ્રદેશની પુરાતન પરિ સ્થિતિ કે જેનું દર્શન ઈતિહાસરૂપી દૂરદર્શક યંત્રથી પણ થઇ શકતું નથી, તેને જાણવા માટે જૂનીપુરાણી વસ્તુઓ જ આધારભૂત હોય છે; પરંતુ ભારતવર્ષને માટે તે આપણા જન્મદિવસથી જ લઈ ને ઠંડ યુગની આર્દિ સુધીની પરિસ્થિતિ જાણવા માટે બધા આધાર જૂની પુરાણી વસ્તુઓ ઉપર જ રાખવા પડે છે. કારણ કે શાસ્ત્રીય પદ્ધતિથી જેને આપણે
'',
४
Aho! Shrutgyanam