________________
स्तवोपनिषद्
GR७ स्तवोपनिषद्
_7 પરમકૃપાળુ પરમાત્મા તથા પરમોપકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપાથી આ સર્જન સંપન્ન થઈ શક્યું છે. ઉપયુક્ત હસ્તપ્રતિઓની સંરક્ષક સંસ્થાઓનો હું આભાર માનું છું. તથા જેમના સૌજન્યથી એ પ્રતિઓ પ્રાપ્ત થઈ શકી છે એવા પ.પૂ.બહુશ્રુત મુનિરાજશ્રી જબૂવિજયજી મ.સા., વિદ્વદ્વર્ય આચાર્યદેવશ્રીમદ્વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. મુનિરાજશ્રી કૃપાબિન્દુવિજયજી મ.સા. તથા પંડિતવર્યશ્રી જિતેન્દ્રભાઈ બી. શાહનો પણ હું
આભારી છું. પ્રસ્તુત સર્જનના પ્રફ વાંચન, હસ્તપતિઓ પરથી પાન્તરનોંધ આદિ અનેક કાર્યોમાં મુનિરાજશ્રી રાજપ્રેમવિજયજી સહાયક બન્યા છે. શ્રી પાર્શ્વ કોમપ્યુટર્સ - વિમલભાઈની કુશળતાથી આ શબ્દદેહ સોહામણો બન્યો છે. પ્રસ્તુત પ્રબંધના સદુપયોગ દ્વારા પ્રભુભક્તિના માધ્યમે આત્માની પરમાત્મા તરફ પ્રગતિ થાય એ શુભાભિલાષા સહ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
- પ.પૂ.વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર
વિજય કલ્યાણબોધિસૂરિ