________________
वादोपनिषद्
પ૦
वादोपनिषद
भवितव्यतादियोगात्, एतेन कलहादिदोषदुष्टस्य विजयो दुःसम्भव इत्यावेदितम् । विजयते स्वपक्षसिद्धिं कर्तुं क्षमते, अनेन विप्रतिपत्त्यादिमात्रेण विजयासम्भव इत्यादुदितम् । ततोऽपि तत्पश्चादपि, विजयानन्तरं कदाचिनिवृत्तासत्तृष्णोऽसौ सन्मार्गयायी स्यादित्याशाविरुद्धमस्य वक्ष्यमाणं वृत्तमित्यपिशब्दार्थः । स्वान्तान्तरमीयमानोऽत एव परिस्रवन् विक्रिया व्यक्तीभवन् तोषो विजयजनितानन्दः परितोषः, तेन भग्ना યોગથી જીતી જાય એટલે કે પોતાના પક્ષની સિદ્ધિ કરી શકે તો અત્યંત દર્પોદ્રક પામે છે.
અહીં વિજયનો અર્થ સ્વપક્ષસિદ્ધિ કર્યો એ સૂચવે છે કે માત્ર વિપતિપત્તિ વગેરેથી સિદ્ધિ ન મેળવી શકાય. આ વસ્તુ પ્રમાણ મીમાંસામાં સારી રીતે બતાવેલ છે.
વિજય પછી કદાચ એની અશુભ તૃષ્ણા સંતોષાઈ જાય તો એ સાચે રસ્તે આવી જાય. આવી આશા શિષ્ટપુરુષોને હોય, પણ એનું ચત્રિ તો એનાથી ઉધું જ છે. વિજયથી એના અંતરમાં આનંદ સમાતો નથી. માટે ‘લીક' થઈને બહાર આવવા લાગે છે. એના વિચિત્ર ચેનચાળાઓ દ્વારા વ્યક્ત થવા લાગે છે. એ પરિતોષથી એ સજ્જનોને ઉચિત આચારમર્યાદાનો ભંગ કરે છે. એની લિમીટને ઓળંગી જાય છે.
કલિકાલસર્વજ્ઞએ આના અનુસંધાનમાં સરસ વાત કહી છે - જડના ઉધ્યમાં વળી વિવેક કેવો ? આ વાત એમણે ગ્લેષ અલંકારથી કહી છે. ડ અને લ એક ગણાય છે. માટે એક અર્થ એવો થાય કે
જ્યારે પાણીનું પૂર આવે ત્યારે એ બંને કાંઠાને ઓળંગી જાય છે. એની મર્યાદા તોડીને વિવેકરહિત બની જાય છે. અને વિનાશ સર્જે છે. બીજો અર્થ એવો થઈ શકે કે - મૂર્ણ વાદી એનો વિજય થાય१. दृश्यतां प्रमाणमीमांसायां पराभिमतनिग्रहस्थाननिग्रहः ।।२-१ / ३२-३५ ।।
उल्लङ्घिता मर्यादा सज्जनमुद्रा येन स परितोषभग्नमर्यादा, तथाहुराचार्या:-जडानामुदये हन्त विवेकः कीदृशो भवेदिति ।
भग्नत्वमेव समर्थयति स्वेत्यादि । स्वस्यात्मनो गुणा विद्वत्तादिविशेषाः, ते च लघवोऽपि स्वाभिप्रायेण पर्वतीकृताः, दोषा एव वा मोहाद् गुणतया दृष्टाः, तैर्विकत्थनमात्मप्रशंसाकरणम्, हेतुश्चात्र सन्मुद्राव्यतिक्रम एव, सतां तु स्वनामग्रहणमपि त्रपावहम्, आह चयेनापत्रपते साधुरसाधुस्तेन तुष्यतीति । न च वेत्ति - स्वयं प्रख्यापितैर्गुणः शक्रस्यापि लघुतेति। અભ્યદય થાય એમાં નિર્વિવેક બનીને મર્યાદા તોડી નાખે છે. કેવી રીતે મર્યાદા તોડે છે, એ સમજાવે છે. પોતાના વિદ્ધતા વગેરે ગુણો એને નાના હોય તો ય મોટા પર્વત જેવા લાગે છે. અરે, જે હકીકતમાં ગુણ હોય જ નહીં, દોષ જ હોય, એ પણ એને ગુણ લાગે છે. જેમ કે એની ઉદ્ધતાઈમાં એને પ્રભુતા દેખાતી હોય, વગેરે...
એવા પોતાના માનેલા ગુણોથી એ આત્મપ્રશંસા કરે છે. એમાં કારણ પણ એ જ કે એણે સજ્જનની મર્યાદાને ઓળંગી, સજ્જનોને તો પોતાનું નામ બોલવામાં પણ શરમ આવે. સજ્જન ને દુર્જન બંનેના છેડા ઉત્તર-દક્ષિણ હોય. સજ્જન જેનાથી શરમાય, દુર્જન એનાથી હરખાય, એને બિચારાને ખબર નથી કે પોતાના ગુણ પોતે જ કહેવાથી તો ઈન્દ્રની પણ લઘુતા થાય છે. એટલે કે જો ઈન્દ્ર આત્મપ્રશંસા કરતો હોય તો એ પણ નિંદાપાત્ર બને છે. એનું અપમૂલ્યાંકન થાય છે.
આ રીતે જાતબડાઈ હાંકી હાંકીને બીજાના દોષ ઉપજાવવામાં १. त्रिषष्टिचरिते श्रीहेमसूरयः। श्लेषश्चात्र ड-लसाम्यात्, जलपक्ष उदयो वर्षाजनितपूरम्, मूर्खपक्षे विजयादिप्राप्तिः ।