________________
- ર્મસિદ્ધિઃ - रूपकार्यत्वस्यैव पक्षतावच्छेदकत्वेन प्रागभावप्रतियोगित्वस्य च हेतुत्वान्न तयोरैक्यमित्यारेकणीयम्, स्वरूपसम्बन्धरूपकार्यताव्यक्तीनां तत्तद्व्यक्तिमात्रपर्यवसितत्वेनानुगतपक्षतावच्छेदकालाभात्, न चान्यतमत्वेनानुगतव्यक्तीनां पक्षतावच्छेदकत्वमित्याशङ्कनीयम्, अन्यतमत्वघटितत्वेन गौरवात् । एवं प्रागभावप्रतियोगित्वस्यापि स्वरूपसम्बन्धविशेषरूपत्वेन तत्तद्धर्मिव्यक्तिरूपत्वात् पक्षतावच्छेदकहेत्वोरैक्यापरिहारः । तत्तद्धर्मिव्यक्तिरूपत्वात् पक्षतावच्छेदकहेत्वोरक्यापरिहारः। न च स्वरूपसम्बन्धादतिरिक्तं प्रतियोगित्वमिति वक्तव्यम्, सप्तव पदार्था इति वाक्येन विरोधापत्तेः । ત્યારે ઉપનય વાક્ય અસમંજસ બની જશે. ઉપનય = પક્ષમાં હેતુનો ઉપસંહાર, પ્રસ્તુતમાં ઉપનય થશે. જન્યમાં કાર્યવ (જન્યત્વ) છે. આવા વાક્યથી કોઈ અર્થબોધ જ નહીં થાય.
પૂર્વપક્ષ :- તમે સમજતા નથી એટલે તમને એ બંને એક લાગે છે. જુઓ, અહીં પક્ષતાવચ્છેદક છે સ્વરૂપસંબંધવિશેષરૂપ કાર્યત્વ અને હેતુ છે પ્રાગભાવપ્રતિયોગિત. હવે એ બંનેનું ઐક્ય નહી થાય.
ઉત્તરપક્ષ :- ના,કારણ કે સ્વરૂપસંબંધરૂપકાર્યતા વ્યક્તિઓ તો તે તે વ્યક્તિરૂપ જ છે. માટે તેના દ્વારા અનુગત એવો પક્ષતાવચ્છેદક ન મળી શકે. માટે એને પક્ષતાવચ્છેદક જ માની શકાય.
પૂર્વપક્ષ :- અમે અન્યતમરૂપે વ્યક્તિઓનો અનુગમ કરી દેશું. પછી તે વ્યક્તિઓ પક્ષતાવચ્છેદક બની જશે.
ઉત્તરપક્ષ :- ના, એવો પક્ષતાવચ્છેદક ‘અભ્યતમ' થી ઘટિત હોવાથી તેમાં ગૌરવ છે.
વળી તમે પ્રાગભાવપ્રતિયોગિતને હેતુ કહ્યો છે. પણ પ્રાગભાવપ્રતિયોગિત તો સ્વરૂપ સંબંધવિશેષરૂપ છે. તેથી તે તદ્ધદ્ધર્મીભક્તિરૂપ જ છે. આ રીતે પક્ષતાવચ્છેદક અને હેતુના ઐક્યની આપત્તિ ઉભિ જ રહે છે.
પૂર્વપક્ષ :- પ્રતિયોગિત એ સ્વરૂપસંબંધ નથી, પણ તેનાથી
- - किञ्च स्वरूपसम्बन्धरूपकार्यत्वस्य पक्षतावच्छेदकत्वे तादृशकार्यत्वस्य परमाण्वादिष्वपि विद्यमानत्वेन परमाण्वादीनामनित्यत्वापत्तिः। ननु ययोर्विशेषकार्यकारणभावः तयोरवश्यं सामान्येन कार्यकारणभाव इति नियम इति चेत् ? तादृशनियमे प्रमाणाभावादिति । अपि च भवदभिमतो भगवान् स्वार्थात् कारुण्याद्वा भुवनं घटयति ? न प्राच्या, कृतकृत्यत्वात्तस्य, द्वितीयश्चेत् ? कथं नैकान्तशर्मसम्पत्कमनीयं विनिर्मिमीते, कथं चाधिव्याधिघटितान्घटयति ? भवान्तरोपार्जितशुभाशुभादृष्टप्रेरितः सन् तथा घटयतीति चेत् ? त_न्तर्गडुना भवानीपतिना किं कृतम्, અલગ વસ્તુ છે.
ઉત્તરપક્ષ :- આ તમે શું બોલ્યા ? આ રીતે તો સાત જ પદાર્થો છે, આવા તમારા શાસ્ત્રવચન સાથે વિરોઘ આવી જશે.
વળી સ્વરૂપસંબંઘરૂપ કાર્યવ જ પક્ષતાવછેદક બન્યો, એટલે તેવું કાર્યત્વ તો પરમાણુ વગેરેમાં પણ છે, તેથી પરમાણુ વગેરે અનિત્ય થઈ જવાની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ :- જેમનો વિશેષ કાર્યકારણભાવ હોય, તેમનો સામાન્યથી કાર્યકારણભાવ અવશ્ય હોય એવો નિયમ છે.
ઉત્તરપક્ષ :- ના, એવા નિયમમાં કોઈ પ્રમાણ નથી.
વળી તમારો માનેલો ભગવાન વિશ્વનું સર્જન શા માટે કરે છે ? સ્વાર્થથી કે કરુણાભાવથી ? પહેલો વિકલ્પ ઉચિત નથી કારણ કે ભગવાન તો કૃતકૃત્ય હોય છે. માટે તેમને કોઈ સ્વાર્થ ન હોઈ શકે. અને જો બીજો વિકલ્પ માનતા હો, તો પછી તે ભગવાન એકાંત સુખસંપતિથી સુંદર એવા જ વિશ્વનું નિર્માણ કેમ કરતો નથી ? જો કરુણાથી જ વિશ્વસર્જન કરતો હોય તો પછી આધિ-વ્યાધિમય જીવોને કેમ બનાવે છે ?
પૂર્વપક્ષ :- ભગવાનને તો કરુણાભાવ જ હોય છે, પણ તે જીવોએ પૂર્વજન્મોમાં ઉપાર્જિત કરેલા શુભા-શુભકર્મથી પ્રેરિત થઈને