________________
© સ્તવોપનિષદ્
y
પ્રસિદ્ધ હતું કારણ કે પાંચમી બત્રીશીને છેડે તે નામનો ઉલ્લેખ છે. (૨) જાતિ :- શ્રુતિ અને ઉપનિષદોનો મૌલિક અભ્યાસ તેમજ સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ પૂર્વાશ્રમમાં તેમના બ્રાહ્મણત્વની સૂચના આપે છે. (૩) સંપ્રદાય :- તેઓ જૈનસંપ્રદાયના તો હતા જ પણ તેમાં યે શ્વેતાંબર હતા, દિગંબર નહિ જ, કારણ કે દિગંબર પરંપરામાં માન્ય નહિ અને શ્વેતાંબર આગમોને નિર્વિવાદ માન્ય એવી મહાવીરના ગૃહસ્થાશ્રમ તથા રામરેંદ્રના શરણાગમનની વાત તેઓ વર્ણવે છે. (૪) અભ્યાસ અને પાંડિત્ય :- તેમનો તત્કાલીન બધાં જ વૈદિક દર્શનોનો, મહાયાન સંપ્રદાયની બધી જ શાખાઓ અને આજીવિક દર્શનનો મૌલિક ઊંડો અભ્યાસ હોવા ઉપરાંત જૈન દર્શનનો તલસ્પર્શી અભ્યાસ હતો, કારણ કે તેઓ તે બધાં જ દર્શનોનાં મંતવ્યો ટૂંકમાં પણ સ્પષ્ટપણે પ્રતિપાદકપદ્ધતિથી નાનાં નાનાં પ્રકરણોમાં વર્ણવે છે. અને તેમ કરી બધા જ વિદ્વાનોનો સર્વ દર્શનોનો અભ્યાસ સુલભ કરવાનો ટૂંકો માર્ગ ખુલ્લો મૂકે છે. (૫) સ્વભાવ :- તેમનો સ્વભાવ સદા પ્રસન્ન અને ઉપહાસશીલ હશે. કારણ કે તેઓ ઘણી વાર એક સામાન્ય વસ્તુને એવી ઢબે વર્ણવે છે કે જેને સાંભળતાંવેંત ગમે તેવો ગંભીર માણસ એક વાર તો ખડખડાટ હસ્યા સિવાય ભાગ્યે જ રહી
શકે. (૬) દૃષ્ટિ :- તેમની દૃષ્ટિ સમાલોચક હતી એટલે તેઓ તર્કદ્વારા કોઈ પણ વસ્તુનું નિર્ભય પરીક્ષણ કરતાં. (૭) રાજા, સભા અને વાદગોષ્ઠિનો પરિચય :- તેઓને કોઈ પણ રાજાનો ખાસ પરિચય હતો, કારણ કે તેઓ એક સ્તુતિ કોઈ રાજા વિષે જ રચે છે. રાજસભાનો પરિચય પણ તે સ્તુતિ ઉપરથી અને વાદવિષયક બત્રીશીઓ ઉપરથી સ્પષ્ટ થાય છે. વાદગોષ્ટિમાં તો તેમને અંગત જ ઉભા રહેવાનો અને બીજાઓની એવી ગોષ્ઠિઓ નજરે જોવાનો ૧. જુઓ બત્રીશી ૫, ૬, ૨, ૩.
૨. દા.ત. બત્રીશી ૬-૧, તથા ૮-૧, ૧૨-૧.
ર
પરિશિષ્ટ હ
ખૂબ જ પ્રસંગ આવ્યો હોય એમ લાગે છે. કારણ કે તેઓ વાદના નિયમોનું અને જલ્પવિતંડાના દોષોનું નજરે જોયું હોય એવું તાદૃશ વર્ણન કરે છે. (૮) પ્રતિભા :- તેમની પ્રતિભા નવસર્જનકારિણી હતી એમ લાગે છે. કારણ કે તેમણે સ્તુતિઓ રચવામાં પૂર્વાચાર્યોનું અનુકરણ હોવા છતાં તેમાં બહુ જ ખૂબી આણી છે અને બીજાઓએ કહેલ વસ્તુને તદ્દન નવી રીતે જ કહી છે, કેટલાંક મંતવ્યો તો તદ્દન અપૂર્વ જ તેમની કૃતિઓમાં દેખાય છે અને ચાલુ પ્રથા વિરુદ્ધ વિચારો મૂકવાનું પ્રતિભાબળ પણ તેમનામાં છે. (૯) તત્ત્વજ્ઞભક્તિઃએમની ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ માત્ર શ્રદ્ધાળુની ભક્તિ નથી પણ તત્ત્વજ્ઞની ભક્તિ છે. કારણ કે તેમણે પોતાની સ્તુતિઓમાં જે ભક્તિભાવ ઠાલવ્યો છે તેની પાછળ પ્રેરકતત્ત્વ મુખ્યપણે મહાવીરના તત્ત્વજ્ઞાનનું ઊંડું અને મર્મગ્રાહી ભાન જ છે. મહાવીરના તત્ત્વજ્ઞાનની જે જે બાબતોએ તેમના હૃદય ઉપર ઊંડી અસર કરી અને જેને લીધે તેઓ જૈનદર્શનરસિક થયા તે બાબતોની વિશેષતા ચમત્કારિક રીતે વર્ણવીને જ તેઓ મહાવીર પ્રત્યે પોતાની જાગતી શ્રદ્ધા અને ભક્તિને પ્રગટ કરે છે. ખરી રીતે તેઓ સ્તુતિને બહાને મહાવીરના તત્ત્વજ્ઞાનના ઉત્કૃષ્ટપણાને દર્શાવવાનો પ્રયત્ન કરે છે.
[3] બત્રીશીઓના પરિચયને બહિરંગ અને અંતરંગ એ બે ભાગમાં વહેંચી આગળ ચાલીએ.
(ક) બત્રીશીઓની ભાષા સંસ્કૃત છે પણ તે સાધારણ કક્ષાની ન હોતાં દાર્શનિક અને આલંકારિક પ્રતિભાસંપન્ન વિદ્વાન કવિને છાજે તેવી પ્રૌઢ અને ગંભીર છે. પધોનો બંધ કાલિદાસનાં પો જેવો સુશ્લિષ્ટ અને તેની રીતે વૈદર્ભીપ્રાય છે. પ્રાપ્ય બત્રીશીઓમાં લગભગ ૧૭ છંદો વપરાયેલા છે. વસ્તુચર્ચાવાળી સાતમી સિવાયની બધી જ દાર્શનિક બત્રીશીઓમાં ફક્ત અનુષ્ટુપ છંદ છે અને તેમાં પ્રારંભમાં તથા અંતે છંદોભેદ પણ નથી, જ્યારે સ્તુતિ, સમીક્ષા અને