________________
- कर्मसिद्धिः
११९
प्रयोगाश्चात्र मूर्तमदृष्टं तत्सम्बन्धेन सुखादिसंवित्तेराहारादिवत् । तथा मूर्त्तमदृष्टं तत्संसर्गेण वेदनोद्भवादग्निवत् । मूर्त्तमदृष्टमात्मव्यतिरिक्तत्वे सति परिणामित्वात् पयोवदिति । अदृष्टस्य शरीरादेश्च परिणामित्वदर्शनात् नायमसिद्ध हेतुः । मूर्त्तमदृष्टं मूर्त्तस्य देहादे: बलाधानकारित्वात् यथा घटो निमित्तमात्रभावित्वेन बलमाधत्ते, एवं कर्मापि । तथा मूर्त्तमदृष्टं (૧) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે.
હેતુ :- કારણ કે તેના સંબંધથી સુખાદિનું સંવેદન થાય છે. દૃષ્ટાન્ત :- આહારાદિની જેમ.
(૨) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે.
હેતુ :- કારણ કે તેના સંસર્ગથી વેદનાનો ઉદ્ભવ થાય છે. દૃષ્ટાન્ત :- અગ્નિની જેમ,
(૩) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે.
હેતુ :- કારણ કે તે આત્માથી ભિન્ન હોવા સાથે પરિણામી છે. દૃષ્ટાન્ત :- પાણીની જેમ.
આ હેતુ અસિદ્ધ નથી, કારણ કે કર્મ અને શરીરાદિ પરિણામી છે એવું દેખાય છે.
(૪) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે.
હેતુ :- કારણ કે એ મૂર્ત એવા શરીરાદિમાં બલાધાન કરે છે. દૃષ્ટાન્ત :- ઘડાની જેમ.
જેમ ઘડો નિમિત્તમાત્ર થાય છે તેથી બલાધાન કરે છે એમ કર્મ
પણ બલાધાન કરે છે. આશય એ છે કે ઘડાનું સાક્ષાત્ ભોજન કરીને બળ મેળવાતું નથી. પણ ઘડામાં રાખેલ દૂધ વગેરે પદાર્થોથી બલાધાન થાય છે. આમ ઘડો બલાધાનમાં નિમિત્ત જ બને છે. તેમ કર્મ પણ તથાવિધ સામગ્રીનું સંપાદન કરાવવા દ્વારા બલાધાનમાં નિમિત્ત બને છે.
१२०
ધર્મસિદ્ધિ
मूर्त्तेन स्रक्चन्दनाङ्गनादिनोपचयलक्षणबलस्याधीयमानत्वात् घटवत्, यथा मूर्त्तेन तैलादिना बलस्याधीयमानत्वात् कुम्भो मूर्त्तः, एवं स्रक्चन्दनाङ्गनादिनोपचीयमानत्वात् मूर्त्तं कम्मैति तथा मूर्त्तमदृष्टं देहादेस्तत्कार्यस्य मूर्त्तत्वात् परमाणुवत्, यथा परमाणूनां कार्यं घटादिकं मूर्त्तं दृष्टमत एव तत्कारणीभूतानां परमाणूनामपि मूर्त्तता कल्प्यते, तद्वत् मूर्त्तस्य शरीरादेः कर्मणः कार्यत्वेन तस्यापि मूर्त्तता कल्प्यते । ननु देहादीनां कर्मकार्याणां मूर्त्तत्वेन मूर्त्तं कर्म यद्वा सुखदुःखादीनां तत्कार्याणाममूर्त्तत्वेनामूर्त्तं कर्मेत्यपि संशयो न कर्त्तव्यः, सुखादीनां न केवलं कर्मैव (૫) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે.
હેતુ :- કારણ કે મૂર્ત એવા માળા, ચંદન, સ્ત્રી વગેરેથી ઉપાયરૂપ બળનું તેમાં આધાન થાય છે.
દૃષ્ટાન્ત :- ઘડાની જેમ.
ઘડો મૂર્ત છે,કારણકે તે મૂર્ત એવા તેલ વગેરેથી ઉપચય કરે છે. તેમ કર્મ પણ માળા, સ્ત્રી વગેરેના સંસર્ગથી ઉપચય કરે છે.
અથવા તો માળા, ચંદન, સ્ત્રી વગેરેથી કર્મનો બંધ થાય છે. તેથી તેના દ્વારા કર્મનો ઉપચય થાય છે, માટે કર્મ મૂર્ત છે. (૬) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે.
હેતુ :- કારણ કે તેના કાર્ય-શરીર વગેરે મૂર્ત છે. દૃષ્ટાન્ત :- જેમ કે પરમાણુ.
જેમ કે પરમાણુઓનું કાર્ય ઘટ વગેરે છે. ઘટ મૂર્ત છે, માટે તેના કારણભૂત પરમાણુઓ પણ મૂર્ત છે.
તેમ મૂર્ત એવા શરીરાદિ કર્મનું કાર્ય છે. માટે કર્મોની પણ મૂર્તતા કલ્પાય છે.
પૂર્વપક્ષ :- કર્મના શરીરાદિ કાર્યો મૂર્ત છે, તેથી કર્મને મૂર્ત માનવું ? કે પછી કર્મના સુખ, દુઃખ વગેરે કાર્યો અમૂર્ત છે તેથી તેને