________________
७ स्तवोपनिषद्
- ૪e પરિશિષ્ટ - સિદ્ધસેની બત્રીશીઓ
- પંડિતજી સુખલાલ તથા બેચરદાસ આચાર્ય સિદ્ધસેનની ઉપલબ્ધ બત્રીશીઓ એકવીશ અને તેમાં વ્યાયાવતાર મેળવીએ તો બાવીશ છે. આ બત્રીશીઓના અવલોકનનું સામાન્ય અને ટૂંક તારણ અહીં આપવામાં આવે છે. એના ત્રણ ભાગ છે. ૧. ગ્રંથકર્તા સિદ્ધસેનના યુગની કેટલીક પરિસ્થિતિના સૂચનને લગતો. ૨. સિદ્ધસેનની યોગ્યતા અને સ્થિતિને લગતો. 3. બત્રીશીઓના પરિચયને લગતો.
[૧] ઝીશીઓનું વાંચન અને મનન કરતાં તેમની રચનાના યુગ વિષે મન ઉપર સામાન્ય છાપ પડે છે કે જે સમયમાં સંસ્કૃત ભાષાનું ઉત્થાન અને ખેડાણ ખૂબ જ થયું હશે, જે સમયમાં ૧. સિદ્ધસેનના જીવનની માહિતીનો ખરો આધાર તો એમના ગ્રંથો જ ગણાય. એમના ગ્રંથોમાં બત્રીશીઓનું સ્થાન સન્મતિ કરતાં ઘણી દૃષ્ટિએ ચડે પણ છે તેથી એમનું અવલોકન અહીં પ્રસ્તુત જ નહિ પણ અતિ આવશ્યક છે. માટે જ એ વિષે અહીં થોડો પ્રયાસ કરેલો છે.
બત્રીશ બત્રીશને હિસાબે બાવીશ બત્રીશીઓનાં કુલ પઘો ૭૦૪ થવા જોઈએ પણ ઉપલબ્ધ મુદ્રિત બત્રીશીઓમાં એમની સંખ્યા ૬૯૫ ની મળે છે. ૨૧ મી બત્રીશીમાં એક પદ્ય વધારે એટલે તેત્રીશ પડ્યો છે. જ્યારે ૮, ૧૧, ૧૫ અને ૧૯ એ ચાર બત્રીશીમાં ૩૨ કરતાં ઓછાં પડ્યો છે. | મુદ્રિત બત્રીશીઓ અતિ અશુદ્ધ અને સંદિગ્ધ છે. કેટલેક સ્થળે તો સેંકડોવાર શ્રમ કર્યા પછી પણ અર્થ સમજાતો નથી અને ઘણે સ્થળે એ સંદિગ્ધ રહ્યો છે. જૂની અને અનેક લિખિત પ્રતિઓ એકત્ર કરી, પાઠાંતરો મેળવી, પછી વાંચવામાં આવે તો ઘણે અંશે સંદેહ અને ભ્રમ ટળે. અત્યારે બત્રીશીને લગતું અમારું બધું કથન આ શુદ્ધ , અશુદ્ધ અને અર્ધશુદ્ધ પાઠોની પૂરી કે અધૂરી અત્યાર સુધીની અમારી સમજને આધારે થયેલું છે. એમાં ફેરફાર અને સુધારાને ઘણો અવકાશ છે.
Spo
રિશિષ્ટ © દાર્શનિક વિચારો સંસ્કૃત ભાષામાં કરવાની અને તેમને પદ્ય સુદ્ધામાં ગુંથવાની પ્રવૃત્તિ જોશભેર ચાલતી હશે, જે સમયમાં દરેક સંપ્રદાયના વિદ્વાનો પોતપોતાના સંપ્રદાયની સ્થાપના, પુષ્ટિ અને પ્રચાર માટે તર્ક અને ખાસ કરી વાદશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી તે મારફત પોતાના મંતવ્યનું સમર્થન અને પરમંતવ્યનું ખંડન કરવામાં જ કૃતકૃત્યતા માનતા હશે, જે સમયમાં કોઈ પણ વિરોધી સંપ્રદાયે પ્રતિષ્ઠિત કરેલી ભાવના અને વિચારસરણીને બળે પોતાના સંપ્રદાયના પાયા હચમચવાનો સંભવ ઊભો થતાં જ એ ભાવનાઓ અને વિચારસરણીઓને પોતપોતાની ઢબે લઈ લેવાની અને તેમને પોતાના સંપ્રદાયનું વલણ આપવાની બીજા સંપ્રદાયના વિદ્વાનોને ફરજ પડતી હશે, જે સમયમાં જિજ્ઞાસાને લીધે અગર તો પરસંપ્રદાયનું ખંડન કરી સ્વસંપ્રદાયની પ્રતિષ્ઠા સાચવી રાખવા માટે સચોટ અભ્યાસ કરવાની વિદ્વાનોને ફરજ પડતી હશે, જે સમયમાં વૈદિકદર્શનની પ્રસિદ્ધ શાખાઓ અને મહાયાન સંપ્રદાયની બધી જ બૌદ્ધ શાખાઓના (માત્ર પુસ્તકો જ નહિ પણ) અનુગામી પ્રકાંડ વિદ્વાનો અસ્તિત્વ ધરાવતા હશે, જે સમયમાં વાદવિવાદ માટે રાજસભા અગર તેવી જ પ્રભાવશાળી બીજી સભાઓનો આશ્રય લેવાતો હશે અને પ્રભાવશાળી સભાધ્યક્ષને પોતાના તરફ આકર્ષવા તેની પ્રશંસામાં સ્તુતિગ્રંથો રચવાની અગર બીજી તેવી પ્રવૃત્તિ થતી હશે, જે સમયમાં ન્યાયપ્રમાણચર્ચા, ખાસ કરીને પરાર્થાનુમાનચર્યા અને તેને લગતા વાદવિવાદના નિયમોની વિચારણા વધારે થતી હશે તેમજ તે વિષયનાં શાસ્ત્રો રચવા તરફ વિશેષ ધ્યાન અપાતું હશે તે સમયમાં પ્રસ્તુત બoણીશીઓ રચાઈ હોય એમ લાગે છે.
| [૨] બત્રીશીઓના વાચન ઉપરથી તેના પ્રણેતાને લગતી જે નવ બાબતો સ્કુટ થાય છે તે આ પ્રમાણે –
(૧) નામ :- બત્રીશીઓની રચના વખતે કર્તાનું સિદ્ધસેન નામ