________________
वादोपनिषद्
૨૪
वादोपनिषद्
दृष्ट्वा गुरवः स्वयमपि परीक्षितं निश्चितं पुनरिदं नः। वादिनि चपले मुग्धे च तादृगेवान्तरं गच्छेत् ।।६।।
इदं (कृत्स्नं वाङ्मय) स्वयमपि, (अस्माभिः) परीक्षितम्, इदं पुनर्नः निश्चितं (इति) दृष्ट्वा गुरवः (वयमिति मन्यते)। चपले मुग्धे च वादिनि तादृगेवान्तरं गच्छेत्- इत्यन्वयः।।
इदं प्रकरणागतं कृत्स्नं वाङ्मयं स्वयमपि - अस्माभिरपि, न वयं परप्रणेयाल्पमतय इति हृदयम्, विद्वद्भिस्तु परीक्षितमेवेत्यपि शब्दार्थः, परीक्षितं कषादिना सुवर्णमिव परिज्ञातम्, इदं - वाङ्मयमेव पुनः - भूयो न: - अस्माकं निश्चितं निर्णयविषयीभूतम्, द्विर्बद्धं खलु सुबद्धं મવતીતિા.
આ આખું વાડ્મય અમે જાતે ચકાસ્યું છે, આનો અમે ફરીથી નિશ્ચય કર્યો છે. એમ માની પોતાને મહાન સમજી લે છે અને ચપળ અને મુગ્ધ પ્રતિવાદી હોય ત્યારે પોતાનામાં એને અનુરૂપ ફેરફાર કરે છે. IIકા
વિદ્વાન્ પૂર્વાચાર્યોએ તો સારુઓની પરીક્ષા કરી જ છે. પણ અમે કાંઈ એમના દોર્યા દોરાઈ જઈએ એવા ભોટ થોડા છીએ ? અમે પોતે પણ સર્વ શાઓની પરીક્ષા કરી છે. સોનાની પરીક્ષા જેમ કસોટીના પથ્થરથી, એમાં છેદ મુકવાથી કે એને તપાવીને પીગાળવાથી થાય છે. એ રીતે અમે પણ શાયોને બધી રીતે માપી લીધા છે. એટલું જ નહીં, ફરીથી એ શાસ્ત્રોનો નિશ્ચય પણ કરી લીધો છે. એક જ સિંગલ ગાંઠ તો છૂટી જાય, પણ બે વાર ગાંઠ મારી હોય તો એ છૂટે નહીં, બરાબર છે ને ?
આમ જોઈને, સ્વમતિરૂપી આંખોથી નિહાળીને-સમજીને અહો ! અમે મહાજ્ઞાની છીએ એમ માની લે છે. પોતાની જાતે જ પોતાને ગુરુપદવી આપી દે છે. આમ તો આ એક જ વાદીની વાત ચાલે
इति दृष्ट्वा स्वप्रेक्षाचक्षुषोपलभ्य किल वयं गुरवो ज्ञानवृद्धा इति मन्यते । एकवचनभावेऽपि तदभिप्रायं यथावज्ज्ञापनाय बहुवचनम्, तच्चात्मसम्भावनाव्यञ्जनम् ।
ततश्चासौ सर्वज्ञयशापिपासया सदैव वादसज्जो यत्करोति तदाहवादिनि प्रतिवादिनि चपलेऽविलम्बिते सति, यो हि प्रतिवादी आसन्नलब्धप्रतिभतया द्रुतमेव परप्रयुक्तहेतून् हेत्वाभासयति तस्मिन् सति, मुग्धे च- अज्ञसदृशे वा सति, तादृगेव तदनुरूपमेवान्तरं विशेष गच्छेत् - आत्मानं प्रापयेत् । यादृशविशेषेण स प्रतिवादिनं जेतुमलं भवति तादृशविशेषवन्तमात्मानं करोतीत्यर्थः, तथैव तद्विजयसम्भवात् ।।६।। છે, પણ એમાં ‘અમે’ વગેરે બહુવચન પ્રયોગ કર્યો છે. મૂળમાં પણ ‘ગુરવ:' એવો બહુવચન પ્રયોગ છે. એનું કારણ - એ વ્યક્તિ જાતઅભિમાનથી પોતાના એકલા માટે બહુવચન પ્રયોગ કરે છે એના એ અભિપ્રાયને બરાબર સમજાવવા એવો પ્રયોગ છે, પણ હું સર્વજ્ઞ થઈ ગયો એ હું જ જાણું તો શું ફાયદો ? આ વાત જગજાહેર થાય એ માટે મારે વાદ કરવો જોઈએ - એમ માની એ હંમેશા વાયુદ્ધ માટે સજ્જ રહે છે, કો'ક પ્રતિવાદી ભટકાય ત્યારે એ પહેલા તો જોઈ લે કે આ પ્રતિમલ્લ કેવો છે ? પહેલવાન કે મકોડી પહેલવાન ? જો પહેલવાન હોય એટલે કે હોશિયાર હોય તો એ ચપળ હોય, ફાસ્ટમાઈન્ડ હોય, હાજરજવાબી હોય, વાદી જે તર્ક જુ કરે એ તર્કની પોલ ખોલતા એને જરાય વાર ન લાગે. જે હેતુ રજુ કરાય એને એ હેત્વાભાસ તરીકે સાબિત કરી આપે.
અને જો મકોડી પહેલવાન હોય એટલે કે લલ્લુ જેવો હોય, તો જેમ ભરમાવો એમ ભરમાઈ જાય. આ બધો વિચાર કરીને પછી એ પોતાનામાં એવા ફેરફાર કરે. પોતાની જાતને એવી રીતે ટ્રેઈન કરે કે જે રીતે પોતે એ પ્રતિવાદીને પરાજિત કરવા સમર્થ બને. કારણ કે આ રીતે જ વિજય મળી શકે. IIઉll.