________________
वादोपनिषद्
एवं चैकामिषस्य मांसखण्डस्य सङ्गेन दर्शनादिविषयीभूतत्वाद् बद्धेनान्तरप्रतिबन्धरूपेण सम्बन्धेन जातो मत्सरः परोत्कर्षासहनतालक्षणो ययोस्तयोः । सङ्गस्य कामजननद्वारेण क्रोधजनकत्वात्, मत्सरस्य च कथञ्चित् क्रोधरूपत्वात् । तथाहुः परेऽपि सङ्गात्सञ्जायते कामः, कामात् क्रोधोऽभिजायते इति । अत एव कामीषधं निःसङ्गतामुपदिशत्यागम:- लोहो हओ जस्स न किंचणा इति ।
एवंविधयोः शुनोरपि कुक्कुरयोरपि सौख्यं स्वाभीष्टप्राप्तितद्विस्मृत्यन्यतरहेतुकं सुखम्, स्यादिति सम्भावने, सम्भवति तयोः सुखं कालान्तरे, वादिनोरपेक्षया तु तदैव वा । तदपेक्षया तयोरल्पमत्सरिणोः सुखित्वव्यपदेशस्य न्यायानपेतत्वात् ।
- મત્સર થયો છે એવા બે કૂતરાની અહીં વાત છે. વિષયોનો સંગ તેની ઈચ્છા જગાડે છે અને ઈચ્છા ક્રોધ જગાડે છે. મત્સર પણ એક અપેક્ષાએ ક્રોધસ્વરૂપ છે. ભગવદ્ગીતામાં કહ્યું છે- ‘સંગથી કામ જાગે છે, અને કામથી ક્રોધ જાગે છે.’ આ જ કારણે ઉત્તરાધ્યયનસૂત્રમાં કામનાઓને દૂર કરવાનો ઉપાય અપરિગ્રહ બતાવ્યો છે. - ‘ જે અકિંચન છે એનો લોભ મરી પરવારે છે.’
પણ હવે દિવાકરજી કાંઈક જુદી જ વાત કરે છે કે આવી રીતે માંસના ટુકડા માટે લડતા, ઝગડતા કૂતરાઓ હજી કદાચ સુખી થઈ શકે, કદાચ એને જોઈતું મળી જાય ને સુખી થઈ જાય અથવા તો સમય જાય ને એને ભૂલી જવાથી સુખી થઈ જાય, એ સંભવિત છે. આમ એ કૂતરાઓ કાળાંતરે સુખી થઈ શકે, અથવા તો ઝગડતા વાદીઓની અપેક્ષાએ તેમને ઓછો મત્સર હોવાથી તેમના કરતાં તો ત્યારે પણ સુખી જ છે. આમ કહેવું ઉચિત જ છે, પણ જે બે સગાં છું. મવદ્ગીતા।।૨-૬૨૦ ૨. ૩ત્તરાધ્યયનસૂત્રમ્ ||રૂ૨-૬।।
वादोपनिषद्
किन्तु भ्रात्रोरपि सोदरयोरपि वादिनोः शुष्कवाद-विवादव्यसनिनोर्न स्यात् नैव सम्भवतीत्याशयः ।
स्यादेतत् वादान्ते सौख्यसम्भवो भविष्यति, ततश्चायुक्त एवकारः । नैवम्, राजसभादौ तदन्तेऽपि मानसस्य तदविरहितत्वात्, नक्तंदिनं तदध्यवसायस्य वक्ष्यमाणत्वात् ।
स्यादेतत् कदाचित् तदध्यवसायमुक्तिदशायां सौख्यं भविष्यति, ततश्च व्यभिचारः । मैवम्, विपक्षत्वात्, तन्मुक्तस्य वादित्वक्षते:, इत्थं च सिद्धेयं प्रतिज्ञा ।
ભાઈઓ પણ પરસ્પર વાગ્યુદ્ધ કરતાં હોય-એક બીજાના દોષોને સાબિત કરવા મથતા હોય-શુષ્કવાદ-વિવાદ કરતાં હોય તેમને સુખ ન જ થઈ શકે.
પ્ર.:- ભલે, ત્યારે સુખી ન થાય, પણ વાદ પછી તો સુખી થશે ને ? માટે તમે-સુખી ન જ થઈ શકે-આવું કહો છો એ ખોટું નથી ? ઉ.:- ના, કારણ કે આગળ કહેશે કે વાદ તો માત્ર રાજસભા વગેરે પર્ષદામાં જ પૂરો થાય છે, વાદીના મનમાં તો એ દિવસ-રાત સતત ચાલુ જ હોય છે. માટે વાદ પછી સુખી થવાના સપના જોવાનો પણ કોઈ અર્થ નથી.
પ્ર.:- ઠીક છે, પણ જ્યારે એના મનમાંથી વાદના વિચારો પણ જતાં રહેશે ત્યારે તો એ સુખી થઈ જશે ને ? પછી તો એ ‘વાદી સુખી થઈ જશે.' આ રીતે વ્યભિચાર આવવાથી વાદી સુખી ન જ થઈ શકે આમ તમે કેમ કહી શકો ?
ઉ.:- જુઓ, ઘૂમાડો અગ્નિને સૂચવતો હેતુ ત્યારે જ ઠરી શકે જ્યારે એ જલાશયમાં ન રહેતો હોય, આમ વિપક્ષમાં ગેરહાજરી જ १. वादप्रकाराविमावग्रे स्फुटीभविष्यतः । २. वादद्वात्रिंशिका ।। १२ ।।