________________
-~ ર્મસિદ્ધિ – कारणं, किन्तु जीवोऽपि, सुखादीनां समवायिकारणं जीवा, असमवायिकारणं तु कर्म। इदमत्र हृदयं- सुखादेरमूर्त्तत्वेन समवायिकारणस्य जीवस्यामूर्त्तत्वमस्त्येव, असमवायि-कारणस्य तु कर्मणः सुखाद्यमूर्त्तत्वेनामूर्त्तत्वं न भवत्यपीति नोक्तशङ्कावकाशः । अत एवास्माभिरनुपदमेवोक्तं कार्यानुरूपा कारणकल्पना तूपादानकारणस्थल एव इति । नन्वमूर्त्तस्यात्मनो मूर्त्तिमताऽदृष्टेन सह कथमनुग्रहोपघातौ स्याताम् ?, न च भवतः खड्गादिभिः सह नभसोऽनुपग्रहोपघाताविति चेत् ? न, मूर्तः मदिरादिभिः नागरादिभिश्चात्मधर्माणां बुद्ध्यादीनामनुग्रहोपघातदर्शनात् । यद्वात्मनः અમૂર્ત માનવું ? આવો અમને સંશય છે.
ઉત્તરપક્ષ :- એવી શંકા કરવાની જરૂર નથી. કારણ કે સુખ, દુઃખ વગેરેનું કારણ માત્ર કર્મ નથી. જીવ પણ કારણ છે. સુખ વગેરેનું સમવાયી કારણ જીવ છે, અસમવાયી કારણ કર્મ છે.
આશય એ છે કે સુખ, દુઃખ વગેરે અમૂર્ત છે, તેથી તેનું જે ઉપાદાન કારણ જીવ છે, તે તો અમૂર્ત છે જ, કર્મ તો નિમિત્ત કારણ છે. તેથી સુખાદિ અમૂર્ત હોવાથી તે અમૂર્ત નહી બની જાય. આ રીતે તમે કહેલી શંકાનો અવકાશ રહેતો નથી. માટે જ અમે અનેકવાર કહ્યું છે કે કાર્યને અનુરૂપ એવા કારણની કલ્પના તો ઉપાદાનકારણના સ્થળે જ છે.
પૂર્વપક્ષ :- આત્મા તો અમૂર્ત છે. તેથી મૂર્ત એવા કર્મથી તેના અનુગ્રહ-ઉપઘાત શી રીતે થઈ શકે ? તલવારથી આકાશના અનુગ્રહ ઉપઘાત ન થઈ શકે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું જોઈએ.
ઉત્તરપક્ષ :- મૂર્ત એવા મદિરા વગેરેથી અને સુંઠ વગેરેથી અમૂર્ત એવા આત્મધર્મો-બુદ્ધિ વગેરેનો અનુગ્રહ-ઉપઘાત દેખાય છે. માટે મૂર્તથી અમૂર્તને અનુગ્રહ-ઉપઘાત ન જ થાય એવો એકાન્ત નથી.
१२२
- મસિદ્ધ:कथञ्चिन्मूर्त्तत्वेऽपि न क्षतिः, अनादिकर्मसन्तानपरिणामप्राप्तत्वेन क्षीरनीरवत् कर्मणोऽनन्यत्वात् । आकाशस्यानुग्रहोपघातावचेतनत्वेनामूर्त्तत्वेन च न स्यातामिति।
तदुक्तम् - "मुत्तेणामुत्तिमओ, उवघायाणुग्गहा कहं होज्जा ?। जह विण्णाणाईणं, मइरापाणोसहाईहिं ।।१।। अहवा गंतीयं, संसारी सव्वहा मुत्तो त्ति। जमणाइकम्मसन्तइ, परिणामावन्नरूवो सो।।२।। सन्ताणोऽणाईओ, परोप्परं हेउहेउभावाओ। દસ ૫ ૫, જયમ ! વીર્વારા વારૂ ” તા नन्वमूर्त्त कर्म वासनारूपत्वादिति चेत् ? न, वासनायाः निराक
અથવા તો જીવને કથંચિત્ મૂર્ત માનીએ તો પણ ક્ષતિ નથી. કારણ કે અનાદિ કર્મસન્તાનના પરિણામને પામ્યો હોવાથી એ ક્ષીરનીરની જેમ કર્મથી અનન્ય છે. આકાશ તો અમૂર્ત હોવાની સાથે અચેતન પણ છે. માટે તેના અનુગ્રહ-ઉપઘાત થતા નથી. કહ્યું પણ છે –
પ્રશ્ન :- મૂર્તથી અમૂર્તના ઉપઘાત-અનુગ્રહ કેવી રીતે થઈ શકે ? ઉત્તર :- જેમ મદિરાપાન અને ઔષધ વગેરેથી વિજ્ઞાનના અનુગ્રહ-ઉપઘાત થાય છે. IIII
અથવા તો એવો એકાંત નથી કે સંસારી સર્વથા મૂર્ત છે. કારણ કે તે અનાદિ કર્મસંતતિના પરિણામને પામેલા સ્વરૂપવાળો છે. lll.
હે ગૌતમ ! પરસ્પરના હેતુ-હેમુભાવથી બીજ અને અંકુરની જેમ દેહ અને કર્મનો સંતાન અનાદિ છે. llall
પૂર્વપક્ષ :- કર્મ અમૂર્ત છે, કારણકે એ વાસનારૂપ છે.